android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Panchmahal : ગોધરા નજીક હાઈવે પર અકસ્માત, બે ટેન્કરો વચ્ચે દબાઈ ઇકો કાર, બે બાળકો સહિત 3 ને ગંભીર ઇજા
calendar_today April 30, 2026

Panchmahal : ગોધરા નજીક હાઈવે પર અકસ્માત, બે ટેન્કરો વચ્ચે દબાઈ ઇકો કાર, બે બાળકો સહિત 3 ને ગંભીર ઇજા

પંચમહાલ જિલ્લાના ગોધરા-વડોદરા હાઈવે પર આજે રાત્રે એક અત્યંત હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. ગોધરા નજીક હાઈવે પર મધ્યપ્રદેશના ઇન્દોરના એક પરિવારની ઇકો કાર બે તોતિંગ ટેન્કરો વચ્ચે સેન્ડવીચની જેમ દબાઈ ગઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને પરિવાર અંદર ફસાઈ ગયો હતો.કેવી રીતે સર્જાયો અકસ્માત? મળતી માહિતી મુજબ, ઇન્દોરનો પરિવાર ઇકો કારમાં પસાર થઈ રહ્યો હતો ત્યારે આગળ જઈ રહેલા ટેન્કરે અચાનક જોરદાર બ્રેક મારી હતી. જેના કારણે ઇકો કાર પાછળથી ટેન્કર સાથે અથડાઈ હતી. આ દરમિયાન પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલા અન્ય એક ટેન્કરે પણ કારને જોરદાર ટક્કર મારી હતી. આમ, કાર આગળ અને પાછળ બંને ટેન્કરોની વચ્ચે કચડાઈ ગઈ હતી. ચમત્કારિક બચાવ, પણ હાલત ગંભીર કારમાં સવાર પરિવારના સભ્યો અંદર લોખંડના પતરાં વચ્ચે ફસાઈ ગયા હતા. સ્થાનિકો અને રાહદારીઓએ તાત્કાલિક મદદ કરી ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. આ અકસ્માતમાં બે બાળકો સહિત કુલ 3 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ કારની હાલત જોતા આ એક મોટો ચમત્કાર માનવામાં આવી રહ્યો છે.આ પણ વાંચો---     Ahmedabad : 34 વર્ષ પછી કબરમાંથી બોલી લાશ, વટવાના જે મકાનને લોકો ભૂતિયુ માનતા હતા ત્યાંથી ખુલ્યું મર્ડર મિસ્ટ્રીનું રહસ્ય!

Read Full Story arrow_forward
Ahmedabadના નારોલમાં પોલીસની હાજરીમાં જ મહિલા પર હિંસક હુમલો, હુમલાખોરોએ મહિલાના 3 દાંત તોડ્યા અને વાહનોમાં કરી તોડફોડ
calendar_today April 30, 2026

Ahmedabadના નારોલમાં પોલીસની હાજરીમાં જ મહિલા પર હિંસક હુમલો, હુમલાખોરોએ મહિલાના 3 દાંત તોડ્યા અને વાહનોમાં કરી તોડફોડ

અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલી બાગે શિફા સોસાયટી પાસે કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતી ઘટના સામે આવી છે. એક અકસ્માત મામલે વચ્ચે પડવાની ના પાડતા ઉશ્કેરાયેલા આયશાબાનુ, રેહાન, સાજીદખાન અને ઓસામા નામના શખ્સોએ હુસેનાબાનુ પઠાણ અને તેમના પરિવાર પર હિંસક હુમલો કર્યો હતો. આરોપ છે કે 4 થી 5 શખ્સો લાકડીઓ અને દંડા લઈને તૂટી પડ્યા હતા. આ હુમલામાં હુસેનાબાનુને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમના ત્રણ દાંત તૂટી ગયા હતા.અકસ્માતની અદાવતમાં મહિલા પર જીવલેણ હુમલો ચોંકાવનારી વિગત એ છે કે આ સમગ્ર મારામારી પોલીસની PCR વાનની હાજરીમાં જ થઈ હતી. પોલીસની હાજરી હોવા છતાં હુમલાખોરોએ બેફામ બનીને હુસેનાબાનુની બહેન મુસ્કાનબાનુ અને પાડોશી મુબીનાબાનુ પર પણ હુમલો કર્યો હતો. આટલેથી ન અટકતા, હુમલાખોરોએ ઘરની બહાર પાર્ક કરેલા વાહનો અને મકાનની બારીઓના કાચમાં તોડફોડ મચાવી હતી. લોહીલુહાણ હાલતમાં ઇજાગ્રસ્ત મહિલાઓને સારવાર માટે તાત્કાલિક એલ.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીઓ ફરાર હિંસક હુમલો કર્યા બાદ આરોપીઓ ફરિયાદીના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપીને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી. નારોલ પોલીસે આ મામલે હુસેનાબાનુ પઠાણની ફરિયાદના આધારે આયશાબાનુ સહિતના તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસની હાજરીમાં થયેલા આ હુમલાના કારણે પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vodafone-Idea પર સરકાર મહેરબાન, 23,649 કરોડ રૂપિયાની મળી મોટી રાહત
calendar_today April 30, 2026

Vodafone-Idea પર સરકાર મહેરબાન, 23,649 કરોડ રૂપિયાની મળી મોટી રાહત

ભારતની ટેલિકોમ કંપની Vodafone Idea (Vi)ને સરકારે એક મોટી રાહત આપી છે. ટેલિકોમ વિભઆગે (DoT)એ કંપનીના એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (AGR) બાકી રકમમાં ભારે ઘટાડો કર્યો છે, જેના કારણે કંપની પરનો નાણાકીય ભાર નોંધપાત્ર રીતે ઓછો થયો છે. નવી ગણતરી મુજબ 31 ડિસેમ્બર 2025 સુધી Vodafone-Ideaનું કુલ AGR બાકી હવે 64,046 કરોડ રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે.સરકારે બાકી રકમ ચૂકવવાની શરતો પણ સરળ બનાવી અગાઉ આ રકમ લગભગ 87,695 કરોડ રૂપિયા માનવામાં આવતી હતી. એટલે કે કંપનીને લગભગ 23,000 કરોડ રૂપિયાથી વધુની રાહત મળી છે. સરકારે બાકી રકમ ચૂકવવાની શરતો પણ સરળ બનાવી છે. નવી વ્યવસ્થા હેઠળ કંપનીને તરત મોટી રકમ ચૂકવવાની જરૂર નથી. હવે Vodafone-Ideaને નાણાકીય વર્ષ 2031-32થી શરૂ કરીને 4 વર્ષ સુધી દર વર્ષે ઓછામાં ઓછા 100 કરોડ રૂપિયા ચૂકવવા પડશે. ત્યારબાદ બાકી રકમ 2035-36થી 2040-41 દરમિયાન છ સમાન હપ્તામાં ચૂકવવાની રહેશે. VI પર કુલ લગભગ 2 લાખ કરોડ રૂપિયાનું દેવું આ નિર્ણયથી કંપની પર તાત્કાલિક પડતો 16,400 કરોડ રૂપિયાનો ભાર પણ ટળી ગયો છે, જે 2026માં ચૂકવવાનો હતો. આ અગાઉ પણ સરકાર દ્વારા રિલીફ પેકેજ હેઠળ ચુકવણીમાં મુદત આપવામાં આવી હતી અને કેટલાક બાકી રકમને ઇક્વિટી (શેર)માં રૂપાંતરિત કરવામાં આવી હતી. હાલમાં Vodafone-Idea પર કુલ લગભગ 2 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. છતાં AGR બાકી ઘટાડવાથી કંપનીને નાણાકીય રીતે થોડી રાહત મળી છે. બજારમાં આ નિર્ણયને સકારાત્મક માનવામાં આવી રહ્યો છે, કારણ કે હવે કંપનીને રોકાણ વધારવા અને નેટવર્ક સુધારવા માટે વધુ તક મળશે. આ રાહતથી કંપનીને રિલાયન્સ જિયો અને ભારતી એરટેલ જેવી મોટી કંપનીઓ સાથે સ્પર્ધા કરવામાં મદદ મળશે.આ પણ વાંચો : Isha Ambaniએ ખરીદી પ્રિયંકા ચોપરાની બ્રાન્ડ 'Anomaly', જાણો શું છે કંપનીનો બિઝનેસ

Read Full Story arrow_forward