android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot News: શહેરમાં સિનેમા અને ટ્યુશન ક્લાસિસમાં પણ ફાયર સેફ્ટીની તપાસ કરાશે
calendar_today May 1, 2026

Rajkot News: શહેરમાં સિનેમા અને ટ્યુશન ક્લાસિસમાં પણ ફાયર સેફ્ટીની તપાસ કરાશે

રાજકોટના મોટા મૌવા મેઈન રોડ પર આવેલા ફન બ્લાસ્ટ ગેમઝોનમાં રવિવારે સાંજે ભરચક ભીડ વચ્ચે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી.આ બનાવને પગલે ફન બ્લાસ્ટ ગેમઝોનને જરૂરી પ્રમાણપત્રોના અભાવે સતત ચાર દિવસ સુધી બંધ રાખવામાં આવ્યું હતું.ફાયર વિભાગના સૂત્રોએ જણાવ્યું કે, ઘટના બાદ ફનબ્લાસ્ટ ગેમઝોનને નોટિસ ફટકારવામાં આવી હતી. જેને પગલે સંચાલકે એનઓસી રજૂ કર્યું હતું. ગેમઝોન બંધ કરવા તાકીદ કરવામાં આવી સ્ટ્રક્ચર એબિલિટી સર્ટિફિકેટ અને ઇલેક્ટ્રીકલ એપ્રુવલ સર્ટિફિકેટ જેવા દસ્તાવેજો માંગવામાં આવ્યા હતા. જોકે, એ સમયે આ દસ્તાવેજો સંચાલક રજૂ ન કરી શકતા ગેમઝોન બંધ કરવા તાકીદ કરવામાં આવી હતી. બુધવારે ઇલેક્ટ્રીકલ એપ્રુવલ સર્ટિફિકેટ તેમણે રજૂ કર્યું હતું. સ્ટ્રક્ચર એબિલિટી સર્ટિફિકેટ તેમણે ટાઉન પ્લાનિંગ શાખામાં રજૂ કરવાનું રહે છે.ફન બ્લાસ્ટ ગેમઝોનમાં બનેલી આગની આ ઘટના બાદ શહેરના અન્ય ગેમઝોનની ફાયર સેફ્ટી અંગે પણ તપાસ કરવામાં આવી હતી. આ ઘટના બાદ તંત્ર એક્શનમાં આવ્યું આ ઘટના બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે. સિનેમા અને ટ્યુશન ક્લાસિસ સહિતના સ્થળે ફાયર સેફ્ટિનું ચેકિંગ કરાશે. જોખમી ગેમઝોનની મંજૂરી માટે સરકારી તંત્ર જવાબદાર હોવાનું ચર્ચામાં છે. પોલીસ, ફાયર, ટીપી અને પશ્ચિમ ગુજરાત વીજ કંપની આ ગેમઝોનની મંજૂરી માટે જવાબદાર છે. જો ટીઆરપી ગેમઝોન જેવી દુર્ઘટના થાય તો જવાબદાર કોણ તેવા સવાલો ઉભા થયાં છે. આ પણ વાંચોઃ Rajkot News: તું મારી પત્ની છે કહી યુવતી પર આર્મીના જવાને દુષ્કર્મ આચર્યુ, લગ્નનો વારો આવ્યો તો તરછોડી

Read Full Story arrow_forward
Dwarka: જામખંભાળિયા હાઈવે પર કાળમુખો અકસ્માત, કાર ડિવાઈડર સાથે અથડાતા પરિવારના 2 સભ્યોના મોત
calendar_today May 1, 2026

Dwarka: જામખંભાળિયા હાઈવે પર કાળમુખો અકસ્માત, કાર ડિવાઈડર સાથે અથડાતા પરિવારના 2 સભ્યોના મોત

જામનગર-દ્વારકા નેશનલ હાઈવે પર આજે ફરી એકવાર રક્તરંજીત અકસ્માતની ઘટના સામે આવી છે. હાબરડી ગામના પાટિયા પાસે એક કાર બેકાબૂ બની ડિવાઈડર સાથે અથડાતા સર્જાયેલા અકસ્માતમાં બે લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.દ્વારકા હાઈવે પર કારનો ભયાનક અકસ્માતમળતી માહિતી મુજબ, જામનગરનો એક પરિવાર કારમાં સવાર થઈને દ્વારકાધીશના દર્શન કરવા જઈ રહ્યો હતો. આ દરમિયાન હાબરડી ગામ પાસે કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર સીધી રોડના ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ દુર્ઘટનામાં એક મહિલા અને એક પુરુષનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.ઈજાગ્રસ્તોની સ્થિતિકારમાં સવાર અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક જામખંભાળિયાની હોસ્પિટલ ખસેડ્યા હતા. જોકે, તેમની સ્થિતિ નાજુક હોવાથી વધુ સારવાર અર્થે તેઓને જામનગરની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.તંત્ર અને કંપની સામે રોષઘટનાસ્થળે એકઠા થયેલા લોકોએ હાઈવે પર સેફ્ટી સાધનો અને જરૂરી સાઈન બોર્ડના અભાવને લઈને રોડ નિર્માણ કરનાર કંપની સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. સ્થાનિકોના આક્ષેપ મુજબ, રોડ નિર્માણમાં રાખવામાં આવેલી બેદરકારી અને સુરક્ષાના અપૂરતા સાધનોને કારણે અવારનવાર આવા અકસ્માતો સર્જાય છે.આ પણ વાંચો: Surat: 30 કરોડના ડ્રગ્સ સાથે નાસિકની મહિલા ઝડપાઈ, કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ આસમાને પહોંચ્યો, 19 કિલોના સિલિન્ડરમાં 993 રૂપિયાનો વધારો થયો
calendar_today May 1, 2026

Gujarat Latest News Live : કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ આસમાને પહોંચ્યો, 19 કિલોના સિલિન્ડરમાં 993 રૂપિયાનો વધારો થયો

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 01 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward