android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Anand: સરદાર પટેલ યુનિ.ની મિલકતોને છાત્ર સંગઠનોએ નુકસાન કર્યું
calendar_today May 1, 2026

Anand: સરદાર પટેલ યુનિ.ની મિલકતોને છાત્ર સંગઠનોએ નુકસાન કર્યું

સરદાર પટેલ યુનિવર્સિટીની મિલકતોને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે ભીતચિત્રો દોરીને નુકસાન પહોંચાડતા રોષ પ્રગટયો છે. વિદ્યાર્થીઓના પ્રશ્નો મુદ્દે યોગ્ય રજુઆત કરવાના સ્થાને યુનિવર્સિટી મુખ્યભવન, હ્યુમેનિટીઝ બિલ્ડીંગ અને લાયબ્રેરી જેવી મહત્વની બિલ્ડીંગના શૈક્ષણિક ઇમારતોની દિવાલો ઉપર બીએએન જીસીએએસ હટાવો અને પ્રોટેક્ટ સ્ટુડન્ટ નોટ જીસીએએસ જેવા સુત્રો લખીને જાહેર સંપતીને નુકસાન પહોંચાડયુ હોય આ મુદ્દે શૈક્ષણિક નગરીમાં એબીવીપીના વિદ્યાર્થી કાર્યકરો સામે ઉગ્ર રોષ પ્રગટયો છે. યુનિવર્સિટીની મિલકતને નુકસાન પહોંચાડવા બદલ યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. જો યુનિવર્સિટીના સત્તાધિશો દ્વારા યોગ્ય પગલા લેવામાં નહી આવે તો અન્ય સંગઠનો દ્વારા પણ સમાયંતરે યુનિની બિલ્ડીંગોને નુકસાન પહોંચાડશે. તો તે મુદ્દે કોની જવાબદારીની ચર્ચાઓ ઉઠી છે. છાત્ર સંગઠન દ્વારા ગુજરાત કોમન એડમીશન પ્રોટલની ખામીઓ તથા પ્રાઇવેટ યુનિવર્સિટીના સમાવેશ મુદ્દે સરકાર સામે રોષ છે. પરંતુ યોગ્ય ફોરમમાં રજુઆત કરવાની વાત અભરાઇએ મુકી જાહેર સંપત્તીને નુકસાન પહોંચાડવું કાયદેસર ગુનો ગણાય છે. આવી હરકતથી શૈક્ષણિક શંકુલમાં અસંતોષ જોવા મળે છે. આ પ્રકારનો વિરોધ સંસ્થાની શિસ્ત અને સંસ્કૃતિ પર પ્રહાર સમાન છે. ત્યારે યુનિવર્સિટી દ્વારા તમામ બિલ્ડીંગો બહાર લગાવેલા સીસી કેમેરા દ્વારા તપાસ હાથ ધરીને સંપત્તિને નુકસાન પહોંચાડનાર તત્વો સામે સખ્ત રાહે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. જો આ મુદ્દે ભીનું સંકેલાશે તો વારંવાર આવા કૃત્યો બનતા રહેશે અને યુનિવર્સિટીની મિલકતને નુકસાન પહોંચતુ રહેશે. જેથી કડક રાહે કાર્યવાહી જરૂરી બની છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Dhandhuka: સ્કોર્પિયો કાર પલટી ખાઈને વીજ પોલ સાથે અથડાતા ચાર યુવાનોના મોત
calendar_today May 1, 2026

Dhandhuka: સ્કોર્પિયો કાર પલટી ખાઈને વીજ પોલ સાથે અથડાતા ચાર યુવાનોના મોત

ધોળકા-બગોદરા માર્ગ પર આજે બપોરના સમયે હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો હતો. વાલથેરા ગામ નજીક બાપા સીતારામની મઢી પાસે ઝડપથી દોડતી સ્કોર્પિયો કાર અચાનક નિયંત્રણ ગુમાવી ગલોટિયાં ખાઈ રોડની સાઇડમાં આવેલા વીજ પોલ સાથે જોરદાર અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કાર સંપૂર્ણપણે પલ્ટી ખાઈ ચૂકી હતી. પ્રાપ્ત માહિતી મુજબ, બારેજાથી કેટલાક યુવકો તેમના મિત્ર ગૌરવભાઈની સગાઈમાં ભાયલા જઈ રહ્યા હતા. સ્કોર્પિયો કારમાં ડ્રાઈવર સહિત કુલ સાત લોકો સવાર હતા. રસ્તામાં અકસ્માત સર્જાતા આનંદનો પ્રસંગ પળોમાં શોકમાં ફેરવાઈ ગયો હતો. આ દુર્ઘટનામાં ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા, જ્યારે એક ગંભીર રીતે ઘાયલ વ્યક્તિને અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર દરમિયાન તેનું પણ મોત નિપજતા કુલ મૃત્યુઆંક ચાર ઉપર પહોંચી ગયો છે.આ અકસ્માતમાં ગૌરવભાઈ, જેમની સગાઈ થવાની હતી, તેમને પગમાં ફેક્ચર થયું હોવાનું જાણવા મળ્યું છે. અન્ય ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. આ કરુણ ઘટનાથી દસ્ક્રોઈ તાલુકાના બારેજા અને આસપાસના વિસ્તારોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. સ્થાનિક લોકો તથા પરિવારજનોમાં ભારે દુઃખનું માહોલ સર્જાયું છે. પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથરી છે અને અકસ્માતના કારણો અંગે વધુ તપાસ ચાલી રહી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Halvad: હળવદ કેનાલમાં બે સગા ભાઈ પિતાની નજર સામે ડૂબ્યા : શોધખોળ હાથ ધરાઈ
calendar_today May 1, 2026

Halvad: હળવદ કેનાલમાં બે સગા ભાઈ પિતાની નજર સામે ડૂબ્યા : શોધખોળ હાથ ધરાઈ

હળવદ પંથક માં છાસ વારે નર્મદા કેનાલ ના પાણી માં ડૂબી જવાની ઘટના બની રહી છે ત્યારે ફરી ગુરુવારે શહેર ની નજીક મોરબી ચાર રસ્તા પાસે થી પસાર થતી ધ્રાંગધ્રા બ્રાન્ચની નર્મદા કેનાલમાં બે બાળકો ડૂબી ગયા હોવાની કરુણ ઘટના સામે આવે છે. હાલ બંને બાળકોની સઘન શોધખોળ કરવામાં આવી રહી છે. તાલીમનાડુથી હળવદ સુધી પાવડર ભરી ને આવેલા ટ્રક ચાલક તેના બે બાળકો ને લઈ આવ્યા હતા હળવદ માં ટ્રક ખાલી કર્યા બાદ, પિતા અને બંને દીકરાઓ મોરબીથી ટાઈલ્સ ભરવા માટે ખાલી ટ્રક લઈને મોરબી તરફ્ જઈ રહ્યા હતા તે દરમિયાન હળવદ નજીક આવેલી મોરબી ચોકડી પાસે કેનાલ કાંઠે પાણી વહેતું જોઈને તેઓ નાહવા માટે રોકાયા હતા. આ દરમિયાન કેનાલમાં નાહવા પડેલા બંને બાળકો ના પગ લપસતા જોત જોતા માં પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને તંત્ર દ્વારા બાળકોને શોધવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. ડૂબી ગયેલા બાળકોના નામ સુભાષભાઈ શિવકુમાર (ઉંમર 15 વર્ષ) સિતેશભાઈ શિવકુમાર (ઉંમર 13 વર્ષ) હોવાનું જાણવા મળી રહ્યું છે હાલ બંને બાળકોની બે કાંઠે છલોછલ વહેતી કેનાલના પાણીમાં શોધખોળ ચાલુ છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward