Godhra: ગોધરામાં સ્વચ્છતા મુદ્દે દુર્લક્ષ્ય ગીધવાણી રોડ પર કચરાના ઢગલા
ગોધરા શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થયા બાદ પણ સ્વચ્છતા મુદ્દે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત, સ્વચ્છ શહેરના દાવાઓ કરાય છે, પરંતુ જમીન સ્તરે તેની હકીકત કંઈક અલગ જ દેખાઈ રહી છે. શહેરના અનેક મુખ્ય માર્ગો પર છેલ્લા કેટલાક દિવસોથી કચરાના ઢગલાઓ પડેલા જોવા મળી રહ્યા છે, જેના કારણે સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ ફેલાયો છે.ખાસ કરીને ગીધવાણી રોડ પર મોટા પ્રમાણમાં કચરો જમા થતો હોવાથી વાહનચાલકો અને વેપારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ માર્ગ શહેરના રેલવે સ્ટેશનને બસ સ્ટેશન સાથે જોડતો મહત્વનો માર્ગ છે, જ્યાંથી રોજ હજારો લોકો અવરજવર કરે છે. ઉપરાંત, આ વિસ્તારમાં અનાજની હોલસેલ દુકાનો હોવાને કારણે સ્વચ્છતા વધુ જરૂરી બની જાય છે. કચરાના ઢગલાઓના કારણે દુર્ગંધ ફેલાઈ રહી છે, તેમજ વાહન વ્યવહાર પણપ્રભાવિત થઈ રહ્યો છે. સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓએ પાલિકાના તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી છે અને તાત્કાલિક સફઈની માંગણી કરી છે. લોકોનું કહેવું છે કે માત્ર કાગળ પરના આંકડાઓ અને જાહેરાતો પૂરતી નથી, વાસ્તવિક કામગીરી જરૂરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward