મદુરાઈ શહેરમાં ભવ્ય ઉત્સવની ઉજવણી
વૈગાઈ નદીના કિનારે હજારો ભક્તો ભગવાન કલ્લાઝાગરના દર્શન માટે એકત્રિત થયા.
Read Full Story arrow_forwardStay informed with the latest happenings, achievements, and announcements from our community.
વૈગાઈ નદીના કિનારે હજારો ભક્તો ભગવાન કલ્લાઝાગરના દર્શન માટે એકત્રિત થયા.
Read Full Story arrow_forward
સોશિયલ મીડિયાના માધ્યમથી વધતી જતી મિત્રતા ક્યારેક ગંભીર ગુનાહિત વળાંક લેતી હોય છે. તેવો જ એક કિસ્સો રાજકોટમાં પ્રકાશમાં આવ્યો છે.ઉપલેટાના વતની અને આર્મીમાં ફરજ બજાવતા એક શખ્સે યુવતીને લગ્નની જાળમાં ફ્સાવી તેની મરજી વિરુદ્ધ વારંવાર શરીર સંબંધ બાંધી તરછોડી દીધી હોવાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે. આર્મીના જવાનને પીડિત યુવતીએ બુલેટ ગિફ્ટમાં આપ્યું હતું. સોશિયલ મીડિયા દ્વારા સંપર્ક કર્યો હતો વર્ષ 2019માં ફેસબુક પર ઉપલેટાના રહેવાસી આર્મીમેન સંજય બચુ મકવાણા અને શહેરમાં રહેતી 27 વષીય યુવતી વચ્ચે પરિચય થયો હતો.આ પરિચય બાદ બંનેએ એકબીજાના મોબાઈલ નંબરની આપ-લે કરી હતી અને નિયમિત વાતચીત શરૂ થઈ હતી.ધીરે ધીરે આ મિત્રતા પ્રેમ સંબંધમાં પરિણમી હતી.પ્રેમ સંબંધ દરમિયાન આરોપી સંજયે યુવતી સમક્ષ શારીરિક સંબંધ બાંધવાની માંગણી મૂકી હતી.જોકે, મર્યાદા સમજીને યુવતીએ આ માંગણીનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો.પરંતુ આરોપીએ પોતાનો સ્વાર્થ સાધવા માટે યુવતીને વિશ્વાસમાં લીધી હતી અને કહ્યું હતું કે,તું અત્યારથી મારી પત્ની જેવી છો હું તારી સાથે જ લગ્ન કરવાનો છું. આર્મી જવાન પર શારીરિક શોષણની ફરિયાદ લગ્નના આપેલા આ વચન પર વિશ્વાસ રાખીને યુવતીએ જ સંમતિ આપી હતી. જેનો લાભ લઈ આરોપીએ યુવતી પર અવારનવાર દુષ્કર્મ આચયું હતું.લાંબો સમય આ રીતે સંબંધ ચાલુ રહ્યા બાદ જ્યારે 27 વર્ષીય યુવતીએ સંજય પર લગ્ન માટેનું દબાણ કર્યું, ત્યારે આરોપી આર્મીમેને લગ્ન કરવાની સાફ ના પાડી દઈ યુવતીને તરછોડી દીધી હોવાથી મામલો પોલીસમાં પહોંચ્યો હતો.ભોગ બનનાર યુવતીની ફરિયાદના આધારે રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ શીતલ બુટીયા તથા તેમના સ્ટાફે આરોપી સંજય બચુ મકવાણા ગુનો નોંધી તેને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ પણ વાંચોઃ Panchmahal : શિક્ષણ વિભાગમાં કરોડોનું ખરીદી કૌભાંડ, 2.79 કરોડનું ફૂલેકું, તત્કાલીન અધિકારીઓ સામે ફરિયાદ
Read Full Story arrow_forward
ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ એક ચોક્કસ બાતમીના આધારે સુરત રેલવે સ્ટેશન પર દરોડા પાડીને કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડી પાડ્યું છે. હઝરત નિઝામુદ્દીનથી દાદર જતી ટ્રેનમાં મુસાફરી કરી રહેલી એક મહિલા પાસેથી અંદાજે 30 કરોડની કિંમતનું ડ્રગ્સ મળી આવતા રેલવે તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.સુરત રેલવે સ્ટેશન પર દરોડાDRI ની ટીમને માહિતી મળી હતી કે એક મહિલા મોટા પ્રમાણમાં પ્રતિબંધિત કેફી દ્રવ્યોનો જથ્થો લઈને ટ્રેન મારફતે જઈ રહી છે. વોચમાં રહેલી ટીમે સુરત સ્ટેશન પર ટ્રેન આવતા જ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન નાસિકની રહેવાસી મેલિયોરા ચિગોઝી હેનરી ઉઝોર નામની મહિલાના સામાનમાંથી કરોડોની કિંમતનું ડ્રગ્સ મળી આવ્યું હતું.કોર્ટ કાર્યવાહી અને રિમાન્ડઆરોપી મહિલાને ડ્રગ્સના જથ્થા સાથે કસ્ટડીમાં લઈ સુરતની નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. DRI દ્વારા આ ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને કોને પહોંચાડવાનું હતું તે જાણવા માટે રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. કોર્ટે તમામ દલીલો સાંભળ્યા બાદ આરોપી મેલિયોરાના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.આ પણ વાંચો: Ahmedabad: ટ્રાફિક ભારણ ઘટાડવા AMCનો માસ્ટર પ્લાન,100 જંક્શનનો થશે કાયાકલ્પ
Read Full Story arrow_forward