Banaskantha: ભાજપ પ્રદેશ અધ્યક્ષે મા અંબાના દર્શન કરી મિશન 2027ના શ્રી ગણેશ કર્યા
અંબાજી : બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના વિજય બાદ આજે અંબાજી ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ગુરુવારે વહેલી સવારેશક્તિપીઠ અંબાજી પહોંચ્યા હતા અને મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા. તેમની આ મુલાકાત બનાસકાંઠામાં ભાજપના વિજયને વધાવવા માટે આયોજિત બનાસ વિજયોત્સવના ભાગરૂપે હતી, જેમાં તેમની સાથે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જગદીશ વિશ્વકર્માએ મંદિરના શિખર પર વિધિવત રીતે ધ્વજારોહણ કર્યું હતું અને મા અંબા પ્રત્યે પોતાની શ્રાદ્ધા વ્યક્ત કરી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward