android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live : ગુજરાતમાં ફૂડ વિભાગનું મેગા સર્ચ ઓપરેશન, હજારો કિલો પનીર જપ્ત અને ડઝનથી વધુ એકમો સીલ
calendar_today May 2, 2026

Gujarat Latest News Live : ગુજરાતમાં ફૂડ વિભાગનું મેગા સર્ચ ઓપરેશન, હજારો કિલો પનીર જપ્ત અને ડઝનથી વધુ એકમો સીલ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 30 એપ્રિલના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Vav-Tharad : સુઈગામમાં પ્રેમ પ્રકરણમાં યુવકનું ફિલ્મી ઢબે અપહરણ, એટા ચોકડી પાસે એક્ટિવા રોકી બલેનોમાં ઉઠાવી ગયા
calendar_today May 2, 2026

Vav-Tharad : સુઈગામમાં પ્રેમ પ્રકરણમાં યુવકનું ફિલ્મી ઢબે અપહરણ, એટા ચોકડી પાસે એક્ટિવા રોકી બલેનોમાં ઉઠાવી ગયા

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર વાવ-થરાદ પંથકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુઈગામમાં હિતેશ નામના યુવકનું ભરી બજારે ફિલ્મી ઢબે અપહરણ કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક તપાસમાં આ અપહરણ પ્રેમ પ્રકરણની અદાવતમાં કરવામાં આવ્યું હોવાનું ખૂલ્યું છે.હિતેશને બળજબરીથી ખેંચીને ગાડીમાં બેસાડી દીધો મળતી માહિતી મુજબ, હિતેશ નામનો યુવક જ્યારે તેના એક્ટિવા પર પસાર થઈ રહ્યો હતો, ત્યારે વાવની એટા ચોકડી પાસે એક સફેદ રંગની બલેનો ગાડીમાં આવેલા શખ્સોએ તેને અટકાવ્યો હતો. ધોળા દિવસે અને લોકોની હાજરીમાં જ ગાડીમાંથી ઉતરેલા શખ્સોએ હિતેશને બળજબરીથી ખેંચીને ગાડીમાં બેસાડી દીધો હતો અને પૂરઝડપે ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના કોઈ ફિલ્મી દ્રશ્ય જેવી જણાતી હતી, જેના કારણે આસપાસના લોકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. અપહરણ બાદ વીડિયો થયો વાયરલ ચોંકાવનારી વાત એ છે કે, અપહરણ કર્યા બાદ આરોપીઓએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો વાયરલ કર્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ફરતો થતા જ હિતેશના પરિવારજનોને તેના અપહરણની જાણ થઈ હતી. પુત્રના અપહરણથી હેબતાઈ ગયેલા પરિવારજનોએ તુરંત સુઈગામ પોલીસનો સંપર્ક સાધ્યો હતો.  પ્રેમ પ્રકરણની અદાવત સુઈગામ પોલીસે આ મામલે તત્પરતા દાખવી ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં પ્રેમ પ્રકરણની અદાવત આ અપહરણ પાછળનું મુખ્ય કારણ હોવાનું મનાઈ રહ્યું છે. હાલ પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને વાયરલ વીડિયો અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઝડપી પાડવા અને યુવકને સહીસલામત મુક્ત કરાવવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. સરહદી પંથકમાં થયેલી આ ઘટનાને લઈ સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.આ પણ વાંચો---     Bhavnagar : સોની દંપતી હત્યાકાંડ, મિલકત અને દેવાએ પુત્રને બનાવ્યો કસાઈ, પુત્રવધૂએ રાજકોટથી શાર્પ શૂટર્સ બોલાવી કરાવી હત્યા

Read Full Story arrow_forward
Gujarat Weather Update: ગુજરાતમાં ફરી માવઠાનું સંકટ, 5 થી 8 મે દરમિયાન અંબાલાલ પટેલની ગાજવીજ અને કરા સાથે વરસાદની આગાહી
calendar_today May 2, 2026

Gujarat Weather Update: ગુજરાતમાં ફરી માવઠાનું સંકટ, 5 થી 8 મે દરમિયાન અંબાલાલ પટેલની ગાજવીજ અને કરા સાથે વરસાદની આગાહી

ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવે હવામાનમાં મોટા પલટાના સંકેતો મળી રહ્યા છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આગામી 5 થી 8 મે દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વાતાવરણમાં અચાનક પલટો આવશે. આ સમયગાળા દરમિયાન પવનની ગતિ 40 થી 60 કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા છે, જે ધૂળના વાવાઝોડા અને કરા સાથે વરસાદ લાવી શકે છે. પંચમહાલ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં અંબાલાલ પટેલની આગાહી મુજબ, પંચમહાલ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ અને હળવો વરસાદ થવાની સંભાવના છે. ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડશે સૌથી વધુ અસર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં જોવા મળી શકે છે, જ્યાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ અને વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં કરા પડવાની પણ શક્યતા સેવાઈ રહી છે, જેના કારણે ઉનાળુ પાક લેતા ખેડૂતોમાં ચિંતાની લહેર જોવા મળી રહી છે. 11 મે બાદ વાતાવરણ ફરી ચોખ્ખું થશે જોકે, આ માવઠાની અસર લાંબો સમય નહીં રહે. હવામાન નિષ્ણાતનું કહેવું છે કે 11 મે બાદ વાતાવરણ ફરી ચોખ્ખું થશે અને ગરમીમાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના છે. એટલે કે, મે મહિનાના મધ્યમાં ગુજરાતવાસીઓએ ફરી આકરી ગરમીનો સામનો કરવો પડશે. પશ્ચિમ બંગાળના ઉપસાગરમાં સર્જાતા દબાણ અને પશ્ચિમી વિક્ષેપને કારણે વાતાવરણમાં આ બદલાવ જોવા મળી રહ્યો છે.આ પણ વાંચો----     Bhavnagar : સોની દંપતી હત્યાકાંડ, મિલકત અને દેવાએ પુત્રને બનાવ્યો કસાઈ, પુત્રવધૂએ રાજકોટથી શાર્પ શૂટર્સ બોલાવી કરાવી હત્યા

Read Full Story arrow_forward