android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad: ટ્રાફિક ભારણ ઘટાડવા AMCનો માસ્ટર પ્લાન,100 જંક્શનનો થશે કાયાકલ્પ
calendar_today May 1, 2026

Ahmedabad: ટ્રાફિક ભારણ ઘટાડવા AMCનો માસ્ટર પ્લાન,100 જંક્શનનો થશે કાયાકલ્પ

વધતા જતા વાહનો અને ટ્રાફિક જામની સમસ્યાથી પીડાતા અમદાવાદીઓ માટે સારા સમાચાર છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ શહેરના ટ્રાફિકને સુવ્યવસ્થિત કરવા માટે 100 જેટલા વ્યસ્ત જંક્શન (ચોક) પર સુધારા કરવાનું કામ હાથ ધર્યું છે.જંક્શન રી-ડિઝાઇનિંગ અને પ્રગતિAMC એ ટ્રાફિક એન્જિનિયરિંગની મદદથી 100 જંક્શનની ઓળખ કરી છે જ્યાં સૌથી વધુ ટ્રાફિક રહે છે.હાલમાં 37 જંક્શન પર આધુનિકીકરણનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.12 જંક્શન પર યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે.બાકીના જંક્શન પર તબક્કાવાર કામ શરૂ કરવામાં આવશે.લેફ્ટ ટર્ન ફ્રી અને સાઈન બોર્ડટ્રાફિક ફ્લો જાળવી રાખવા માટે AMC એ અત્યાર સુધીમાં ૭૬ મહત્વની જગ્યાઓ પર લેફ્ટ ટર્ન (ડાબી બાજુનો વળાંક) ફ્રી કરી દીધા છે. આ નિર્ણયથી સિગ્નલ પર વાહનોની લાંબી કતારો ઓછી થશે અને વાહનચાલકો સીધા આગળ વધી શકશે. આ ઉપરાંત, વાહનચાલકોને દિશા અને નિયમોની સ્પષ્ટ જાણકારી મળે તે માટે નવા ટ્રાફિક સાઈન બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે.આ પણ વાંચો: Vadodara: બરોડા મેડિકલ કોલેજનો MBBSનો વિદ્યાર્થી લાપતા, હોસ્ટેલથી નીકળ્યા બાદ કોઈ પત્તો નહીં

Read Full Story arrow_forward
New Rules from 1 May: સામાન્ય માણસના ખિસ્સા પર પડી અસર! ગેસથી લઈને ATM સુધી 7 નિયમો બદલાયા
calendar_today May 1, 2026

New Rules from 1 May: સામાન્ય માણસના ખિસ્સા પર પડી અસર! ગેસથી લઈને ATM સુધી 7 નિયમો બદલાયા

આજે 1 મે, 2026 છે અને નવા મહિનાની શરૂઆત સાથે જ દેશમાં સામાન્ય નાગરિકોના ખિસ્સા પર સીધી અસર કરતા અનેક નિયમો બદલાઈ ગયા છે. આ ફેરફારો રસોડાના બજેટથી લઈને બેંકિંગ અને સુરક્ષા સાથે જોડાયેલા છે. જો તમે હજુ સુધી આ ફેરફારો વિશે જાણતા નથી, તો નીચેની વિગતો ખાસ વાંચવા જેવી છે. 1. રસોઈ ગેસના ભાવમાં આકરો વધારો: તેલ કંપનીઓએ મહિનાના પ્રથમ દિવસે જ મોટો ઝટકો આપ્યો છે. 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ₹993નો તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. જોકે, રાહતની વાત એ છે કે ઘરેલુ રસોઈ ગેસ (14.2 કિલો)ના ભાવ સ્થિર છે, પરંતુ કોમર્શિયલ ગેસ મોંઘો થવાથી હોટલ અને રેસ્ટોરન્ટનું ખાવાનું મોંઘું થઈ શકે છે. 2. ગેસ ડિલિવરી માટે OTP અનિવાર્ય: ગેસ સિલિન્ડરની હોમ ડિલિવરીમાં પારદર્શિતા લાવવા માટે હવે ડિલિવરી ઓથેન્ટિકેશન કોડ (DAC) સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. હવે જ્યારે પણ ડિલિવરી બોય તમારા ઘરે આવે, ત્યારે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ પર આવેલો OTP આપવો પડશે. આના વગર તમને સિલિન્ડર મળશે નહીં. 3. ATM માંથી રોકડ ઉપાડવી પડશે મોંઘી: RBI ના નવા નિર્દેશો મુજબ, બેંકોએ ATM ટ્રાન્ઝેક્શન પરના નિયમો કડક કર્યા છે. HDFC અને બંધન બેંક જેવી સંસ્થાઓએ UPI દ્વારા રોકડ ઉપાડને પણ મફત વ્યવહારની મર્યાદામાં સામેલ કર્યો છે. જો તમે નિર્ધારિત લિમિટ (સામાન્ય રીતે 5 વખત) થી વધુ વ્યવહાર કરશો, તો ₹23 ફી ચૂકવવી પડશે. ઉપરાંત, ખાતામાં બેલેન્સ ન હોવા છતાં ટ્રાન્ઝેક્શન કરવાનો પ્રયત્ન કરશો તો ₹25 દંડ લાગશે. 4. UPI ટ્રાન્ઝેક્શનમાં સુરક્ષાના બે પડ પડ્યા: ડિજિટલ છેતરપિંડી રોકવા માટે આજથી UPI પેમેન્ટમાં ટુ-સ્ટેપ વેરિફિકેશન ફરજિયાત કરવામાં આવી શકે છે. હવે માત્ર પિન નંબરથી પેમેન્ટ નહીં થાય, પરંતુ મોટા વ્યવહારો માટે બાયોમેટ્રિક અથવા એડિશનલ કોડની જરૂર પડશે. 5. એરલાઈન ટિકિટના ભાવમાં સ્થિરતાની આશા: સરકારે જેટ ફ્યુઅલ (ATF) ની નિકાસ પર પ્રતિ લિટર ₹33ની ડ્યુટી લાદી છે. જોકે, સ્થાનિક એરલાઇન્સ માટેના દરોમાં કોઈ ફેરફાર ન હોવાથી મુસાફરો માટે હવાઈ ભાડા હાલમાં વધવાની શક્યતા ઓછી છે. 6. ક્રેડિટ કાર્ડ રિવોર્ડ પોઈન્ટ્સમાં કાપ: SBI અને અન્ય મોટી બેંકોએ ક્રેડિટ કાર્ડ ધારકો માટે નિયમો બદલ્યા છે. હવે ભાડું ભરવા કે લાઈટ બિલ ભરવા જેવા યુટિલિટી ટ્રાન્ઝેક્શન પર રિવોર્ડ પોઈન્ટ્સ ઓછા મળશે અથવા તેના પર વધારાનો ટ્રાન્ઝેક્શન ચાર્જ લાગશે. 7. ઓનલાઈન ગેમિંગ માટે કડક કાયદો: આજથી ઓનલાઈન ગેમિંગને ત્રણ કેટેગરીમાં વહેંચી દેવામાં આવ્યું છે. જે ગેમમાં પૈસાની લેવડ-દેવડ હોય તેવી રમતો માટે નોંધણી (Registration) ફરજિયાત છે. સરકાર હવે ગેમિંગ પ્લેટફોર્મ્સ પર ઝીણવટભરી નજર રાખશે.આ 7 મોટા ફેરફારો તમારી આર્થિક વ્યવસ્થાને પ્રભાવિત કરશે, તેથી આ બાબતોને ધ્યાનમાં રાખીને તમારા મહિનાનું આયોજન કરવું હિતાવહ છે. આ પણ વાંચોઃ Vodafone-Idea પર સરકાર મહેરબાન, 23,649 કરોડ રૂપિયાની મળી મોટી રાહત

Read Full Story arrow_forward
Gandhinagar: BJPનો 54.70 % વોટ, AAP- કોંગ્રેસના 5,588 ઉમેદવારોની ડિપોઝીટ પણ જપ્ત
calendar_today May 1, 2026

Gandhinagar: BJPનો 54.70 % વોટ, AAP- કોંગ્રેસના 5,588 ઉમેદવારોની ડિપોઝીટ પણ જપ્ત

સ્થાનિક ચૂંટણીમાં ભાજપનો વોટશેર વર્ષ 2021ના સાપેક્ષમાં 2.01 ટકા વધી 54.70 ટકા થયો છે. સામે આમ આદમી પાર્ટી-AAP અને કોંગ્રેસના 5,588 ઉમેદવારો પોતાના ક્ષેત્રોમાં કુલ મતદાનના એક ચતુર્થાંશ મત પણ મેળવી શક્યા નથી. જેના કારણે રાજ્ય ચૂંટણી આયોગે તેમની ડિપોઝીટ જપ્ત કરવાના આદેશો કર્યા છે. 393 પાલિકા- પંચાયતોમાં કુલ 10,005 બેઠકો માટે ચૂંટણી જાહેર થઈ હતી. તેમાંથી ત્રણ બેઠકો પર ઉમેદવારી ન થતા અને 3 ઉમેદવારના અવસાનને કારણે રવિવારે 9,999 બેઠકો માટે મતદાન યોજાયુ હતુ. મંગળવારે જાહેર થયેલા પરિણામોમાં ભાજપે 7,502 બેઠકો પર વિજય મેળવ્યો છે. જ્યારે 9,999માંથી 5,269 બેઠકો ચૂંટણી લડનારાAAPના ઉમેદવારો પૈકી 68.86 ટકા અર્થાત 3,365 ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ છે. ચૂંટણીમાં આદિવાસી ક્ષેત્રોમાં કોંગ્રેસના પરંપરાગત મતોમાંAAPના ઉમેદવારોએ 1.66 ટકા મતોનું ગાબડુ પાડયુ છે. એમ છતાંયે કોંગ્રેસના વિજેતા 1,703 સહિત 6218 ઉમેદવારની ડિપોઝીટ બચી છે. જે 73.67 ટકા થવા જાય છે. આ ચૂંટણીમાં કોંગ્રેસે 12 બિનહરિફ ઉપરાંત 8,441 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા હતા. ઉલ્લેખનિય છે કે, પાલિકાઓમાં ઉમેદવારે ચૂંટણી લડવા રૂ.4,000 અને પંચાયતોમાં રૂ.3,000ની ડિપોઝીટ લેવાય છે. આ ડિપોઝીટ ગુમાવવી એક પ્રકારે સાવ જનાધાર ગુમાવવા જેવી સ્થિતિ તરીકે જોવામાં આવે છે. વર્ષ 2021માં 349 સંસ્થાઓની ચૂંટણી યોજાઈ ત્યારે ભાજપને 324 સંસ્થાઓમાં બહુમતિ મળી હતી. છ વર્ષ પહેલાની ચૂંટણીમાં ભાજપનો સ્ટ્રાઈક રેટ 92.83 ટકા હતો. જે ઘટીને આ ચૂંટણીમાં 89.82 ટકા થયો છે. નવા જિલ્લા, તાલુકા અને મ્યુનિસિપલ કોર્પોરેશનની રચના પછી યોજાયેલી 393 સંસ્થાઓમાંથી ભાજપને નર્મદા જિલ્લા પંચાયત, 31 તાલુકા પંચાયત તેમજ આઠ નગરપાલિકા ગુમાવવાનો વારો આવ્યો છે. આમ, છ વર્ષ પહેલા 25 સંસ્થામાં બહુમતિ ન મેળવી શકનાર ભાજપ વર્ષ 2026માં 40 જેટલી સંસ્થાઓથી દૂર રહ્યુ છે. જેમા 1 જિલ્લા પંચાયતનો પણ સમાવેશ થાય છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward