android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Palanpur: વેડંચામાં સિમેન્ટ બ્લોક બનાવતી ફેક્ટરીમાં મશીનમાં ફસાયેલા શ્રામિકનું મોત નીપજ્યું
calendar_today May 1, 2026

Palanpur: વેડંચામાં સિમેન્ટ બ્લોક બનાવતી ફેક્ટરીમાં મશીનમાં ફસાયેલા શ્રામિકનું મોત નીપજ્યું

પાલનપુરથી વેડંચા જવાના માર્ગમાં આકેસણ અને વેડંચા વચ્ચે આવેલ રાધેક્રિષ્ના એન્ટરપ્રાઈઝ નામની સિમેન્ટના બ્લોક બનાવતી ફેક્ટરીમાં મશીનની સફાઈ કરતી વખતે અચાનક મશીન ચાલુ થઈ જતા મશીનમાં ફસાઈ ગયેલ મધ્યપ્રદેશના શ્રામિકનું ઘટનાસ્થળે જ મોત નિપજતા આ અંગે મૃતકની પત્નિએ પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઉપરોકત બનાવની વિગત એવી છે કે પાલનપુર તાલુકામાં વેડંચા અને આકેસણ ગામ વચ્ચે આવેલી સિમેન્ટના બ્લોક બનાવવાની રાધેક્રિષ્ના એન્ટરપ્રાઈઝ નામની ફેક્ટરીમાં મશીનની સફાઈ કરી રહેલ મધ્યપ્રદેશના જ્ઞાનપ્રસાદ જાનીભાઈ રાઠોડ નામના શ્રામિક સફાઈ કરતો હતો તે વખતે મશીન અચાનક ચાલુ થઈ જતા તે મશીનમાં ફસાઈ ગયો હતો. અને મશીનમાં ફસાઈ જવાના કારણે તેના સાથળના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી અને મશીનમાં દબાઈ જવાથી તેનું મોત નિપજ્યું હતું. જે અંગે મૃતક જ્ઞાનપ્રસાદ જાનીભાઈ રાઠોડના પત્નિ મનીષાબેન જ્ઞાનપ્રસાદ રાઠોડે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરીયાદ આપતા પોલીસે આ અંગે ગુનો નોંધ્યો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Himatnagar: હિંમતનગર-વિજાપુર રોડ પર વાહન રોંગ સાઈડ લાવી ટક્કર મારી
calendar_today May 1, 2026

Himatnagar: હિંમતનગર-વિજાપુર રોડ પર વાહન રોંગ સાઈડ લાવી ટક્કર મારી

હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનની હદમાં આવેલ વિજાપુર હાઈવે પર આઠ દિવસ અગાઉ જયુપીટર લઈને જઈ રહેલ ચાલકે પોતાનું વાહન બેદરકારી પૂર્વક અને ગફલતભરી રીતે રોંગ સાઈડ હંકારી લાવી માળીના છાપરીયામાં રહેતા એક રહીશને ઈજા પહોંચાડી હોવાની ફરિયાદ બુધવારે ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નોંધાવાઈ હતી. આ અંગે માળીના છાપરીયામાં રહેતા અશોક છગનભાઈ પંડયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગત તા.22 એપ્રિલના રોજ બપોરના સુમારે હિંમતનગર-વિજાપુર રોડ પર પસાર થઈ રહેલ જયુપીટર ચાલકે પોતાનું વાહન રોગ સાઈડ હંકારી લાવી અશોક પંડયાના પુત્ર મેહુલ પંડયાને ટક્કર મારી શરીરે ઈજા પહોંચાડી હતી. જેથી અશોક પંડયાએ જયુપીટરના ચાલક વિરૂધ્ધ બુધવારે ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gujarat Latest News Updated :  આવતીકાલ શુક્રવારથી રાજ્યમાં હેલ્મેટ ડ્રાઇવ કરવા આદેશ, એક મહિનો ચાલશે ડ્રાઇવ
calendar_today April 30, 2026

Gujarat Latest News Updated : આવતીકાલ શુક્રવારથી રાજ્યમાં હેલ્મેટ ડ્રાઇવ કરવા આદેશ, એક મહિનો ચાલશે ડ્રાઇવ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 30 એપ્રિલના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward