android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Weather News: આજથી પાંચ દિવસ વાતાવરણ સૂકુ રહેશે, સૌરાષ્ટ્ર અને કચ્છમાં તાપમાનમાં ઘટાડો થઈ શકે
calendar_today May 1, 2026

Gujarat Weather News: આજથી પાંચ દિવસ વાતાવરણ સૂકુ રહેશે, સૌરાષ્ટ્ર અને કચ્છમાં તાપમાનમાં ઘટાડો થઈ શકે

ગુજરાતમાં આજે પણ ગરમીનું પ્રમાણ યથાવત રહેશે.આજથી પાંચ દિવસ વાતાવરણ ગરમ અને સૂકુ રહેશે. મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડીગ્રીને પાર થયો છે.સૌરાષ્ટ્ર-કચ્છમાં તાપમાનમાં ઘટાડાની આગાહી કરવામાં આવી છે. 42.4 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર બન્યું છે. સુરેન્દ્રનગરમાં 42, અમદાવાદમાં 41.7, ગાંધીનગરમાં 41, ડિસામાં 40, કંડલામાં 41, ભુજમાં 40, અમરેલીમાં 40.7, ભાવનગરમાં 40.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સૌરાષ્ટ્રમાં તાપમાન 43 ડિગ્રી રહેશે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગરમીમાં આંશિક રાહત રહેશે. ગરમ પવનોને કારણે ઉકળાટ વધશે અને રાત્રે ગરમ પવન ફૂંકાશે.તાપમાનનો પારો 41થી 43 ડિગ્રી સુધી પહોંચશે.પવનોની દિશા બદલાતા ઉકળાટની અસર વર્તાશે.સૌરાષ્ટ્રમાં તાપમાન 43 ડિગ્રી રહેશે.બીજી તરફ રાજકોટમાં પણ મહાનગર પાલિકાએ ગરમીને લઈ એડવાઈઝરી બહાર પાડી છે.બપોરે એકથી ચાર વાગ્યા સુધી ઘરની બહાર નહીં નીકળવા અપીલ કરાઈ છે. હળવા અને આછા કલરના કપડાં પહેરવાની પણ અપીલ કરાઈ છે. લોકોને તરબૂચ,ટેટી, ગોળ, લીંબુ સરબતનું સેવન કરવા સૂચન કરાયું છે. શ્રમિકોને બપોરના સમયે કામ નહીં કરાવવા પણ સૂચના આપવામાં આવી છે. 6 થી 12 મે દરમિયાન માવઠાની શક્યતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગરમીમાં ઘટાડાની સાથે વરસાદની આગાહી કરી છે. વાદળછાયુ વાતાવરણ થતાં જ ગરમીમાં ઘટાડો થવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે. 6થી 12મી મે દરમિયાન માવઠાની શક્યતાઓ વ્યક્ત કરી છે. આંધી અને વરસાદ સાથે પ્રિમોન્સૂન વરસાદ આવશે. આઠમી મે બાદ ફરી ગરમીનો રાઉન્ડ શરૂ થશે. તાપમાન 40થી 45 ડિગ્રી સુધી પહોંચશે. બદલાતા હવામાનથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી જશે. આ પણ વાંચોઃ Panchmahal : શિક્ષણ વિભાગમાં કરોડોનું ખરીદી કૌભાંડ, 2.79 કરોડનું ફૂલેકું, તત્કાલીન અધિકારીઓ સામે ફરિયાદ

Read Full Story arrow_forward
Bhuj: ભુજ નગરપાલિકામાં નવા હોદ્દેદારોની વરણીની તૈયારી,4 મેના રોજ નિરીક્ષકો સેન્સ લઈ પ્રદેશ મોકલાશે રિપોર્ટ
calendar_today May 1, 2026

Bhuj: ભુજ નગરપાલિકામાં નવા હોદ્દેદારોની વરણીની તૈયારી,4 મેના રોજ નિરીક્ષકો સેન્સ લઈ પ્રદેશ મોકલાશે રિપોર્ટ

કચ્છ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવી સ્પષ્ટ બહુમતી પ્રાપ્ત કર્યા બાદ હવે સત્તાના સિંહાસન પર કોણ બેસશે તેને લઈને અટકળો શરૂ થઈ ગઈ છે. આગામી 4 મેના રોજ ભુજ ખાતે પ્રદેશ ભાજપ દ્વારા નિમવામાં આવેલા નિરીક્ષકોની હાજરીમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.વ્યક્તિગત સાંભળવામાં આવશે પ્રતિનિધિઓનેઆ સેન્સ પ્રક્રિયા દરમિયાન પ્રદેશમાંથી આવેલા નિરીક્ષકો ભુજ નગરપાલિકાના તમામ ચૂંટાયેલા સભ્યો અને પક્ષના અગ્રણીઓને વ્યક્તિગત રીતે મળશે. જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જેવા પદો માટે સભ્યોની પસંદગી અને તેમના અભિપ્રાયો જાણવામાં આવશે. પક્ષના શિસ્તબદ્ધ માળખા મુજબ આ પ્રક્રિયા લોકશાહી ઢબે પૂર્ણ કરવામાં આવશે.3 નામની પેનલ થશે તૈયારસેન્સ પ્રક્રિયાના અંતે નિરીક્ષકો દરેક મહત્વના હોદ્દા માટે સૌથી વધુ પસંદગી પામેલા અને લાયક ઉમેદવારોના 3-3 નામોની પેનલ તૈયાર કરશે. આ પેનલનો અહેવાલ પ્રદેશ ભાજપ હાઈકમાન્ડને મોકલવામાં આવશે. અંતિમ નિર્ણય પ્રદેશ ભાજપ દ્વારા લેવામાં આવશે, ત્યારબાદ સત્તાવાર રીતે હોદ્દેદારોના નામોની જાહેરાત કરવામાં આવશે.આ પણ વાંચો: Navsari: વિજલપોરમાં મોડી રાત્રે હિંસક બબાલ, બે યુવાનો પર પાઇપ અને લાકડાના ફટકાથી જીવલેણ હુમલો

Read Full Story arrow_forward
Weather Update: યુપી-બિહાર સહિત 11 રાજ્યમાં વરસાદ અને તોફાનની શક્યતા, IMDએ આપ્યુ એલર્ટ
calendar_today May 1, 2026

Weather Update: યુપી-બિહાર સહિત 11 રાજ્યમાં વરસાદ અને તોફાનની શક્યતા, IMDએ આપ્યુ એલર્ટ

 ભારત હવામાન વિભાગ (IMD)એ 1 મેના રોજ ઉત્તર પ્રદેશ, બિહાર સહિત 11 રાજ્યોમાં ભારે વરસાદ અને આંધીઓની ચેતવણી આપી છે. આ દરમિયાન 60 થી 70 કિમી પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાવાની શક્યતા છે. હવામાન વિભાગ અનુસાર આજે ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી, ઉત્તરાખંડ, હરિયાણા, પંજાબ, જમ્મુ-કાશ્મીર, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, આસામ, નાગાલેન્ડ અને પશ્ચિમ બંગાળમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. ઘણા રાજ્યોમાં ગોળા (ઓલા) પણ પડી શકે છે. રાજધાનીનું હવામાન હવામાન વિભાગ મુજબ 1 મેના રોજ દિલ્હીમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ દરમિયાન પવનની ઝડપ 50 થી 60 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. રાજધાનીમાં આજે મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. યુપીમાં અગન વર્ષાઉત્તર પ્રદેશમાં ભારે ગરમી અને તડકાથી પરેશાન લોકોને અચાનક આવેલા વરસાદથી થોડી રાહત આપી છે, પરંતુ સાથે મુશ્કેલીઓ પણ વધારી છે. લખનૌથી લઈને નોઇડા, ગાઝિયાબાદ અને યુપીના અનેક જિલ્લાઓમાં એક જ દિવસે ધૂપ, વાદળ, તેજ પવન, વરસાદ જેવા બદલાતા હવામાનનો અનુભવ થયો. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ આવો જ ફેરફાર ચાલુ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. લખનૌમાં તાપમાનમાં 7 ડિગ્રીનો ઘટાડો લખનૌમાં ગુરુવારે હવામાન સુહાવણું રહ્યું. ઠંડા પવનના કારણે મહત્તમ તાપમાનમાં 7 ડિગ્રીથી વધુનો ઘટાડો નોંધાયો. બુધવારે જ્યાં તાપમાન 39.3 ડિગ્રી સેલ્સિયસ હતું, ત્યાં ગુરુવારે તે ઘટીને 31.7 ડિગ્રી સેલ્સિયસ થયું. લઘુત્તમ તાપમાન પણ ઘટીને 23 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. સવારે અને મોડીરાત્રે શહેરના ઘણા વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો, જેના કારણે ગરમીથી મોટી રાહત મળી. હવામાન વિભાગ મુજબ આજે શુક્રવારથી ફરી તાપમાનમાં વધારો થઈ શકે છે.આ પણ વાંચો:  Weather Update: કાળઝાળ ગરમી વચ્ચે આંધી-તોફાનનું એલર્ટ, દિલ્હી-પંજાબ-યુપીમાં વાતાવરણ પલટાશે

Read Full Story arrow_forward