android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surendranagar : લીમડી પાસેની ખનીજ ચેકપોસ્ટ રામભરોસે, ટોકરાળા ટોલનાકા પરથી તમામ અધિકારીઓ ગાયબ થતા માફિયાઓને મળ્યું મોકળું મેદાન
calendar_today May 2, 2026

Surendranagar : લીમડી પાસેની ખનીજ ચેકપોસ્ટ રામભરોસે, ટોકરાળા ટોલનાકા પરથી તમામ અધિકારીઓ ગાયબ થતા માફિયાઓને મળ્યું મોકળું મેદાન

ઝાલાવાડ પંથકમાં ખનીજ ચોરીની ફરિયાદો વચ્ચે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગરના લીમડી પાસે આવેલા ટોકરાળા ટોલનાકા નજીકની ખનીજ ચેકપોસ્ટ હાલ લાવારીસ હાલતમાં જોવા મળી રહી છે. ચેકપોસ્ટ પર ફરજ બજાવતા જવાબદાર અધિકારીઓ અને સ્ટાફ રહસ્યમય રીતે ગાયબ થઈ જતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે.અધિકારીઓની ગેરહાજરી જોવા મળી મળતી માહિતી મુજબ, આ ચેકપોસ્ટ ખનીજ ચોરી અટકાવવા અને ગેરકાયદેસર પરિવહન કરતા વાહનો પર લગામ રાખવા માટે બનાવવામાં આવી છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી અહીં અધિકારીઓની ગેરહાજરી જોવા મળી રહી છે, જેના કારણે વાહનોની તપાસની પ્રક્રિયા સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે. આ પરિસ્થિતિનો સીધો ફાયદો ખનીજ માફિયાઓને મળી રહ્યો હોય તેમ જણાય છે. ચેકપોસ્ટ પર કોઈ રોકટોક ન હોવાથી ખનીજ ભરેલા વાહનો બેરોકટોક પસાર થઈ રહ્યા છે.  મોટા ભ્રષ્ટાચારની સંડોવણી હોવાની આશંકા સ્થાનિકોમાં આ બાબતે ભારે રોષ ફાટી નીકળ્યો છે. લોકોમાં એવી ચર્ચા છે કે શું અધિકારીઓ જાણીજોઈને ખનીજ માફિયાઓને રસ્તો કરી આપવા માટે ગાયબ થયા છે? આ ગેરરીતિ પાછળ કોઈ મોટા ભ્રષ્ટાચારની સંડોવણી હોવાની આશંકા પણ સેવાઈ રહી છે. ખનીજ વિભાગના ઉચ્ચ અધિકારીઓ આ મામલે મૌન સેવી રહ્યા છે, જે અનેક પ્રશ્નો ઉભા કરે છે. પ્રશાસન દ્વારા આ ચેકપોસ્ટ પર તાત્કાલિક સ્ટાફની નિમણૂંક કરવામાં આવે અને ગાયબ થયેલા અધિકારીઓ સામે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. જો આ રીતે ચેકપોસ્ટ ખાલી રહેશે, તો રાજ્યની તિજોરીને લાખો રૂપિયાનું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.આ પણ વાંચો----    Bhavnagar : સોની દંપતી હત્યાકાંડ, મિલકત અને દેવાએ પુત્રને બનાવ્યો કસાઈ, પુત્રવધૂએ રાજકોટથી શાર્પ શૂટર્સ બોલાવી કરાવી હત્યા

Read Full Story arrow_forward
Jamnagar : હવે છોટી કાશીની ઓળખમાં ઉમેરાયા આધુનિકતાના નવા આયામ, 1200 કરોડના વિકાસકાર્યોથી શહેરનો કાયાકલ્પ
calendar_today May 2, 2026

Jamnagar : હવે છોટી કાશીની ઓળખમાં ઉમેરાયા આધુનિકતાના નવા આયામ, 1200 કરોડના વિકાસકાર્યોથી શહેરનો કાયાકલ્પ

ઐતિહાસિક રીતે 'છોટી કાશી' તરીકે ઓળખાતું જામનગર શહેર હવે આધુનિકતાના પંથે હરણફાળ ભરી રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા જામનગરના આંતરમાળખાને અત્યંત મજબૂત બનાવવાની કવાયત હાથ ધરાઈ છે. છેલ્લા ત્રણ દાયકાના સુવ્યવસ્થિત આયોજન અને દીર્ઘદ્રષ્ટિપૂર્ણ વિકાસકાર્યોને કારણે આજે જામનગર ગુજરાતના અન્ય અદ્યતન મહાનગરોની હરોળમાં ગર્વભેર ઊભું છે.₹1200 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે શહેરી વિકાસ વર્ષ અંતર્ગત જામનગર મહાનગરપાલિકા દ્વારા આશરે ₹1200 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સને ગતિ આપવામાં આવી છે. જામનગરની ટ્રાફિકની સમસ્યાના કાયમી ઉકેલ માટે રિંગ રોડ પર આવેલા લાલપુર અને ઠેબા ચોકડી ખાતે ભવ્ય ફ્લાયઓવરનું નિર્માણ થઈ રહ્યું છે. આ બ્રિજ તૈયાર થવાથી વાહનચાલકોના સમયની બચત થશે અને પરિવહન સુગમ બનશે. આ ઉપરાંત, શહેરના સાંસ્કૃતિક વારસાને વેગ આપવા માટે 1250 પ્રેક્ષકોની ક્ષમતા ધરાવતું અત્યાધુનિક ઓડિટોરિયમ પણ આકાર લઈ રહ્યું છે. આગામી 25 વર્ષની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પ્લાન રમતગમત ક્ષેત્રે જામનગરના ખેલાડીઓને વૈશ્વિક સુવિધાઓ મળે તે માટે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ્સ માત્ર વર્તમાન જ નહીં, પણ આગામી 25 વર્ષની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યા છે. સ્માર્ટ સિટી મિશન હેઠળ મળી રહેલા ભંડોળ અને વહીવટી તંત્રની સમયબદ્ધ કામગીરીને કારણે જામનગરની સુરત બદલાઈ રહી છે. આધુનિક માર્ગો, મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નવી સુવિધાઓ સાથે જામનગર હવે 'ગ્લોબલ સિટી' બનવા તરફ મક્કમ ડગ માંડી રહ્યું છે. રાજ્ય સરકારના આ પ્રયાસોથી જામનગરવાસીઓમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે. આ પણ વાંચો----    Bhavnagar : સોની દંપતી હત્યાકાંડ, મિલકત અને દેવાએ પુત્રને બનાવ્યો કસાઈ, પુત્રવધૂએ રાજકોટથી શાર્પ શૂટર્સ બોલાવી કરાવી હત્યા

Read Full Story arrow_forward
Ahmedabad: રામોલમાં વન્ડર પોઈન્ટ પાસે બિલ્ડર પર જીવલેણ હુમલો, જમીનના પૈસા બાબતે ભાગીદારે માથામાં હથોડી ઝીંકી
calendar_today May 2, 2026

Ahmedabad: રામોલમાં વન્ડર પોઈન્ટ પાસે બિલ્ડર પર જીવલેણ હુમલો, જમીનના પૈસા બાબતે ભાગીદારે માથામાં હથોડી ઝીંકી

શહેરના રામોલ વિસ્તારમાં આવેલા વન્ડર પોઈન્ટ પાસે જાહેરમાં એક બિલ્ડર પર હુમલો થવાની ઘટના સામે આવી છે. જમીનના વ્યવહાર અને પૈસાની લેતીદેતીમાં ચાલી રહેલા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા એક શખ્સે બિલ્ડરના માથામાં હથોડી મારી ગંભીર ઈજા પહોંચાડી છે.અમદાવાદમાં બિલ્ડર પર હુમલોમળતી માહિતી મુજબ, બિલ્ડર રમેશભાઈ હમીરાણી અને તેમના ભાગીદાર તુષાર પ્રજાપતિ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી જમીનના પૈસા અને નોટરી કરાવવાની બાબતે વિવાદ ચાલી રહ્યો હતો. આ મુદ્દે આજે વન્ડર પોઈન્ટ પાસે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. બોલાચાલી દરમિયાન મામલો એટલો બિચક્યો કે તુષાર પ્રજાપતિએ ઉશ્કેરાઈને રમેશભાઈના માથાના ભાગે હથોડીનો ઝીંક્યો હતો.ઈજાગ્રસ્ત બિલ્ડર હોસ્પિટલમાં સારવાર હેઠળહથોડીના પ્રહારને કારણે રમેશ હમીરાણીને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેઓ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. આસપાસના લોકો એકઠા થઈ જતા હુમલાખોર ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ઈજાગ્રસ્ત બિલ્ડરને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.રામોલ પોલીસની કાર્યવાહીઘટનાની જાણ થતા જ રામોલ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ઈજાગ્રસ્ત બિલ્ડરની ફરિયાદના આધારે આરોપી તુષાર પ્રજાપતિ વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. જમીનના વ્યવહારમાં કેટલા રૂપિયાની લેતીદેતી હતી અને હુમલા પાછળ અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.આ પણ વાંચો: Ahmedabad: વટવા GIDCમાં બંધ ચાની લારીમાં ચાલતું હતું દારૂનું 'પાર્લર', PCB એ ત્રાટકી 2.55 લાખનો જથ્થો કબજે કર્યો

Read Full Story arrow_forward