android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live : આગામી પાંચ દિવસ વાતાવરણ ગરમ અને સૂકુ રહેશે, મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડીગ્રીને પાર
calendar_today May 1, 2026

Gujarat Latest News Live : આગામી પાંચ દિવસ વાતાવરણ ગરમ અને સૂકુ રહેશે, મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડીગ્રીને પાર

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 01 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Surat News: આજે શહેરમાં ગુજરાત ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી, વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ ખુલ્લી મૂકાશે
calendar_today May 1, 2026

Surat News: આજે શહેરમાં ગુજરાત ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી, વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ ખુલ્લી મૂકાશે

સોનાની મુરત ગણાતું સુરત શહેર આવતીકાલે ઇતિહાસનું એક નવું સોનેરી પાનું લખવા જઈ રહ્યું છે.આજે શુક્રવારે આયોજિત ગુજરાત ગૌરવ દિનની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી માટે સુરત દુલ્હનની જેમ સજજ થયું છે.રાજ્યપાલ આચાર્ય દેવવ્રત,મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મંત્રીમંડળની ઉપસ્થિતિમાં આ મહોત્સવ સુરતના આંગણે રાજ્યની અસ્મિતાને નવી ઓળખ આપશે. વાય જંક્શનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી પોલીસ પરેડ ગુજરાતના સ્થાપના પર્વની ઉજવણીનો શંખનાદ સાંજે 5 કલાકે વાય જંક્શનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધીની ગગનભેદી પોલીસ પરેડથી થશે. અશ્વદળના રસાલા અને પાઈપ બેન્ડના લયબદ્ધ સૂરો વચ્ચે મહાનુભાવોનું આગમન થશે. આ પરેડ માત્ર શિસ્તનું પ્રદર્શન નહીં, પણ ગુજરાતના શૌર્યની પ્રતીતિ હશે. પોલીસ જવાનોની માર્ચ પાસ્ટ અને ખાસ કરીને મહિલા પોલીસ દળના સાંસ્કૃતિક કૌશલ્ય સાથે યુવાનીમાં રોમાંચ જગાવતા સાહસિક મોટરસાઈકલ સ્ટંટ શો આકર્ષણનું કેન્દ્ર બનશે. ત્યારબાદ સંધ્યાકાળે ડુમસનો દરિયાકિનારો ગૌરવવંતુ ગુજરાત, વિરાસતથી વિકાસ થીમ પર યોજાનારી સાંસ્કૃતિક મેગા ઇવેન્ટનો સાક્ષી બનશે. 250થી વધુ કલાકારો મંચ પર સુરતના ઈતિહાસને જીવંત કરશે રાત્રે 8 કલાકે શરૂ થનારા 50 મિનિટના આ કાર્યક્રમમાં 250થી વધુ કલાકારો લાઈટ અને સાઉન્ડના અદ્ભૂત સમન્વય સાથે સુરતના પ્રાચીન વૈભવથી લઈને આધુનિક વિકાસની સફરને મંચ પર જીવંત કરશે.શહેરીજનોને સુરતના ઈતિહાસની ઝાંખી જોવા મળશે.તંત્રએ આ આયોજનને માસ્ટર પીસ બનાવવા કોઈ કસર બાકી રાખી નથી.આ અવસરે ગુજરાતનું નામ રોશન કરનાર હસ્તીઓને ગુજરાત ગરિમા એવોર્ડથી નવાજવામાં આવશે.આ ગૌરવમય દિવસે શહેરની ઐતિહાસિક ઈમારતો અને સરકારી કચેરીઓને પણ શણગારવામાં આવી છે.સુરતીલાલાઓમાં આ પર્વને લઈને ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. મુખ્યમંત્રી સવારે 10.30 વાગ્યે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ ખુલ્લી મૂકશે રાજ્યના મુખ્યમંત્રી સવારે 10.30 વાગ્યે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સને ખુલ્લી મૂકશે.રિજનલ કોન્ફરન્સ બે દિવસ ચાલશે.ત્યારબાદ ત્રીજી મેથી પાંચમી મે સુધી સામાન્ય લોકો માટે વાઇબ્રન્ટ ખૂલ્લું મૂકી દેવાશે.મુખ્યમંત્રી બપોર સુધી વાઇબ્રન્ટની અલગ અલગ ઇવેન્ટમાં ભાગ લેશે.ત્યારબાદ મોડી સાંજે ગુજરાત સ્થાપના દિવસના કાર્યક્રમમાં જશે.બપોરે 12.30 કલાકે અધિકારી-પદાધિકારીઓ સાથે વન ટુ વન મિટિંગ તેમજ 3.30 વાગ્યે સેમિનારની સાથે અન્ય એક બેઠકમાં હાજરી આપશે. ત્યારબાદ સાંજે 7 વાગ્યે ગુજરાત ગૌરવ દિન નિમિત્તે વાય જંક્શન પાસે પોલીસ પરેડના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.આ પણ વાંચોઃ Panchmahal : શિક્ષણ વિભાગમાં કરોડોનું ખરીદી કૌભાંડ, 2.79 કરોડનું ફૂલેકું, તત્કાલીન અધિકારીઓ સામે ફરિયાદ

Read Full Story arrow_forward
Mehsana: પોલીસ મેદાને । મિતેન ચૌધરી હત્યા કેસમાં 6 આરોપીઓનું ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન
calendar_today May 1, 2026

Mehsana: પોલીસ મેદાને । મિતેન ચૌધરી હત્યા કેસમાં 6 આરોપીઓનું ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન

શહેરના તાવડીયા ચોકડી વિસ્તારમાં ગત 25 એપ્રિલના રોજ થયેલી મિતેન ચૌધરીની હત્યાનો ભેદ મહેસાણા પોલીસે ઉકેલી નાખ્યો હતો.LCB,SOG અને પેરોલ ર્ફ્લો સ્ક્વોડની ટીમોએ ટેકનિકલ સોર્સના આધારે તપાસ કરી રાજસ્થાન અને ઉત્તર પ્રદેશથી મુખ્ય સૂત્રધાર સહિત કુલ 6 આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે મુખ્ય આરોપી ભરત માધુભાઈ ચૌધરી, ધ્રુવ ઉફે ધવલ, મયુર, યશ, પ્રતીક અને ધર્મેન્દ્રકુમારની અટકાયત તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા. જે બાદ આરોપીઓએ જે સ્થળે હુમલો કર્યો હતો, તે તાવડીયા ચોકડી ખાતે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ક્રાઈમ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આ સમયે મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટયા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward