android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad : ગોતામાં લાખોના ખર્ચે તૈયાર આધુનિક વેજીટેબલ માર્કેટ બંધ હાલતમાં, તંત્રના વાંકે જનતા સુવિધાથી વંચિત
calendar_today May 2, 2026

Ahmedabad : ગોતામાં લાખોના ખર્ચે તૈયાર આધુનિક વેજીટેબલ માર્કેટ બંધ હાલતમાં, તંત્રના વાંકે જનતા સુવિધાથી વંચિત

સ્માર્ટ સિટી અમદાવાદમાં કોર્પોરેશનની વધુ એક ગંભીર બેદરકારી સામે આવી છે. શહેરના ગોતા વિસ્તારમાં લાખો રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલું આધુનિક વેજીટેબલ માર્કેટ છેલ્લા ઘણા સમયથી તૈયાર હોવા છતાં તેને જનતા માટે ખુલ્લું મુકવામાં આવ્યું નથી. માત્ર ઉદ્ઘાટનની રાહમાં આ વિશાળ પ્રોજેક્ટ હાલ ધૂળ ખાઈ રહ્યો છે, જેના કારણે સ્થાનિક રહીશો અને ફેરિયાઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.લાખોના ખર્ચે બનેલ વેજીટેબલ માર્કેટ બંધ ગોતા વિસ્તારના રસ્તાઓ પર થતા ટ્રાફિક અને છૂટક શાકભાજી વેચનારાઓના વ્યવસ્થિત આયોજન માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ માર્કેટ બનાવવામાં આવ્યું હતું. મકાન અને માળખાગત સુવિધાઓ સંપૂર્ણપણે તૈયાર હોવા છતાં, તંત્ર દ્વારા હજુ સુધી કોઈ પણ તારીખ નક્કી કરવામાં આવી નથી. પરિણામે, શાકભાજી વેચનારાઓ ધોમધખતા તાપમાં રસ્તા પર બેસીને ધંધો કરવા મજબૂર બન્યા છે, તો બીજી તરફ ગ્રાહકોને પણ રસ્તા પર ઉભા રહીને ખરીદી કરવી પડે છે, જે ટ્રાફિકની સમસ્યામાં વધારો કરે છે. સ્થાનિક જનતા માર્કેટના ઉપયોગથી વંચિત સ્થાનિક જનતામાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે જો માર્કેટ તૈયાર થઈ ગયું હોય તો તેને જનતાના ઉપયોગ માટે કેમ સોંપવામાં આવતું નથી? શું સત્તાધીશો કોઈ 'વીવીઆઈપી' ના હસ્તે ઉદ્ઘાટન કરાવવાની લાલચમાં જનતાના પરસેવાની કમાણીના નાણાંથી બનેલી પ્રોપર્ટીને ખંડેર બનાવી રહ્યા છે? અગાઉ પણ અમદાવાદમાં અનેક પ્રોજેક્ટ્સ ઉદ્ઘાટનના અભાવે બંધ હાલતમાં જોવા મળ્યા છે. જો વહેલી તકે આ માર્કેટ શરૂ કરવામાં નહીં આવે, તો આ આધુનિક બિલ્ડિંગ અસામાજિક તત્વોનો અડ્ડો બની જાય તેવી ભીતિ સેવાઈ રહી છે. આ પણ વાંચો----     Bhavnagar : સોની દંપતી હત્યાકાંડ, મિલકત અને દેવાએ પુત્રને બનાવ્યો કસાઈ, પુત્રવધૂએ રાજકોટથી શાર્પ શૂટર્સ બોલાવી કરાવી હત્યા

Read Full Story arrow_forward
Junagadh : RTO કચેરીમાં ઇન્સ્પેક્ટરે એજન્ટને રિવોલ્વર બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી, એટ્રોસીટી એક્ટ હેઠળ ગુનો દાખલ
calendar_today May 2, 2026

Junagadh : RTO કચેરીમાં ઇન્સ્પેક્ટરે એજન્ટને રિવોલ્વર બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી, એટ્રોસીટી એક્ટ હેઠળ ગુનો દાખલ

જૂનાગઢની RTO કચેરીમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતી એક ગંભીર ઘટના સામે આવી છે. RTO કચેરીમાં ફરજ બજાવતા ઇન્સ્પેક્ટર પંચાલ વિરુદ્ધ એક એજન્ટ પર હુમલો કરવા, જાતિ પ્રત્યે હડધૂત કરવા અને રિવોલ્વર બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ ઘટનાને પગલે સરકારી કચેરીઓમાં ચાલતી દાદાગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. રિવોલ્વર કાઢી એજન્ટને જાનથી મારી નાખવાની ધમકી આપી મળતી માહિતી મુજબ, જૂનાગઢ RTO કચેરીમાં એજન્ટ તરીકે કામ કરતા વ્યક્તિ સાથે ઇન્સ્પેક્ટર પંચાલે બે અલગ-અલગ તારીખે મારપીટ કરી હતી. ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, ઇન્સ્પેક્ટરે એજન્ટને જાતિવાચક શબ્દો કહી અપમાનિત કર્યો હતો અને ગાળો ભાંડી હતી. એટલું જ નહીં, સત્તાના નશામાં ચૂર અધિકારીએ પોતાની રિવોલ્વર કાઢી એજન્ટને જાનથી મારી નાખવાની ધમકી આપી ભયનું વાતાવરણ ઉભું કર્યું હતું. બળજબરીથી એજન્ટના વાળ પકડી તેને નીચે માફી મંગાવી ઘટનાની પરાકાષ્ઠા ત્યારે આવી જ્યારે ઇન્સ્પેક્ટરે બળજબરીથી એજન્ટના વાળ પકડી તેને નીચો નમાવ્યો અને પરાણે માફી મંગાવી તેનો વીડિયો ઉતાર્યો હતો. પીડિત એજન્ટે આ અંગે હિંમત દાખવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હરકતમાં આવી છે. ઇન્સ્પેક્ટર પંચાલ સામે IPC ની વિવિધ કલમો તેમજ એટ્રોસીટી એક્ટ (Atrocity Act) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ પોલીસ દ્વારા વીડિયો ફૂટેજ અને અન્ય સાક્ષીઓની પૂછપરછ કરીને તપાસ તેજ કરવામાં આવી છે. સરકારી અધિકારી દ્વારા આ પ્રકારનું અમાનવીય વર્તન અને શસ્ત્રનો દુરુપયોગ ચર્ચાનો વિષય બન્યો છે.આ પણ વાંચો----    Bhavnagar : સોની દંપતી હત્યાકાંડ, મિલકત અને દેવાએ પુત્રને બનાવ્યો કસાઈ, પુત્રવધૂએ રાજકોટથી શાર્પ શૂટર્સ બોલાવી કરાવી હત્યા

Read Full Story arrow_forward
West Bengal Elections: 15 બૂથો પર ફરી મતદાન, સવારે 9 વાગ્યા સુધીમાં 16.88 ટકા મતદાન
calendar_today May 2, 2026

West Bengal Elections: 15 બૂથો પર ફરી મતદાન, સવારે 9 વાગ્યા સુધીમાં 16.88 ટકા મતદાન

પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લાના ડાયમંડ હાર્બર અને મગરહાટ પશ્ચિમ વિધાનસભા મતવિસ્તારમાં 15 મતદાન મથકો પર હાલમાં પુનઃ મતદાન ચાલી રહ્યું છે. આ કેન્દ્રો પર મતદાન સવારે 7:00 થી સાંજે 6:00 વાગ્યા સુધી થશે. આમાંથી 11 બૂથ મગરહાટ પશ્ચિમમાં અને 4 ડાયમંડ હાર્બરમાં છે. 16.23 ટકા સવારે 9 વાગ્યા સુધી મતદાન ચૂંટણી પંચના ડેટા અનુસાર, સવારે 9:00 વાગ્યા સુધીમાં પુનઃ મતદાન પ્રક્રિયા દરમિયાન 16.23% મતદાન નોંધાયું હતું. ખાસ કરીને, મગરહાટ પશ્ચિમ મતવિસ્તારના ચાર બૂથ પર સવારે 9:00 વાગ્યા સુધીમાં 16.88% મતદાન નોંધાયું હતું, જ્યારે ડાયમંડ હાર્બર મતવિસ્તારના 11 બૂથ પર તે જ સમયે 15.83% મતદાન નોંધાયું હતું. ભાજપે આ મતદાન મથકો પર ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (EVM) સાથે છેડછાડનો આરોપ લગાવ્યો હતો. આ આરોપોને ધ્યાનમાં લેતા, ચૂંટણી પંચે આ બધા સ્થળોએ પુનઃ મતદાન કરવાનો નિર્ણય લીધો. ભાજપે ખાસ આરોપ લગાવ્યો હતો કે, ફાલ્ટા વિસ્તારના એક મતદાન મથક પર, EVM પર 'કમળ' પ્રતીક ધરાવતા બટનને ટેપથી ઢાંકીને છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘટનાના ફોટોગ્રાફ્સ અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આ સંદર્ભમાં, મતદારો અને રાજકીય પક્ષો દ્વારા EVM સાથે ચેડા, બૂથ કેપ્ચરિંગ અને ચૂંટણીમાં ગેરરીતિનો આરોપ લગાવીને ફરિયાદો પણ નોંધાવવામાં આવી હતી.તો શું 30 બેઠકો પર ફરીથી થશે મતદાન? સૂત્રોના જણાવ્યા અનુસાર ફાલ્ટા વિધાનસભા મતવિસ્તારમાં 30 વધારાના બૂથ પર પણ પુનઃ મતદાન થઈ શકે છે; આ અંગે ચૂંટણી પંચ તરફથી નિર્ણય હજુ બાકી છે. આ બૂથ પર મતદાન મૂળ રીતે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા દરમિયાન 29 એપ્રિલના રોજ થયું હતું.  જો કે, ચૂંટણી પંચે હવે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 ની કલમ 58(2) હેઠળ આ સ્થળોએ મતદાન રદ જાહેર કર્યું છે. આ વૈધાનિક જોગવાઈ ચૂંટણી પંચને મતદાન મથક પર મતદાન રદ કરવાની અને EVM ખામી, બૂથ કેપ્ચરિંગ, હિંસા અથવા પ્રક્રિયાગત ઉલ્લંઘન જેવી ગંભીર ગેરરીતિઓ જોવા મળે તો નવેસરથી મતદાનનો આદેશ આપવાની સત્તા આપે છે. મતદાન માટે લાંબી લાઇનો જોવા મળીબહિરાપુરા કુરકુરિયા એફપી સ્કૂલ સ્થિત મતદાન મથકની બહાર મતદારોની લાંબી કતારો જોવા મળી હતી. મતદારોનું કહેવું છે કે તેઓ જાણતા નથી કે આ ત્રણ બૂથ પર ફરીથી મતદાન કેમ કરવામાં આવી રહ્યું છે. કેટલાક લોકો દાવો કરે છે કે મતદાનના બીજા તબક્કા દરમિયાન કોઈ પણ પ્રકારની ગેરરીતિ કે વિક્ષેપ થયો નથી. દરમિયાન, ઘણા મતદારો સરકારથી નારાજ દેખાયા હતા. તેઓ નિર્દેશ કરે છે કે વિસ્તારના રસ્તાઓ ખૂબ જ ખરાબ હાલતમાં છે, જેના કારણે લોકોમાં ગુસ્સો ફેલાયો છે. ગામડાઓ અને આસપાસના વિસ્તારોના રહેવાસીઓ પણ પાણીની અછત અને કાર્યરત નળથી ત્રસ્ત છે. સ્થાનિક રહેવાસીઓએ આ મુદ્દા અંગે ચિંતા વ્યક્ત કરી છે. ફાલ્ટામાં EVM સાથે ચેડાના આરોપોપશ્ચિમ બંગાળમાં 29 એપ્રિલના રોજ યોજાયેલા મતદાનમાં ભારે હોબાળો અને રાજકીય વિવાદ જોવા મળ્યો હતો. ભાજપે આરોપ લગાવ્યો હતો કે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (EVM) પર તેમના ઉમેદવારોના બટનોને જાણી જોઈને ટેપથી ઢાંકવામાં આવ્યા હતા જેથી મતદારો તેમના નામ જોઈ ન શકે. નોંધનીય છે કે અભિષેક બેનર્જીના નજીકના સહયોગી જહાંગીર ખાન - ફાલ્ટા મતવિસ્તારમાંથી ચૂંટણી લડી રહ્યા છે. ભાજપના નેતાઓએ એવા વીડિયો પણ શેર કર્યા છે જેમાં EVM પેનલ પર ભાજપ અને CPM ઉમેદવારોના નામની બાજુમાં ટેપ લગાવેલી દેખાઈ રહી છે. ફાલ્ટામાં ઇવીએમમાં છેડછાડનો આરોપ આ સમગ્ર વિવાદ વચ્ચે, પશ્ચિમ બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારી મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે જ્યાં પણ આવી ગેરરીતિઓ સાબિત થશે ત્યાં ફરીથી મતદાન કરવામાં આવશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ચૂંટણી પંચ ચૂંટણી પ્રક્રિયામાં કોઈપણ ગેરરીતિઓ અંગે "શૂન્ય-સહિષ્ણુતા" નીતિ જાળવી રાખે છે. મનોજ અગ્રવાલે વધુમાં સ્પષ્ટતા કરી હતી કે ફાલ્ટામાં 30 મતદાન મથકો પર ફરીથી મતદાન કરવાનો નિર્ણય જિલ્લા ચૂંટણી અધિકારીઓ અને નિરીક્ષકો દ્વારા રજૂ કરાયેલા અહેવાલોના આધારે લેવામાં આવશે. પ્રારંભિક તપાસમાં મતદાન પહેલાં અથવા મોક મતદાન દરમિયાન અધિકારીઓ દ્વારા ગેરરીતિના કોઈ સંકેતો બહાર આવ્યા નથી, જેના કારણે એવી શંકા ઊભી થાય છે કે મતદાન દરમિયાન કથિત છેડછાડ થઈ હશે. ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર, EVM ના બટનો પર ટેપ, શાહી અથવા અન્ય કોઈપણ પદાર્થ લગાવવો એ ગંભીર ગુનો માનવામાં આવે છે અને તેને મતદાન પ્રક્રિયામાં દખલગીરી તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. દરમિયાન, રાજ્યમાં મતદાનના બે તબક્કામાં કુલ 92.93 ટકા મતદાન નોંધાયું હતું - જે ભારતની સ્વતંત્રતા પછી પશ્ચિમ બંગાળમાં જોવા મળેલું સૌથી વધુ મતદાન છે. 29 એપ્રિલે બીજા તબક્કામાં 92.67  ટકા મતદાન નોંધાયું હતું અને 23 એપ્રિલે યોજાયેલા પ્રથમ તબક્કામાં 93.19 ટકા મતદાન થયું હતું.

Read Full Story arrow_forward