Surendranagar: પાટડી તા. પં. પ્રમુખનું રોટેશન સામાન્ય મહિલા પણ બંને ઉમેદવાર હારી ગયા
પાટડી તાલુકા પંચાયત પ્રમુખનું રોટેશન સામાન્ય મહિલા જાહેર થયુ છે પરંતુ બે પાટીદાર અને ક્ષત્રીય મહિલાની હાર થતા સામાન્ય સીટ ઉપર લડેલી બક્ષીપંચ મહિલાને પ્રમુખ બનાવે છે કે પછી કોન્ગ્રેસના જીતેલા મહિલા પ્રમુખ બને છે એની સામે સૌની નજર મંડાયેલી છે. પ્રાપ્ત વિગતો અનુસાર પાટડી તાલુકા પંચાયતમાં સામાન્ય મહિલા પ્રમુખપદ ઉપર બેસી શકે એવુ રોટેશન જાહેર થયુ છે.પાટડી તાલુકામાં છ સીટ ઉપર સામાન્ય મહિલા લડી શકે એ માટેની જોગવાઇ હતી.આદરીયાણા,બજાણા,સુરેલ,વડગામ,વણોદ અને ઝીંઝુવાડા આ છ ઉમેદવારમાં બજાણામાં પાટીદાર અને ઝીંઝુવાડામાં ક્ષત્રીય સામાન્ય મહિલા ઉમેદવારને ભાજપે ટીકીટ આપી હતી પંરતુ બંન્નેની હાર થઇ છે અને તાલુકા પંચાયતની બોડી ભાજપની બની છે.બીજી તરફ અન્ય ચાર આદરીયાણા, સુરેલ, વડગામ અને વણોદ ચાર સામાન્ય સીટ ઉપર મહિલાઓની જીત થઇ છે પરંતુ આ ચારેય સામાન્ય મહિલાની સીટ ઉપર બક્ષીંપંચ સમાજની મહિલા ઉમેદવારની જીત થઇ છે.હવે સામાન્ય મહિલા પ્રમુખ તરીકે સામાન્ય જ્ઞાતીની મહિલાને બનાવવાની હોય તો પાટીદાર,ક્ષત્રીય બંન્ને ભાજપના ઉમેદવાર મહિલાની હાર થઇ છે પરંતુ ચાર સામાન્ય મહિલાની સીટ ઉપર લડેલી બક્ષીપંચ સમાજની મહિલાઓની જીત થઇ છે તો હવે સામાન્ય સીટ ઉપર જીતેલી બક્ષીપંચ સમાજની મહિલાને પ્રમુખ બનાવે છે કે પછી સામાન્ય સમાજની જ કોન્ગ્રેસમાંથી ચૂંટાયેલી મહિલાને પ્રાધાન્ય મળે છે એની સામે જિલ્લાભરના લોકોની નજર મંડાયેલી છે. આ ઉપરાંત સામાન્ય સીટ ઉપર જીતેલી મહિલાને પ્રમુખનું સ્થાન મળે તો નાળોદા રાજપુત સમાજના વડગામના નબુબેન ચાવડા, આદરીયાણાના રતનબેન રથવી કે પછી ઠાકોર સમાજના સુરેલના હંસાબેન સુરેલા અને વણોદના ભારતીબેન વાઘેલા આ ચારમાંથી કોને સ્થાન મળી શકે છે. તે આવનાર દિવસોમાં મોવડી મંડળની કવાયત બાદ જ જાણવા મળશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward