android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News: પોલીસની ગાડી પર બેસીને રીલ્સ બનાવવી ભારે પડી, વીડિયો વાયરલ થયા બાદ ફરિયાદ દાખલ
calendar_today May 3, 2026

Ahmedabad News: પોલીસની ગાડી પર બેસીને રીલ્સ બનાવવી ભારે પડી, વીડિયો વાયરલ થયા બાદ ફરિયાદ દાખલ

સાબરમતિ રિવરફ્રન્ટ ખાતે પોલીસની PCR વાનના બોનેટ પર બેસીને એક કિન્નરે તુ ખીંચ મેરી ફોટો પર રીલ્સ બનાવીને સોશિયલ મિડીયામાં વાયરલ કરતા પોલીસ દોડતી થઈ ગઈ છે. જો કે, બેદરકારી સામે અનેક ટીકાઓ થતાં તાત્કાલિક પોલીસે આબરૂ બચાવવા વોશરૂમ ગયા હોવાનું બહાનુ આગળ ધર્યુ હતું.આ સમયે બે કિન્નરોએ રીલ્સ શૂટ કર્યાનો આક્ષેપ કરીને પોલીસકર્મીએ સાબરમતિ રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસ સ્ટેશનમાં બન્ને વિરૂદ્ધમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ કેસમાં બે કિન્નર સામે ફરિયાદ દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની ગાડી પર રીલ્સ બનાવવી ભારે પડી રિવરફ્રન્ટ ઈ સ્ટમાં જમાલપુર સર્કલ પાસે પોલીસની PCR વાન ઉભી રાખી પોલીસકર્મીઓ વોશરૂમ ગયા હતા. આ દરમિયાન બે કિન્નરોએ પોલીસની સરકારી ગાડીને જ રીલ બનાવવાનું સ્ટેજ હોય તે રીતે રીલ્સ શુટિંગ કર્યુ હતુ. પ્રાથમિક તપાસમાં ખુલ્યું કે મિસબા દે હિના દે નામની કિન્નરે બોનેટ પર બેસીને ડાન્સ કર્યો અને અન્ય કિન્નર અસ્મા મણીયારે વિડીયો ઉતાર્યો હતો. આ વિડીયો અસ્મા મણીયારે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતા પોલીસની આ બેદરકારી સામે આવી હતી. જેના પગલે તાત્કાલિક પીસીઆર વાનના કર્મીએ ઉચ્ચ પોલીસ અધિકારીઓને જાણ કરીને સાબરમતિ રિવરફ્રન્ટ ઇસ્ટમાં બન્ને કિન્નરો સામે ફરિયાદ નોંધાવી હતી.આ પણ વાંચોઃ Ahmedabad News: બે દિવસમાં હેલ્મેટ વિના ફરતા 107 સરકારી કર્મી સહિત 2830 વાહનચાલકો ઝડપાયા

Read Full Story arrow_forward
Delhi: દિલ્હીની વિવેક વિહાર બિલ્ડિંગમાં લાગી આગ, 9 લોકો જીવતા થયા ભડથું
calendar_today May 3, 2026

Delhi: દિલ્હીની વિવેક વિહાર બિલ્ડિંગમાં લાગી આગ, 9 લોકો જીવતા થયા ભડથું

દેશની રાજધાની દિલ્હીમાં રવિવારની વહેલી સવાર મોતના તાંડવ જેવી સાબિત થઈ હતી. દિલ્હીના શાહદરા જિલ્લાના વિવેક વિહાર વિસ્તારમાં આવેલી એક ચાર માળની રહેણાંક ઇમારતમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ભયાનક દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 9 લોકોના જીવતા બળી જવાથી મોત થયા હોવાની પુષ્ટિ થઈ છે, જ્યારે ૧૨ જેટલા લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. આગની ઘટના વહેલી સવારે બની આ અકસ્માત આજે વહેલી સવારે લગભગ 3.15 વાગ્યે થયો હતો. જ્યારે લોકો ગાઢ નિદ્રામાં હતા, ત્યારે અચાનક ઇમારતમાંથી જ્વાળાઓ નીકળવા માંડી હતી. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર, આગની તીવ્રતા એટલી વધારે હતી કે જોતજોતામાં તે ચારેય માળમાં ફેલાઈ ગઈ હતી. ફાયર વિભાગને જાણ કરવામાં આવતા સવારે 3.35 વાગ્યે ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ઇમારતમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ફાયર ફાઇટરોએ ભારે જહેમત ઉઠાવી હતી. ભારે ધુમાડાને કારણે બચાવ કામગીરીમાં અવરોધ ઊભો થયો હતો, છતાં બચાવ ટીમે ૧૨ લોકોને સુરક્ષિત બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યા હતા. એસી બ્લાસ્ટની આશંકા પ્રાથમિક તપાસ અને સ્થાનિકોના નિવેદનો મુજબ, આ આગ એસીમાં થયેલા ભયાનક વિસ્ફોટને કારણે લાગી હોવાનું મનાય છે. ગરમીના દિવસોમાં ઓવરલોડ અથવા શોર્ટ સર્કિટને કારણે એસીમાં બ્લાસ્ટ થયો હતો, જેના કારણે ગણતરીની મિનિટોમાં આખી ઇમારત આગનો ગોળો બની ગઈ હતી. ફોરેન્સિક ટીમ અને ફાયર એક્સપર્ટ્સ હાલમાં ઘટનાસ્થળે નમૂનાઓ એકત્ર કરી રહ્યા છે જેથી આગનું સચોટ કારણ જાણી શકાય. તંત્રની કાર્યવાહી શાહદરા જિલ્લાના ડીસીપી રાજેન્દ્ર પ્રસાદ મીણાએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં 9 મૃતદેહો મળી આવ્યા છે. હજુ પણ ઇમારતનો ખૂણેખૂણો તપાસવામાં આવી રહ્યો છે જેથી કોઈ અંદર ફસાયેલું ન હોય. પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા ઇમારતમાં ફાયર સેફ્ટીના નિયમોનું પાલન થયું હતું કે નહીં તેની પણ કડક તપાસ શરૂ કરવામાં આવી છે. ભયનો માહોલ આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોક અને ગભરાટનું મોજું ફરી વળ્યું છે. મૃતકોના પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે રહેણાંક વિસ્તારોમાં સુરક્ષાના સાધનોના અભાવે આવી દુર્ઘટનાઓ જીવલેણ સાબિત થાય છે. હાલમાં ઇમારતને સીલ કરી દેવામાં આવી છે અને ઘાયલોની સારવાર નજીકની હોસ્પિટલમાં ચાલી રહી છે. આ પણ વાંચોઃ Weather Updates: દિલ્હી-ઉત્તરાખંડમાં વરસાદનું એલર્ટ! ભર ઉનાળે સર્જાશે ચોમાસા જેવો માહોલ

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : એક સપ્તાહમાં પેટ્રોલ અને ડીઝલમાં લીટર દીઠ 5 અને  LPG સિલિન્ડરમાં 50 રૂપિયાનો વધારો થશે
calendar_today May 3, 2026

Gujarat Latest News Live : એક સપ્તાહમાં પેટ્રોલ અને ડીઝલમાં લીટર દીઠ 5 અને LPG સિલિન્ડરમાં 50 રૂપિયાનો વધારો થશે

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 03 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward