android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat News: રાજ્યમાં કાળઝાળ ગરમીને કારણે એપ્રિલમાં 84 લોકોને હીટ સ્ટ્રોકની અસર થઈ
calendar_today May 1, 2026

Gujarat News: રાજ્યમાં કાળઝાળ ગરમીને કારણે એપ્રિલમાં 84 લોકોને હીટ સ્ટ્રોકની અસર થઈ

એપ્રિલ માસ ગુજરાત અને અમદાવાદ માટે અસહ્ય ગરમ મહિનો રહ્યો છે. જેમાં તાપમાન 40 થી 45 ડિગ્રી સુધી પહોંચી રહ્યું હતું.આ માસમાં ગુજરાતમાં હીટ રિલેટેડ 1831 કેસ ઈમરજન્સી સેવા 108 માં નોંધાયા હતા.જેમાં ખૂબ જ વધારે કહી શકાય તેમ 84 લોકોને હીટ સ્ટ્રોકની અસર વર્તાતા તેઓને હોસ્પિટલાઈઝ કરવા પડ્યા હતા.જેમાંથી 11 કેસો અમદાવાદના છે.ગુજરાતમાં ગરમી દિમાગમાં ચઢી જવાના ત્રણ, ડિહાઈડ્રેશનના 46, ભારે તાવના 1569, પેટમાં અસહ્ય દુઃખાવાના 36 બેભાન થઈ જવાના 16 અને ઝાડા-ઉલટીના 76 કેસ નોંધાયા હતા. વધારે મસાલાવાળો ખોરાક ખાવાનું ટાળવું અમદાવાદ શહેર ગરમીમાં શેકાઈ રહ્યું છે.એપ્રિલમાં શહેરમાં ગરમીને લગતા 358 કેસોમાં 108 વાન સ્થળ પર બોલાવવી પડી હતી.ગરમીને લઈને આરોગ્ય વિભાગે એડવાઈઝરી બહાર પાડી છે.જેમાં તડકામાં નીકળતા પહેલા માથે કપડું બાંધવું, લીંબુ પાણી, ઓઆરએસ અને પાણી પીતા રહેવું. કાર્બોનેટેડ સોડા કે કોલ્ડ ડ્રિંક્સ પીવાનું ટાળવું, વધારે મસાલાવાળો ખોરાક ખાવાનું ટાળવું. વૃદ્ધોના રૂમને ૨૫ ડિગ્રી સેલ્સિયસ સુધી ઠંડો રાખવો અને હળવા રંગના સૂતરાઉ ઢીલા કપડાં પહેરવા જેવી સૂચના અપાઈ છે. ગર્ભવતી મહિલાઓએ સતત પાણી પીવું જરૂરી આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે કિડનીના દર્દીઓએ પાણી પીવાને લઈને ડૉક્ટરની સલાહ જરૂર લેવી.બાળકોએ ખાવા-પીવામાં ખાસ ધ્યાન રાખવું, તેમને ઢીલા અને હળવા રંગના કપડાં પહેરાવવા, તાપમાં ન નીકળવા દેવા અને આઉટડોર એક્ટિવિટી ટાળવી. જો બાળકનો સ્વભાવ ચિડચિડિયો થઈ જાય તો તેને ગંભીરતાથી લઈ ડૉક્ટરને બતાવવું. ગર્ભવતી મહિલાઓએ સતત પાણી પીવું જરૂરી છે, તરસ લાગવાની રાહ જોયા વગર થોડી થોડી વારે પાણી પીતા રહેવું વગેરે તકેદારીના પગલાં લેવા લોકોને જણાવાયું છે.આ પણ વાંચોઃ Panchmahal : શિક્ષણ વિભાગમાં કરોડોનું ખરીદી કૌભાંડ, 2.79 કરોડનું ફૂલેકું, તત્કાલીન અધિકારીઓ સામે ફરિયાદ

Read Full Story arrow_forward
Vadodara: બરોડા મેડિકલ કોલેજનો MBBSનો વિદ્યાર્થી લાપતા, હોસ્ટેલથી નીકળ્યા બાદ કોઈ પત્તો નહીં
calendar_today May 1, 2026

Vadodara: બરોડા મેડિકલ કોલેજનો MBBSનો વિદ્યાર્થી લાપતા, હોસ્ટેલથી નીકળ્યા બાદ કોઈ પત્તો નહીં

વડોદરાની પ્રતિષ્ઠિત બરોડા મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતો એક વિદ્યાર્થી છેલ્લા બે દિવસથી ભેદી સંજોગોમાં ગુમ થયો છે. મૂળ બનાસકાંઠાનો વતની અને અહીં તબીબી અભ્યાસ કરતો યુવક લાપતા થતા રાવપુરા પોલીસ મથકે જાણ કરવામાં આવી છે.હોસ્ટેલ છોડ્યા બાદ રહસ્ય વધ્યુંમળતી માહિતી મુજબ, ગુમ થયેલ વિદ્યાર્થીનું નામ પારસ મકવાણા છે. પારસ બરોડા મેડિકલ કોલેજમાં MBBSના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે અને કોલેજની જ હોસ્ટેલમાં રહીને પોતાનું ભણતર પૂરું કરી રહ્યો હતો. ગત મંગળવારે પારસ હોસ્ટેલમાંથી પોતાની સાથે ₹1600 રોકડા લઈને નીકળ્યો હતો, પરંતુ ત્યારબાદ તે પરત ફર્યો નથી.પરિવાર અને મિત્રો ચિંતામાંપારસનો સંપર્ક ન થતા તેના મિત્રો અને હોસ્ટેલ સત્તાધીશોએ તપાસ કરી હતી, પરંતુ તેની કોઈ વિગત મળી શકી ન હતી. બનાવની જાણ બનાસકાંઠા સ્થિત તેના પરિવારને કરવામાં આવતા તેઓ પણ વડોદરા દોડી આવ્યા છે. બે દિવસ સુધી સતત શોધખોળ કરવા છતાં પારસનો પત્તો ન લાગતા અંતે પોલીસની મદદ લેવામાં આવી છે.આ પણ વાંચો: Gujarat News: રાજ્યમાં કાળઝાળ ગરમીને કારણે એપ્રિલમાં 84 લોકોને હીટ સ્ટ્રોકની અસર થઈ

Read Full Story arrow_forward
Gujarat News: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના 5588 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
calendar_today May 1, 2026

Gujarat News: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના 5588 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત

સ્થાનિક ચૂંટણીમાં ભાજપનો વોટશેર વર્ષ 2021ના સાપેક્ષમાં 2.01 ટકા વધી 54.70 ટકા થયો છે. સામે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના 5588 ઉમેદવારો પોતાના ક્ષેત્રોમાં કુલ મતદાનના એક ચતુર્થાંશ મત પણ મેળવી શક્યા નથી.જેના કારણે રાજ્ય ચૂંટણી આયોગે તેમની ડિપોઝીટ જપ્ત કરવાના આદેશો કર્યા છે. 393 પાલિકા પંચાયતોમાં કુલ 10005 બેઠકો માટે ચૂંટણી જાહેર થઈ હતી.તેમાંથી ત્રણ બેઠકો પર ઉમેદવારી ન થતા અને 3 ઉમેદવારના અવસાનને કારણે રવિવારે 9999 બેઠકો માટે મતદાન યોજાયુ હતુ. કોંગ્રેસ-આપના 5588 ઉમેદવારો ડિપોઝિટ જપ્ત મંગળવારે જાહેર થયેલા પરિણામોમાં ભાજપે 7502 બેઠકો પર વિજય મેળવ્યો છે.જ્યારે 9999માંથી 5269 બેઠકો ચૂંટણી લડનારા AAPના ઉમેદવારો પૈકી 68.86 ટકા અર્થાત 3365 ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ છે.ચૂંટણીમાં આદિવાસી ક્ષેત્રોમાં કોંગ્રેસના પરંપરાગત મતોમાં AAPના ઉમેદવારોએ 1.66 ટકા મતોનું ગાબડુ પાડયુ છે. એમ છતાંયે કોંગ્રેસના વિજેતા 1703 સહિત 6218 ઉમેદવારની ડિપોઝીટ બચી છે.જે 73.67 ટકા થવા જાય છે.આ ચૂંટણીમાં કોંગ્રેસે 12 બિનહરિફ ઉપરાંત 8441 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા હતા. પાલિકાઓમાં ઉમેદવારે ચૂંટણી લડવા 4000 અને પંચાયતોમાં 3000ની ડિપોઝીટ લેવાય છે.આ ડિપોઝીટ ગુમાવવી એક પ્રકારે સાવ જનાધાર ગુમાવવા જેવી સ્થિતિ તરીકે જોવામાં આવે છે.પહેલાની ચૂંટણીમાં ભાજપનો સ્ટ્રાઈક રેટ 92.83 ટકા હતો વર્ષ 2021માં 349 સંસ્થાઓની ચૂંટણી યોજાઈ ત્યારે ભાજપને 324 સંસ્થાઓમાં બહુમતિ મળી હતી.છ વર્ષ પહેલાની ચૂંટણીમાં ભાજપનો સ્ટ્રાઈક રેટ 92.83 ટકા હતો. જે ઘટીને આ ચૂંટણીમાં 89.82 ટકા થયો છે.નવા જિલ્લા તાલુકા અને મ્યુનિસિપલ કોર્પોરેશનની રચના પછી યોજાયેલી 393 સંસ્થાઓમાંથી ભાજપને નર્મદા જિલ્લા પંચાયત,31 તાલુકા પંચાયત તેમજ આઠ નગરપાલિકા ગુમાવવાનો વારો આવ્યો છે.આમ છ વર્ષ પહેલા 25 સંસ્થામાં બહુમતિ ન મેળવી શકનાર ભાજપ વર્ષ 2026માં 40 જેટલી સંસ્થાઓથી દૂર રહ્યું છે.જેમા 1 જિલ્લા પંચાયતનો પણ સમાવેશ થાય છે. આ પણ વાંચોઃ Surat News: આજે શહેરમાં ગુજરાત ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી, વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ ખુલ્લી મૂકાશે

Read Full Story arrow_forward