android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News: AMCએ 4 મહિનામાં 6800થી વધુ લારી-ગલ્લા અને 25,000 હોર્ડિંગ્સ દૂર કરાયા, 2.57 કરોડનો દંડ વસૂલાયો
calendar_today May 1, 2026

Ahmedabad News: AMCએ 4 મહિનામાં 6800થી વધુ લારી-ગલ્લા અને 25,000 હોર્ડિંગ્સ દૂર કરાયા, 2.57 કરોડનો દંડ વસૂલાયો

અમદાવાદ શહેરને દબાણમુક્ત અને વ્યવસ્થિત બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ગત 1 જાન્યુઆરી 2026થી 25 એપ્રિલ 2026 દરમિયાન સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ચાર મહિનાના ગાળામાં શહેરના વિવિધ ઝોનમાં ફૂટપાથ અને જાહેર માર્ગો પરથી ગેરકાયદેસર કબજા દૂર કરી નોંધપાત્ર સફળતા મેળવી છે.ઝોન વાઈઝ કામગીરીના મુખ્ય અંશો લારી-ગલ્લાનો સફાયો: સમગ્ર શહેરમાંથી કુલ 6,887 લારી-ગલ્લા દૂર કરવામાં આવ્યા છે. જેમાં પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 1,532 લારીઓ હટાવવામાં આવી છે. ગેરકાયદેસર હોર્ડિંગ્સ: શહેરની સુંદરતા બગાડતા કુલ 25,089 ગેરકાયદેસર બોર્ડ, બેનરો અને હોર્ડિંગ્સ જપ્ત કરાયા છે. પશ્ચિમ ઝોન 7,911 હોર્ડિંગ્સ સાથે આ યાદીમાં મોખરે છે. પાર્કિંગ સામે કાર્યવાહી: ટ્રાફિકની સમસ્યા હળવી કરવા 10,598 વાહનો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. પૂર્વ ઝોનમાં સૌથી વધુ 2,867 વાહનો દંડાયા છે. પરચૂરણ સામાન: વિવિધ વિસ્તારોમાંથી ફૂટપાથ રોકીને રાખવામાં આવેલ 49,857 અન્ય પરચૂરણ ચીજવસ્તુઓ દૂર કરવામાં આવી છે. કરોડોની પેનલ્ટી વસૂલાત AMC એ આ સમગ્ર અભિયાન દરમિયાન કુલ રૂ. 2,57,26,570 (બે કરોડ સત્તાવન લાખથી વધુ) ની દંડની રકમ વસૂલ કરી છે. વસૂલાતની દ્રષ્ટિએ ઉત્તર પશ્ચિમ ઝોન સૌથી વધુ રૂ. 82.28 લાખ સાથે ટોચ પર રહ્યો છે, જ્યારે પશ્ચિમ ઝોન રૂ. 38.22 લાખ સાથે બીજા ક્રમે રહ્યો છે. AMC ના અધિકારીઓના જણાવ્યા મુજબ, અમદાવાદ શહેરના શિસ્તબદ્ધ વિકાસ માટે અને નાગરિકોને સરળ પરિવહન મળી રહે તે હેતુથી આ કામગીરી આગામી સમયમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે. ગેરકાયદેસર દબાણ કરનારાઓ સામે હવે વધુ કડક પગલાં લેવાની પણ તૈયારીઓ કરવામાં આવી છે. આ પણ વાંચો - Ahmedabad News: AMCની કમાલ, રખડતા પશુઓના પ્રશ્નનો અનોખો ઉકેલ, પકડાયેલા પશુઓના છાણમાંથી બાયોગેસ અને વીજળીનું ઉત્પાદન શરૂ

Read Full Story arrow_forward
Tapi : કલેક્ટર કચેરીથી માત્ર 10 કિમી દૂર સરૈયા ગામના આદિવાસીઓ પાયાની સુવિધા માટે તરસ્યા
calendar_today May 1, 2026

Tapi : કલેક્ટર કચેરીથી માત્ર 10 કિમી દૂર સરૈયા ગામના આદિવાસીઓ પાયાની સુવિધા માટે તરસ્યા

સરકાર દ્વારા વિકાસની મસમોટી વાતો અને જાહેરાતો કરવામાં આવે છે, પરંતુ ગ્રાઉન્ડ ઝીરો પર હકીકત કંઈક અલગ જ ભયાનક છે. તાપી જિલ્લા સેવા સદન અને જિલ્લા પંચાયત કચેરીથી માત્ર 10 કિલોમીટરના અંતરે આવેલા વ્યારાના સરૈયા ગામના ભીલ ફળિયામાં આજે પણ આદિવાસી સમાજ પાયાની સુવિધાઓ માટે વલખાં મારી રહ્યો છે. સંદેશની ટીમની મુલાકાતમાં વિકાસના પોકળ દાવાઓની થપાટ સમાન સત્ય બહાર આવ્યું છે.ટીપે ટીપે પાણી માટે મહિલાઓનો રઝળપાટ આ વિસ્તારમાં પીવાના પાણીની વિકટ સમસ્યા છે. વિકાસના નામે અહીં માત્ર એક જૂની ટાંકી અને ઘરે-ઘરે તૂટેલા નળ જોવા મળે છે. પીવાના પાણી માટે એકમાત્ર બોર છે, પરંતુ તેમાંથી પણ માંડ બે બેડા પાણી નીકળે છે. બાકીની મહિલાઓને પાણી ભરવા માટે કિલોમીટરો સુધી રઝળપાટ કરવો પડે છે અથવા ખાલી હાથે પરત ફરવું પડે છે. પાણી ભરવું કે પેટ ભરવા મજૂરીએ જવું, તે આ પરિવારો માટે એક મોટો કોયડો બની ગયો છે. આવાસ અને શિક્ષણના નામે મીંડું અહીં રહેતા મોટાભાગના લોકો જમીન વિહોણા છે. વર્ષો પહેલા મળેલી ઇન્દિરા આવાસની સહાય બાદ અહીં કોઈ નવી આવાસ યોજના પહોંચી નથી. લોકો કાચા અને જર્જરિત ઝૂંપડામાં રહેવા મજબૂર છે. શિક્ષણની સ્થિતિ પણ દયનીય છે; ગામના અન્ય ભાગોમાં સગવડ છે, પણ આ ફળિયામાં બાળકો માટે એક આંગણવાડી સુધ્ધાં નથી. નેતાઓ ગાયબ, ગરીબી બની સજા સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ચૂંટાયેલા પ્રતિનિધિઓ કે સરપંચ અહીં ક્યારેય મોઢું બતાવવા પણ આવતા નથી. ગરીબ પરિવારોમાં દહેશત છે કે શું તેમના બાળકોનું ભવિષ્ય પણ મજૂરીમાં જ હોમાઈ જશે? કલેક્ટર કચેરીની આટલી નજીક હોવા છતાં આ વિસ્તાર કેમ અવિકસિત છે, તે એક મોટો સવાલ છે. શું સરકાર આ ગરીબ આદિવાસીઓની વેદના સાંભળશે કે પછી માત્ર કાગળ પર જ વિકાસની ગાથાઓ ગાતી રહેશે?આ પણ વાંચો---    Bhavnagar : સોની દંપતી હત્યા કેસમાં મોટો ખુલાસો, શ્રવણ બન્યો કસાઈ, પત્ની સાથે મળી માતા પિતાની હત્યા કરી

Read Full Story arrow_forward
Morbi News: વનાળિયા ગામે કૌટુંબિક કાકાએ ભત્રીજાને છરીના ઘા ઝીંકી પતાવી દીધો, લોહિયાળ ખેલથી ચકચાર
calendar_today May 1, 2026

Morbi News: વનાળિયા ગામે કૌટુંબિક કાકાએ ભત્રીજાને છરીના ઘા ઝીંકી પતાવી દીધો, લોહિયાળ ખેલથી ચકચાર

મોરબી તાલુકાના વનાળિયા ગામે લોહીના સબંધો લજવાયા હોય તેવી એક અરેરાટીભરી ઘટના સામે આવી છે. ગામમાં રહેતા કૌટુંબિક કાકા અને ભત્રીજા વચ્ચે કોઈ કારણોસર સામાન્ય બોલાચાલી થઈ હતી. જોતજોતામાં આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. ઉશ્કેરાયેલા કાકા સુરેશ રાઠોડે પોતાના જ ભત્રીજા મહેશ રાઠોડ પર તીક્ષ્ણ છરી વડે હિંસક હુમલો કરી દીધો હતો. કાકાએ ભત્રીજાને શરીરના ભાગે છરીના ઉપરાછાપરી ઘા ઝીંકી દેતા મહેશ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો.રાજકોટ સારવાર માટે લઈ જતી વખતે તોડ્યો દમ હુમલા બાદ ગંભીર રીતે ઘવાયેલા મહેશ રાઠોડને તાત્કાલિક સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યો હતો. જોકે, તેની હાલત અત્યંત નાજુક જણાતા તબીબોએ તેને વધુ સારવાર અર્થે રાજકોટ રીફર કર્યો હતો. દુર્ભાગ્યવશ, મોરબીથી રાજકોટ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ રસ્તામાં મહેશનું કરુણ મોત નીપજ્યું હતું. કૌટુંબિક કાકાના હાથે જ ભત્રીજાની હત્યાની આ ઘટનાને પગલે વનાળિયા ગામ સહિત સમગ્ર પંથકમાં શોક સાથે સનસનાટી મચી ગઈ છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસના ચક્રો ગતિમાન કર્યા હત્યાની જાણ થતા જ મોરબી પોલીસનો કાફલો તાત્કાલિક વનાળિયા ગામે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પંચનામું કરવાની તજવીજ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં આ હત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ પોલીસે આરોપી કાકા સુરેશ રાઠોડ વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટે શોધખોળ શરૂ કરી છે. કયા વિવાદમાં કાકાએ આટલું આકરું પગલું ભરી ભત્રીજાનો જીવ લીધો તે દિશામાં પોલીસ ઝીણવટભરી તપાસ ચલાવી રહી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward