android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surendranagar: સુરેન્દ્રનગરના મકાનમાં ચાલતા જુગારધામ પર જિલ્લા LCB ની ટીમે દરોડો પાડયો
calendar_today May 1, 2026

Surendranagar: સુરેન્દ્રનગરના મકાનમાં ચાલતા જુગારધામ પર જિલ્લા LCB ની ટીમે દરોડો પાડયો

સુરેન્દ્રનગર શહેરના દુધરેજ પાસે આવેલ નર્મદા કેનાલથી મુળચંદ તરફ જવાના રસ્તે રહેણાક મકાનમાં જુગારની બાતમીને આધારે એલસીબી ટીમે રેડ કરી હતી. જેમાં મકાન માલીક સહિત 8 શખ્સો રૂ. 60,500ની મત્તા સાથે ઝડપાયા છે. સુરેન્દ્રનગર એલસીબી ટીમને દુધરેજ કેનાલથી મુળચંદ તરફ જવાના રસ્તે વૃધ્ધાશ્રામ પાછળ રહેતો રમજાન મહેબુબભાઈ રફાઈ તેના રહેણાક મકાને બહારથી માણસો બોલાવી જુગાર રમાડતો હોવાની બાતમી મળતા એલસીબી ટીમના અશ્વીનભાઈ, મેહુલભાઈ સહિતનાઓએ રેડ કરી હતી. જેમાં ગંજીપાનાનો જુગાર રમતા મકાન માલીક રમજાન રફાઈ, મહેબુબ રહેમાનભાઈ કટીયા, દાઉદ ગુલાબભાઈ જામ, આદીલ યુનુસભાઈ ખલીફા, સુલેમાન હનીફભાઈ મોવર, સલીમ ઈકબાલભાઈ મનસુરી, રીયાઝ રજાકભાઈ ચૌહાણ અને અસલમ ઈકબાલભાઈ મનસુરી ઝડપાયા હતા. આ શખ્સો પાસેથી રોકડા રૂપીયા 30,500, રૂપીયા 30 હજારના 6 મોબાઈલ ફોન મળી રૂપીયા 60,500ની મત્તા જપ્ત કરાઈ છે. આ અંગે એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ પીએસઆઈ બી.એલ.ઝાલા ચલાવી રહ્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Mandal: માંડલ મકાનમાંથી વિદેશી દારૂની બોટલો અને બિયર ટીનનો જથ્થો ઝડપાયો : આરોપી ફરાર
calendar_today May 1, 2026

Mandal: માંડલ મકાનમાંથી વિદેશી દારૂની બોટલો અને બિયર ટીનનો જથ્થો ઝડપાયો : આરોપી ફરાર

માંડલ પોલીસ મથકે ખાનગી રાહે બાતમી મળેલ કે, હાજર હનુમાનજી મંદિરની બાજુમાં એક રહેણાંક મકાનની બાજુમાં ભારતીય બનાવટી વિદેશી દારૂની બોટલો અને બીયર ટીનનો જથ્થો વેચાણ સારું રાખવામાં આવેલ છે. બાતમી હકીકતના આધારે પી.આઈ. એલ.જી.દેસાઈની સુચના અને માર્ગદર્શન નીચે એ.એસ.આઈ ચંદુજી કનુજી ઠાકોર સહિતની પોલીસ ટીમે હાજર હનુમાનજી મંદિરની બાજુમાં રહેતાં કૌશિકભાઈ મુળજીભાઈ ઠાકોરના ઘરની બાજુમાં આવેલ રહેણાંક મકાનની અંદર જઈ છાપો મારતાં ભારતીય બનાવટી વિદેશી દારૂની નાની/મોટી કાચની શીલબંધ બોટલો અને બીયર ટીન મળીને કુલ-515 નંગ જેની કિંમત રૂપિયા 95969/- નો મુદ્દામાલ કબ્જે લઈ માંડલ પોલીસ મથકે પ્રોહીબિશન ઍક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે. આ રેઈડ દરમ્યાન આરોપી મળી આવ્યો ન હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surendranagar: હોટેલના માલિકે ચોકીદારને બાકી પગારના રૂપિયા ન આપતા વખ ઘોળ્યુ
calendar_today May 1, 2026

Surendranagar: હોટેલના માલિકે ચોકીદારને બાકી પગારના રૂપિયા ન આપતા વખ ઘોળ્યુ

રતનપરમાં રહેતા આધેડ હોટેલ નંદનવનમાં ચોકીદાર તરીકે કામ કરતા હતા. પુત્રના લગ્ન સમયે પૈસાની જરૂર પડતા હોટલ માલીક સામે પગારના બાકી રૂપીયા માંગતા હોટલ માલીકે ન આપતા આધેડે ઝેરી દવા પી મોતને વહાલુ કરી લીધુ હતુ. આ અંગે હોટલ માલીક સામે જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. રતનપરના શકિતનગરમાં રહેતા નવીનભાઈ નટુભાઈ ગોતરવાડીયા રપ વર્ષ પહેલા રાજકોટ હાઈવે પર હોટલ નંદનવનમાં ચોકીદાર તરીકે કામે લાગ્યા હતા. જેમાં તેમનો પગાર રૂપીયા માસીક રૂપીયા 9 હજાર હતો. તેઓએ 20 વર્ષ સુધી નોકરી કરી અને કટકે-કટકે રૂપીયા 60 હજાર ઉપાડ લીધો હતો અને બાકીની રકમ પુત્ર રાજેનના લગ્ન સમયે આપવાની વાત થઈ હતી. ત્યારે તા. 1-5-26ના રોજ નવીનભાઈના પુત્ર રાજેનના લગ્ન હોઈ પૈસાની જરૂરીયાત ઉભી થતા નવીનભાઈએ અવારનવાર હોટલ નંદનવનના માલીક અને મુળ વઢવાણ તાલુકાના માળોદના અને હાલ અમદાવાદ રહેતા કિર્તી ગટોરભાઈ પટેલને ફોન કર્યા હતા. પરંતુ કિર્તીએ ફોન બંધ કરી દેતા નવીનભાઈ 2 વાર અમદાવાદ પણ જઈ આવ્યા હતા. તેમ છતાં પૈસા ન મળતા લાગી આવતા નવીનભાઈએ તા. 28-4ના રોજ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં મૃતકના પત્ની ભારતીબેન ગોતરવાડીએ આરોપી કિર્તી પટેલ સામે તા. 29ના રોજ મોડી સાંજે જોરાવરનગર પોલીસ મથકે દુષ્પ્રેરણની ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પીએસઆઈ એમ.આર.ગોહીલ ચલાવી રહ્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward