android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bharuch : જંબુસરમાં નર્મદા નિગમની ઘોર બેદરકારી, નહેરનું સાયફન તૂટતા ખેતરોમાં ફરી વળ્યા પાણી
calendar_today April 30, 2026

Bharuch : જંબુસરમાં નર્મદા નિગમની ઘોર બેદરકારી, નહેરનું સાયફન તૂટતા ખેતરોમાં ફરી વળ્યા પાણી

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાંથી ખેડૂતોની ચિંતામાં વધારો કરતા સમાચાર સામે આવી રહ્યા છે. તાલુકાના ડાભા અને વેડચને જોડતા માર્ગ પર નર્મદા નિગમની નહેરનું સાયફન તૂટી પડતા હજારો લિટર પાણીનો વ્યય થયો છે. નહેરના પાણી ખેતરોમાં ઘૂસી જતાં ખેડૂતોની મહિનાઓની મહેનત પર પાણી ફરી વળ્યું છે અને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.ખેડૂતોની વાડીઓમાં વિનાશના દ્રશ્યો ડાભા-વેડચ માર્ગ પર આવેલી નર્મદા નિગમની નહેરનું સાયફન નંબર 1866.05 તૂટવાને કારણે આસપાસના ખેતરો જળબંબોળ થઈ ગયા છે. ખેડૂત હનીફ પટેલની વાડીમાં રોપેલી 300 જેટલી આંબાની કલમો પાણી ભરાવાને કારણે સુકાઈ ગઈ છે. તેવી જ રીતે કંકુ માસીની ડેરી પાસેના ખેતરમાં પણ 250 થી 300 લેબીના છોડ તેમજ બીલી અને આંબાના ઝાડ નાશ પામ્યા છે. ખેડૂતોએ રાત-દિવસ એક કરીને ઉછેરેલા છોડ નષ્ટ થતા ખેડૂત આલમમાં આક્રંદ જોવા મળી રહ્યો છે. તંત્રની નિંભરતા સામે ભારે રોષ સ્થાનિક ખેડૂતોનો આક્ષેપ છે કે નહેરની બિસ્માર હાલત અંગે અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી, તેમ છતાં નર્મદા નિગમના અધિકારીઓએ આ બાબતે આંખ આડા કાન કર્યા છે. અધિકારીઓ એસી ઓફિસમાં બેસી રહે છે અને સ્થળ પર તપાસ કરવા સુદ્ધાં આવતા નથી. એક તરફ ખેડૂતો સિંચાઈના પાણી માટે તરસતા હોય છે, ત્યારે બીજી તરફ તંત્રની લાપરવાહીને કારણે હજારો લિટર પાણી વેડફાઈ રહ્યું છે. તાત્કાલિક ધોરણે નહેરનું સમારકામ થાય અસરગ્રસ્ત ખેડૂતોએ માંગ કરી છે કે તંત્ર તાત્કાલિક ધોરણે નહેરનું સમારકામ હાથ ધરે અને જે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થયું છે તેમને વળતર ચૂકવવામાં આવે. જો વહેલી તકે કાર્યવાહી નહીં થાય તો ખેડૂતોએ ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.આ પણ વાંચો---    Ahmedabad : 34 વર્ષ પછી કબરમાંથી બોલી લાશ, વટવાના જે મકાનને લોકો ભૂતિયુ માનતા હતા ત્યાંથી ખુલ્યું મર્ડર મિસ્ટ્રીનું રહસ્ય!

Read Full Story arrow_forward
Dahod News: ઝાલોદના કદવાલ ગામે ચૂંટણીમાં હાર બાદ ‘બદલાની રાજનીતિ’, સરકારી સોલર લાઈટો જ ઉતારી ગયા!
calendar_today April 30, 2026

Dahod News: ઝાલોદના કદવાલ ગામે ચૂંટણીમાં હાર બાદ ‘બદલાની રાજનીતિ’, સરકારી સોલર લાઈટો જ ઉતારી ગયા!

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના કદવાલ ગામે ચૂંટણીના પરિણામો બાદ એક ચોંકાવનારો વિવાદ સામે આવ્યો છે. કદવાલ-2 બેઠક પર ભાજપના ઉમેદવાર સુમિત્રાબેન વસૈયાની હાર થતા તેમના સમર્થકો રોષે ભરાયા હતા. લોકશાહીમાં હારને ખેલદિલી પૂર્વક સ્વીકારવાને બદલે, સમર્થકોએ ગામમાં લાગેલી સરકારી સોલર લાઈટો કાઢી લેવાનું શરૂ કર્યું હતું. કોંગ્રેસના ઉમેદવાર પ્રકાશ નિસરતાની જીત થતા જ જાણે બદલો લેવા માટે જનતાની પાયાની સુવિધા છીનવી લેવામાં આવી હોય તેવો ઘાટ સર્જાયો છે.ગાડી ભરીને સ્ટ્રીટ લાઈટો લઈ ગયા, વીડિયો વાયરલ સરકારી ગ્રાન્ટમાંથી લોકહિત માટે લગાવવામાં આવેલી આ સ્ટ્રીટ લાઈટોને હારેલા ઉમેદવારના સમર્થકો જાહેરમાં ઉતારીને ગાડીમાં ભરીને લઈ ગયા હતા. આ સમગ્ર ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રાજકીય આલમમાં ભારે ચકચાર મચી છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે સત્તા અને પદની લાલસામાં જાહેર મિલકતને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. આ હરકતને પગલે ગામના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને પક્ષના મોવડી મંડળ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. ગામમાં અંધારપટ છવાતા ગ્રામજનોમાં ભારે રોષ ચૂંટણીના પરિણામ બાદ રાતોરાત લાઈટો કાઢી લેવાતા ગામના મુખ્ય માર્ગો અને મહોલ્લાઓમાં અંધારપટ છવાઈ ગયો છે. જનતાના મતના આધારે ફેંસલો આવ્યા બાદ આ પ્રકારે સુવિધાઓ ખેંચી લેવાતા સ્થાનિકોમાં પ્રચંડ રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે, "ચૂંટણીમાં હારનો બદલો જનતા પાસે લેવો તે લોકશાહીનું અપમાન છે." હાલમાં ગ્રામજનો દ્વારા જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ પાસે આ મામલે તુરંત હસ્તક્ષેપ કરી, સરકારી મિલકત ચોરી કરનારાઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
INS Mahendragiri : ભારતીય નૌકાદળને મળ્યું ચોથું P17A સ્ટીલ્થ ફ્રિગેટ 'મહેન્દ્રગીરી'
calendar_today April 30, 2026

INS Mahendragiri : ભારતીય નૌકાદળને મળ્યું ચોથું P17A સ્ટીલ્થ ફ્રિગેટ 'મહેન્દ્રગીરી'

ભારતના સરકારી શિપયાર્ડ મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ (MDL)એ ભારતીય નૌસેનાને પ્રોજેક્ટ-17A હેઠળ બનેલું ચોથું સ્ટેલ્થ ફ્રિગેટ ‘મહેન્દ્રગિરી’ સોંપ્યું છે. આ યુદ્ધપોત ટૂંક સમયમાં INS Mahendragiri તરીકે નૌસેનાના બેડામાં સામેલ થશે. ડિલિવરી દરમિયાન MDLના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર કેપ્ટન જગમોહન અને પૂર્વી નૌસેનિક કમાન્ડના ચીફ સ્ટાફ ઓફિસર રિયર એડમિરલ ગૌતમ મરવાહાએ એક્સેપ્ટન્સ દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા હતા.જૂના Shivalik-class frigateનું અપગ્રેડેડ વર્ઝન આ પ્રસંગે નૌસેના અને MDLના અનેક વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. પ્રોજેક્ટ-17A ભારતીય નૌસેનાનો આધુનિક સ્ટેલ્થ ફ્રિગેટ પ્રોગ્રામ છે, જે જૂના Shivalik-class frigateનું અપગ્રેડેડ વર્ઝન માનવામાં આવે છે. આ પ્રોજેક્ટ હેઠળ કુલ 7 અદ્યતન સ્ટેલ્થ ફ્રિગેટ્સ તૈયાર કરવામાં આવી રહ્યા છે, જેમાંથી કેટલાક MDL અને કેટલાક Garden Reach Shipbuilders & Engineers (GRSE) દ્વારા બનાવવામાં આવી રહ્યા છે. 6600 ટન વજન ધરાવતી ગાઈડેડ મિસાઈલ ફ્રિગેટ ‘મહેન્દ્રગિરી’ લગભગ 149 મીટર લાંબી અને આશરે 6600 ટન વજન ધરાવતી ગાઇડેડ મિસાઇલ ફ્રિગેટ છે. તે 28 નોટ્સથી વધુ ઝડપે દોડવાની ક્ષમતા ધરાવે છે અને લાંબા અંતરના ઓપરેશન માટે સક્ષમ છે. તેમાં લગભગ 150થી વધુ નૌસૈનિકો તૈનાત રહી શકે છે. હથિયારોની દ્રષ્ટિએ આ યુદ્ધપોતમાં બ્રહ્મોસ મિસાઈલ સહિત લાંબા અંતરની મિસાઈલ સિસ્ટમ્સ, 76 મીમી નૌસેનિક તોપ, ક્લોઝ-ઇન વેઈપન સિસ્ટમ (CIWS), તેમજ એન્ટી-સબમરીન ટોર્પીડો અને અદ્યતન સોનાર સિસ્ટમ્સ લગાવવામાં આવી છે. ઉપરાંત, તે મલ્ટી-રોલ હેલિકોપ્ટર ઓપરેશન્સ માટે પણ સક્ષમ છે. ‘મહેન્દ્રગિરી’ સ્ટેલ્થ ટેક્નોલોજીથી સજ્જ છે, જે તેને દુશ્મનના રડારથી બચવામાં મદદ કરે છે. આ પ્રોજેક્ટ ‘આત્મનિર્ભર ભારત’ અને ‘મેક ઈન ઈન્ડિયા’ પહેલને મજબૂતી આપતો મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. આવનારા સમયમાં આવા યુદ્ધપોતો ભારતીય નૌસેનાની શક્તિ અને હિંદ મહાસાગર ક્ષેત્રમાં ભારતની વ્યૂહાત્મક સ્થિતિને વધુ મજબૂત બનાવશે. આ પણ વાંચો : Haryanaમાં દેશની પ્રથમ હાઈડ્રોજન ટ્રેનનું સફળ ટ્રાયલ કરાયું, સ્વચ્છ અને ગ્રીન ટેકનોલોજી તરફ એક મોટું પગલું

Read Full Story arrow_forward