android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat મહાનગરપાલિકાના મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ, આ નામો રેસમાં સૌથી આગળ
calendar_today May 2, 2026

Surat મહાનગરપાલિકાના મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ, આ નામો રેસમાં સૌથી આગળ

સુરત મહાનગરપાલિકામાં આગામી અઢી વર્ષની ટર્મ માટે નવા હોદ્દેદારોની વરણીનો ધમધમાટ શરૂ થયો છે. ભાજપ પ્રદેશ મોવડી મંડળના આદેશ મુજબ, સુરતમાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના પાંચ મહત્વના પદો માટે 'સેન્સ' લેવાની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે. આ માટે પક્ષ દ્વારા ત્રણ નિરીક્ષકોની નિમણૂંક કરવામાં આવી છે, જેઓ શહેરના અપેક્ષિત ઉમેદવારોના નામ સાંભળી રિપોર્ટ તૈયાર કરશે.મહિલા પાંખમાં ભારે ખેંચતાણ સુરત મનપાના નવા મેયર પદ માટે અત્યારે મહિલા પાંખમાં ભારે ખેંચતાણ જોવા મળી રહી છે. મેયર પદ માટે ખાસ કરીને નેન્સી શાહ અને ઉર્વશી પટેલના નામ મોખરે ચાલી રહ્યા છે. આ ઉપરાંત ડિમ્પલ કાપડિયા અને પ્રતિભા દેસાઈ પણ મેયર બનવાની રેસમાં પ્રબળ દાવેદાર મનાઈ રહ્યા છે. નિરીક્ષકો દ્વારા દરેક વોર્ડના કોર્પોરેટરો અને સંગઠનના હોદ્દેદારોનો અભિપ્રાય લેવામાં આવી રહ્યો છે.  સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે પણ રસાકસી બીજી તરફ, સુરત મનપાની તિજોરી પર જેનો અંકુશ હોય છે તેવા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે પણ રસાકસી જામી છે. આ પદ માટે અનુભવી નેતા રાજન પટેલ અને દક્ષેશ માવાણીના નામની ચર્ચાએ જોર પકડ્યું છે. સાથે જ વ્રજેશ ઉનડકટનું નામ પણ રેસમાં હોવાનું જાણવા મળી રહ્યું છે. ભાજપમાં શિસ્તબદ્ધ રીતે આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નામોની પેનલ પ્રદેશ સ્તરે મોકલવામાં આવશે અને આખરી મહોર ગાંધીનગરથી મારવામાં આવશે. શહેરના રાજકારણમાં અત્યારે 'કોણ બનશે મેયર?' તેની ચર્ચાઓએ જોર પકડ્યું છે.આ પણ વાંચો----     Bhavnagar : સોની દંપતી હત્યાકાંડ, મિલકત અને દેવાએ પુત્રને બનાવ્યો કસાઈ, પુત્રવધૂએ રાજકોટથી શાર્પ શૂટર્સ બોલાવી કરાવી હત્યા

Read Full Story arrow_forward
Ahmedabad: વટવા GIDCમાં બંધ ચાની લારીમાં ચાલતું હતું દારૂનું 'પાર્લર', PCB એ ત્રાટકી 2.55 લાખનો જથ્થો કબજે કર્યો
calendar_today May 2, 2026

Ahmedabad: વટવા GIDCમાં બંધ ચાની લારીમાં ચાલતું હતું દારૂનું 'પાર્લર', PCB એ ત્રાટકી 2.55 લાખનો જથ્થો કબજે કર્યો

અમદાવાદ શહેરના વટવા GIDC પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસને મોટી સફળતા મળી છે. પીસીબી (PCB) ની ટીમે વટવા GIDC ફેઝ-2 માં આવેલા ટોરેન્ટ સબ સ્ટેશન પાસે એક બંધ ચાની લારી પર દરોડો પાડીને ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મસમોટો જથ્થો પકડી પાડ્યો છે.વટવા GIDCમાં બંધ ચાની લારી પર દરોડોચોક્કસ બાતમીના આધારે PCBની ટીમે વટવા GIDC ફેઝ-2 માં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. અહીં સબ સ્ટેશન નંબર 19 પાસે પ્લોટ નંબર 244 થી 251 ની વચ્ચે એક ચાની લારી લાંબા સમયથી બંધ હાલતમાં હતી. પોલીસને શંકા ગઈ કે આ લારીનો ઉપયોગ દારૂ છુપાવવા માટે કરવામાં આવે છે. જ્યારે લારી ખોલીને તપાસ કરવામાં આવી ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી. લારીની અંદર દારૂની બોટલોનો ખડકલો કરવામાં આવ્યો હતો.મુદ્દામાલની વિગતપોલીસે સ્થળ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની-મોટી સીલબંધ કુલ 627 બોટલો કબજે કરી છે. આ દારૂના જથ્થાની કુલ બજાર કિંમત રૂપિયા 2,55,174/- અંકાય છે. પોલીસે આ તમામ મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આરોપી ફરાર, પોલીસે શરૂ કરી તપાસદરોડા દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે આ દારૂનો જથ્થો ઉગ્રસેનસિંગ ઉર્ફે અજય રવિકરણસિંગ રાજપુત (રહે. ટંકાર રેસીડન્સી, વટવા) દ્વારા મંગાવવામાં આવ્યો હતો. જોકે, પોલીસની રેડ પહેલા જ આરોપી ફરાર થઈ ગયો હતો. હાલમાં પોલીસે આ લિસ્ટેડ બૂટલેગરને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને વટવા GIDC પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.આ પણ વાંચો: Rajkot: લાયન સફારી પાર્કનું લોકાર્પણ ફરી એકવાર પાછળ ઠેલાયું, ઉનાળુ વેકેશનમાં પ્રવાસીઓ થશે નિરાશ

Read Full Story arrow_forward
Palanpurના કાણોદરમાં આગનો પ્રકોપ, પેરાલિસિસથી પીડાતો યુવક જીવતો ભૂંજાયો, શોર્ટસર્કિટથી ઘરનો સામાન બળીને ખાખ
calendar_today May 2, 2026

Palanpurના કાણોદરમાં આગનો પ્રકોપ, પેરાલિસિસથી પીડાતો યુવક જીવતો ભૂંજાયો, શોર્ટસર્કિટથી ઘરનો સામાન બળીને ખાખ

 બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના કાણોદર ગામે આજે એક હૃદયદ્રાવક ઘટના બની છે. ગામમાં આવેલા એક રહેણાંક મકાનમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠતા એક યુવકનું કરુણ મોત નીપજ્યું છે. આ અકસ્માતે સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આખું મકાન અગનગોળામાં ફેરવાઈ ગયું મળતી માહિતી મુજબ, કાણોદર ગામે આવેલા એક મકાનમાં સવારના સમયે અચાનક આગ ફાટી નીકળી હતી. પ્રાથમિક અનુમાન મુજબ, મકાનમાં રહેલા એસી (AC) અથવા ટીવીમાં શોર્ટસર્કિટ થવાને કારણે આ આગ લાગી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જોતજોતામાં આગે એટલું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું કે આખું મકાન અગનગોળામાં ફેરવાઈ ગયું હતું અને ઘરની અંદર રહેલો તમામ ઘરવખરીનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. યુવક લાચારીને કારણે મકાનમાંથી બહાર નીકળી શક્યો નહોતો આ કરુણ ઘટનામાં સૌથી દુઃખદ પાસું એ રહ્યું કે, આગ લાગી ત્યારે મકાનમાં એક યુવક હાજર હતો. આ યુવક પેરાલિસિસ (લકવો) ની બીમારીથી પીડાતો હોવાને કારણે હલનચલન કરવા માટે અસમર્થ હતો. આગની જ્વાળાઓ વચ્ચે ઘેરાયેલો યુવક લાચારીને કારણે મકાનમાંથી બહાર નીકળી શક્યો નહોતો અને જીવતો ભૂંજાય જવાથી તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરુ આગની જાણ થતા જ સ્થાનિકોએ આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી, પરંતુ ત્યાં સુધીમાં બધું જ નાશ પામ્યું હતું. હાલમાં પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. શોર્ટસર્કિટને કારણે લાગેલી આ આગે એક હસતા-રમતા પરિવારનો દીવો બુઝાવી દીધો છે, જેણે આખા કાણોદર ગામને હચમચાવી દીધું છે.આ પણ વાંચો----     Bhavnagar : સોની દંપતી હત્યાકાંડ, મિલકત અને દેવાએ પુત્રને બનાવ્યો કસાઈ, પુત્રવધૂએ રાજકોટથી શાર્પ શૂટર્સ બોલાવી કરાવી હત્યા

Read Full Story arrow_forward