android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
West Bengal Elections 2026: ડાયમંડ હાર્બર અને મગરાહાટની 15 બેઠકો પર પુનર્મતદાનનો પ્રારંભ, EVM સાથે છેડછાડના આરોપ બાદ ચૂંટણી પંચનો મોટો નિર્ણય
calendar_today May 2, 2026

West Bengal Elections 2026: ડાયમંડ હાર્બર અને મગરાહાટની 15 બેઠકો પર પુનર્મતદાનનો પ્રારંભ, EVM સાથે છેડછાડના આરોપ બાદ ચૂંટણી પંચનો મોટો નિર્ણય

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા બાદ ઉભરાયેલા વિવાદો વચ્ચે આજે દક્ષિણ 24 પરગણા જિલ્લાની 15 મતદાન બેઠકો પર પુનર્મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. ડાયમંડ હાર્બર અને મગરાહાટ પશ્ચિમ વિધાનસભા મતવિસ્તારના કુલ 15 મતદાન કેન્દ્રો પર સવારે 7 વાગ્યાથી કડક સુરક્ષા વચ્ચે મતદાન શરૂ થયું છે, જે સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. ગેરરીતિઓના આક્ષેપો થયા હતા ચૂંટણી પંચે આ નિર્ણય ભાજપ દ્વારા કરવામાં આવેલી ગંભીર ફરિયાદો બાદ લીધો છે. ભાજપનો આરોપ હતો કે 'ફલતા' વિસ્તારના અનેક બૂથો પર EVM મશીનમાં ભાજપના ચૂંટણી ચિહ્ન 'કમળ' પર ટેપ લગાવી તેને છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર આ ઘટનાના વીડિયો અને ફોટા વાયરલ થયા બાદ હોબાળો મચ્યો હતો. આ ઉપરાંત બૂથ કેપ્ચરિંગ અને અન્ય ગેરરીતિઓના પણ આક્ષેપો થયા હતા. પંચે લોકપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 58(2) હેઠળ 29 એપ્રિલે થયેલા મતદાનને રદબાતલ જાહેર કરી ફરીથી ચૂંટણી યોજવાનો આદેશ આપ્યો છે. ફલતાના અન્ય 30 બૂથો પર પણ પુનર્મતદાનની શક્યતા પશ્ચિમ બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારી મનોજ અગ્રવાલે સ્પષ્ટ કર્યું છે કે ચૂંટણી પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ સાંખી લેવામાં આવશે નહીં. ફલતાના અન્ય 30 બૂથો પર પણ પુનર્મતદાનની શક્યતા સેવાઈ રહી છે, જેના પર ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળમાં આ વખતે ઐતિહાસિક 92.93 ટકા મતદાન નોંધાયું છે, જે આઝાદી પછીનું સૌથી વધુ મતદાન છે. આ આંકડાઓ દર્શાવે છે કે જનતામાં લોકશાહી પ્રત્યે કેટલો ઉત્સાહ છે, પરંતુ સામે પક્ષે રાજકીય હિંસા અને ગેરરીતિના બનાવોએ વહીવટી તંત્રની ચિંતામાં વધારો કર્યો છે.આ પણ વાંચો---  West Bengal Elections 2026: હાઈકોર્ટમાંથી ફટકો પડ્યા બાદ TMC સુપ્રીમમાં, મતગણતરી પહેલા જામશે કાનૂની માહોલ.

Read Full Story arrow_forward
Gandhinagar: ગુજરાત બોર્ડ પરીક્ષાના પરિણામની ઘડીઓ ગણાઈ, 4 મે અને 6 મેના રોજ જાહેર થશે ધોરણ 12 અને 10નું રિઝલ્ટ
calendar_today May 2, 2026

Gandhinagar: ગુજરાત બોર્ડ પરીક્ષાના પરિણામની ઘડીઓ ગણાઈ, 4 મે અને 6 મેના રોજ જાહેર થશે ધોરણ 12 અને 10નું રિઝલ્ટ

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-એપ્રિલ મહિનામાં લેવાયેલી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓના પરિણામ જાહેર કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. લાંબા સમયથી પરિણામની રાહ જોતા લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે આ મહત્વના સમાચાર છે.ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓના પરિણામગુજરાત શિક્ષણ બોર્ડના જણાવ્યા અનુસાર પરિણામ નીચે મુજબની તારીખોએ જાહેર કરવામાં આવશે.ધોરણ 12 (સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ) 4 મે, 2026 ના રોજ પરિણામ જાહેર થશે. ધોરણ 10 (SSC) 6 મે, 2026 ના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે.તૈયારીઓ પૂર્ણશિક્ષણ બોર્ડ દ્વારા પેપર ચેકિંગ અને ડેટા એન્ટ્રીની તમામ કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે. પરિણામમાં પારદર્શિતા જળવાય તે માટે ટેકનિકલ ચકાસણી પણ કરી લેવામાં આવી છે. આ વર્ષે રેકોર્ડબ્રેક સમયમાં પરિણામ તૈયાર કરવામાં આવ્યું હોવાનું મનાઈ રહ્યું છે.આ પણ વાંચો:Surat News: ડૂમસ સી-ફેસ પરથી મુખ્યમંત્રીનું સંબોધન, ગુજરાતને દેશનું ગ્રોથ એન્જિન ગણાવ્યું

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : ગુજરાત બોર્ડ પરીક્ષાના પરિણામની ઘડીઓ ગણાઈ, 4 મે અને 6 મેના રોજ જાહેર થશે ધોરણ 12 અને 10નું રિઝલ્ટ
calendar_today May 2, 2026

Gujarat Latest News Live : ગુજરાત બોર્ડ પરીક્ષાના પરિણામની ઘડીઓ ગણાઈ, 4 મે અને 6 મેના રોજ જાહેર થશે ધોરણ 12 અને 10નું રિઝલ્ટ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 30 એપ્રિલના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward