Dhrangadhra: ધ્રાંગધ્રા પાલિકા, તાલુકા પંચાયતમાં છ ચૂંટાયેલા ક્ષત્રિય યુવા નેતાઓનાં પરિવારનું વર્ષોથી વર્ચસ્વ
ધ્રાંગધ્રાના રાજકારણમાં ક્ષત્રીય સમાજનું મોટુ યોગદાન રહેલુ છે. ત્યારે હાલ પાલીકા અને પંચાયતમાં એવા છ ક્ષત્રીય યુવા ચહેરા ચુંટાયા છે. એમના પિતા, સસરા અને કાકા વર્ષો સુધી સક્રિય રાજકારણમાં સર્વ સમાજને સાથે રાખતા અનેક કામો થયા છે. પૂર્વ મંત્રી અને ઝાલાવાડમાં ક્ષત્રીય સમાજના પીઢ સક્રિય નેતા આઇ. કે. જાડેજાએ સર્વ સમાજના યુવાઓને પ્રાધાન્ય આપવા સાથે ક્ષત્રીય સમાજના યુવા ચહેરાઓને પણ તક આપી જીતાડી પુર્વકોનું રાજકીય અસ્તીત્વ ટકાવી રાખ્યુ છે. વર્ષોથી સુધી ધ્રાંગધ્રા તા. પંચાયતના પ્રમુખ રહી ચુકેલા સ્વ.પરાક્રમસિંહ ઝાલા એમના ભાઇ દેવપાલસિંહ ઝાલા અને ઉમાબા ઝાલા ચેરમેન રહયા બાદ દેવપાલસિંહના શિક્ષીત અને સ્પોર્ટસમાં ચેમ્પીયન થયેલા પુત્રવધુ માયાબા ઝાલા ધ્રાંગધ્રા આપના પ્રમુખ ધવલ પટેલને હરાવી રાજ્યમાં સૌથી જંગી લીડથી તા. પંચાયત કોંઢ જીત્યા, સ્વ. પરાક્રમસિંહના દીકરા કુલદીપસિંહ ઝાલા ગત ટર્મમાં પાલીકા પ્રમુખ રહયા બાદ ફરીથી ધ્રાંગધ્રામાં સૌથી જંગી લીડથી જીત્યા, પુર્વ બે પાલીકા પ્રમુખ અને બંન્ને ગરીબોની સેવા કરવામાં જાણીતા એવા સ્વ.ઇન્દ્રસિંહ ઝાલાના પુત્ર પ્રતિપાલસિંહ ઝાલા પાલીકામાં બિનહરીફ ચુંટાયા,સ્વ.દિલીપસિંહ ઝાલાના પુત્ર પરીક્ષીતસિંહ પણ પાલીકામાં જંગી લીડથી જીત્યા,વર્ષોથી પાલીકામાં સદસ્ય અને ચેરમેન રહી ચુકેલા અશોકસિંહ જાડેજાના શિક્ષીત ભત્રીજી પ્રિયંકાબા જાડેજા પણ બિનહરીફ ચુંટાયા અને અગાઉ બે વખત પોતે ચુંટાયા બાદ ત્રીજી વખત પાલીકામાં ચુંટાયેલા ગાયત્રીબા રાણા સહિત 6 ક્ષત્રીય સમાજના યુવા ચહેરાઓના પરીવારના રાજકીય અનુભવના કારણે સમાજના લોકોને મોટો ફાયદો થવાની આશા દેખાઇ રહી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward