Valsad : વૃદ્ધાને બંધક બનાવી ચપ્પુની અણીએ લૂંટ ચલાવનાર ગેંગ ઝડપાઈ, કલર કામ કરવા આવેલા શખ્સે જ રેકી કરી ખેલ્યો હતો ખૂની ખેલ
વલસાડ શહેરમાં ત્રણ દિવસ પહેલા થયેલી સનસનાટીભર્યા લૂંટની ઘટનાનો ભેદ ઉકેલવામાં વલસાડ એલસીબી (LCB) ને મોટી સફળતા મળી છે. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે લૂંટારુ ગેંગને દબોચી લીધી છે. આ લૂંટ પાછળ કોઈ બહારની ગેંગ નહીં, પરંતુ ઘરની રેકી કરનાર એક જાણભેદુ જ હોવાનું સામે આવ્યું છે.બંધક બનાવી ચપ્પુ છરા ની અણીએ લૂંટ ચલાવી ઘટનાની વિગત મુજબ, વલસાડના રહેણાંક વિસ્તારમાં લૂંટારુઓએ એક વૃદ્ધા અને તેમની કામવાળીને ચપ્પુ તથા છરાની અણીએ બંધક બનાવી દીધા હતા. લૂંટારુઓ ઘરમાંથી કિંમતી ઘરેણાં અને રોકડ રકમ લૂંટીને ફરાર થઈ ગયા હતા. આ ઘટના બાદ વલસાડ પોલીસ એક્શન મોડમાં આવી હતી અને શહેરના અલગ-અલગ વિસ્તારોના CCTV કેમેરા તપાસ્યા હતા, જેમાં લૂંટારુઓ કેદ થયા હતા. લૂંટારુઓમાંથી એક વ્યક્તિ કલર કામ અર્થે આવ્યો પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, પકડાયેલા આરોપીઓ પૈકીનો એક શખ્સ થોડા સમય પહેલા આ જ ઘરમાં કલર કામ કરવા માટે આવ્યો હતો. કલર કામ દરમિયાન તેણે ઘરની પરિસ્થિતિ અને કિંમતી સામાનની રેકી કરી લીધી હતી. ત્યારબાદ તેણે પોતાના અન્ય સાથીદારો સાથે મળીને લૂંટનો પ્લાન ઘડ્યો હતો. લૂંટાયેલો મુદ્દામાલ રિકવર કરાયો વલસાડ એલસીબીએ ગણતરીના દિવસોમાં જ તમામ આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી લૂંટાયેલો મુદ્દામાલ રિકવર કર્યો છે. આ સફળ કામગીરીથી શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ અજાણ્યા કામદારોને ઘરમાં પ્રવેશ આપતા પહેલા સાવચેતી રાખવી કેટલી જરૂરી છે તે આ કિસ્સા પરથી સાબિત થાય છે.આ પણ વાંચો---- Bhavnagar : સોની દંપતી હત્યાકાંડ, મિલકત અને દેવાએ પુત્રને બનાવ્યો કસાઈ, પુત્રવધૂએ રાજકોટથી શાર્પ શૂટર્સ બોલાવી કરાવી હત્યા
Read Full Story arrow_forward