android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surendranagar: 4 પાલિકાના 646 મતદારોના તમામ ઉમેદવારને દૂરથી નમસ્કાર!
calendar_today May 1, 2026

Surendranagar: 4 પાલિકાના 646 મતદારોના તમામ ઉમેદવારને દૂરથી નમસ્કાર!

સુરેન્દ્રનગર જિલ્લાની 4 નગરપાલિકા ધ્રાંગધ્રા, લીંબડી, પાટડી અને ચોટીલાની સામાન્ય ચૂંટણીઓમાં મંગળવારે મત ગણતરી યોજાઈ હતી. જેમાં ચૂંટણી જંગમાં રહેલ 84 બેઠકના 193 ઉમેદવારોના ભાવિનો ફેંસલો થયો હતો. ત્યારે મત ગણતરી પર નજર કરીએ તો 21 ઉમેદવારો પોતાની ડીપોઝીટ પરત મળે તેટલા મત પણ મેળવી શકયા ન હતા. જયારે 646 મતદારોને ચૂંટણી લડતા એકપણ ઉમેદવાર પસંદ આવ્યા ન હતા. સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનીક સ્વરાજયની ચૂંટણીઓમાં જિલ્લાની ધ્રાંગધ્રા, લીંબડી, પાટડી અને ચોટીલા નગરપાલીકાની સામાન્ય ચૂંટણીઓ યોજાઈ છે. ચારેય પાલીકાની જો વાત કરીએ તો ધ્રાંગધ્રાના 9 વોર્ડની 36, લીંબડીના 7 વોર્ડની 28, ચોટીલા-પાટડીના 6 વોર્ડની 24-24 મળી કુલ 112 બેઠકો માટે ચૂંટણીની જાહેરાત થઈ હતી. ત્યારે ફોર્મ ભરવાના અને પરત ખેંચવાના દિવસે ભાજપે કુલ 28 બેઠકો પોતાના નામે કરી લીધી હતી. જેમાં સૌથી વધુ બેઠકો પાટડી પાલીકાની 16 ભાજપ તરફી બીન હરીફ થઈ હતી. બીજી તરફ ધ્રાંગધ્રાની 11 અને લીંબડીની 1 બેઠક પણ બીન હરીફ થઈ હતી.. ત્યારે બાકી રહેતી 84 બેઠકો માટે કુલ 193 ઉમેદવારો મેદાનમાં રહ્યા હતા. પાલીકાઓની ચૂંટણીમાં તા. 26ને રવીવારે મતદાન યોજાયુ હતુ. અને મતદાન બાદ ઉમેદવારોના ભાવી ઈવીએમમાં સીલ થયા હતા. જેમાં તા. 28ના રોજ મત ગણતરી હાથ ધરાઈ હતી. ચારેય પાલીકાઓના મત ગણતરીના આંકડાઓ પર નજર કરીએ તો કુલ 646 મતદારોને ચૂંટણી લડતા એકપણ ઉમેદવાર પસંદ આવ્યા ન હતા. અને 464 મતદારોએ નોટાનું બટન પ્રેસ કર્યુ હતુ. બીજી તરફ ચૂંટણી લડતા 21 ઉમેદવારો પોતાની ડીપોઝીટ પરત મળે તેટલા મત પણ મેળવી શકયા ન હતા. હવે ચારેય પાલીકાના શહેરીજનોની નજર આગામી પ્રમુખ કોણ બનશે તેના પર મંડાયેલી છે. પ્રમુખ પદના દાવેદારોએ અત્યારથી જ લોબીંગ શરૂ કરાયુ છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Lakhtar: લખતરમાં સામાન્ય બાબતમાં યુવાનને 3 શખ્સોએ લોંખડના પાઈપ ઝીંકયા
calendar_today May 1, 2026

Lakhtar: લખતરમાં સામાન્ય બાબતમાં યુવાનને 3 શખ્સોએ લોંખડના પાઈપ ઝીંકયા

લખતરમાં મજુરી કામ કરતો યુવાન તા. 28મીએ રાત્રે ઢવાણીયા દાદાના મંદિરના ઓટલે બેઠા હતા. ત્યારે ત્રણ શખ્સોએ આવી નજીવી બાબતે પાઈપ વડે માર માર્યાની લખતર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. લખતરની સહયોગ સ્કુલ પાસે રહેતા 24 વર્ષીય અતુલભાઈ રામજીભાઈ વાઘેલા મજુરી કામ કરે છે. તા. 28-4ના રોજ રાત્રે તેઓ ગામના ઢવાણીયા દાદાના મંદિરના ઓટે બેઠા હતા. આ સમયે આ જ વિસ્તારમાં રહેતા ચેતન ધનાભાઈ બારોટ, નરેન્દ્ર નાનજીભાઈ સોલંકી અને જયંતી નાનજીભાઈ સોલંકી ત્યાં આવ્યા હતા. અને ત્રણેયે અતુલભાઈને તું કેમ હમણા મયુર પ્રવીણભાઈ સોલંકી સાથે ઉભો હતો, તેની સાથે અમારે વાંધો છે તેમ કહી અપશબ્દો કહ્યા હતા. જેમાં અતુલભાઈએ અપશબ્દો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા ત્રણેય શખ્સોએ લોખંડના પાઈપ વડે અતુલભાઈને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવમાં અતુલભાઈને પ્રથમ લખતર અને બાદમાં સુરેન્દ્રનગરની સી.યુ.શાહ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પીટલ લઈ જવાયા હતા. આ અંગે તા.29ના રોજ સાંજે લખતર પોલીસ મથકે ત્રણેય શખ્સો સામે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એચસી એમ.ડી.પઢારીયા ચલાવી રહ્યા છે. આ મારામારી કેસના 3 આરોપીઓમાંથી ચેતન બારોટ અને નરેન્દ્ર સોલંકી રીઢા આરોપી છે. વર્ષ 2024ના ઓકટોબર માસમાં બન્નેએ લખતરના અમીત સોલંકીનું કારમાં અપહરણ કર્યુ હતુ. અને નર્મદા કેનાલ પાસે લઈ જઈ બન્નેએ અમીત પર ધારીયા વડે હુમલો કર્યો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Mandal: હાંસલપુર સ્ટોકયાર્ડમાંથી પાઈપોની ચોરી કરનાર ત્રણ તસ્કરો ઝડપાયા
calendar_today May 1, 2026

Mandal: હાંસલપુર સ્ટોકયાર્ડમાંથી પાઈપોની ચોરી કરનાર ત્રણ તસ્કરો ઝડપાયા

માંડલ તાલુકાના હાંસલપુર-બેચરાજી નજીક આવેલ એક કંપનીના સ્ટોકયાર્ડમાંથી અજાણ્યાં તસ્કરો દ્વારા લાખો રૂપિયાની ડક્ટાયલ આર્યન (ડીઆઈ) પાઈપોની ચોરી થઈ હોવાની ફરિયાદ હાંસલપુર પોલીસ મથકમાં નોંધાઈ હતી. ફરિયાદી નચિકેત મનીષકુમાર પટેલ રહે.વલ્લભકુંજ સોસાયટી,બેચરાજી દ્વારા તા.28ના રોજ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદની વિગતો અનુસાર 28 એપ્રિલના રોજ સવારે 8.00 વાગ્યા પહેલાં કોઈપણ સમયે અજાણ્યાં ઈસમો દ્વારા હાંસલપુર-બેચરાજી ડી.પી.રોડ, સી-4 ઉપર આવેલી કૃષ્ણા કોર્પ ઈન્ડિયા પ્રા.લિ. કંપનીના સ્ટોકયાર્ડમાં ઘુસી ગઈ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. અજાણ્યાં ઈસમો દ્વારા સ્ટોકયાર્ડમાંથી 40 જેટલી ડક્ટાયન આર્યન પાણીની પાઈપોની તસ્કરી કરી હતી જેની કિંમત રૂપિયા પ લાખ 64 હજાર જેટલી થતી હતી. આ બાબતે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી જોકે ગણતરીના કલાકોમાં પોલીસે ગુનાનો ભેદ ઉકેલ્યો સોર્સ મારફતે તપાસનો ધમધમાટ ચલાવ્યો અને મુદ્દામાલ સહિત તસ્કરોને ઝડપી પાડવામાં આવ્યાં હતાં. પાઈપ ચોરીના બનાવમાં સામેલ (1) આશમ અબ્દુલા ખાન રહે.અલવર રાજસ્થાન (2) રીઝવાન રઝાક ખાન રહે.હરિયાણા (3) સદીક નિશાર રહે.હરીયાણા ત્રણેયની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward