Rajkot News: વર્ષોની પ્રતિક્ષાનો આવશે અંત, આગામી 10 દિવસમાં 'સાંઢીયા પુલ' જનતા માટે મૂકાશે ખુલ્લો
રાજકોટના લાખો વાહનચાલકો અને સ્થાનિક રહીશો માટે રાહતના મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટ શહેરનો અતિ મહત્વનો અને લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી, તે સાંઢીયા પુલ (બ્રીજ) આગામી 10 દિવસમાં જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે.વર્ષોની હાલાકીનો આવશે અંત ઉલ્લેખનીય છે કે, સાંઢીયા પુલના કામકાજને કારણે છેલ્લા ઘણાં વર્ષોથી રાજકોટવાસીઓ ભારે હેરાન-પરેશાન થઈ રહ્યા હતા. ટ્રાફિક જામ અને લાંબા ડાયવર્ઝનને કારણે લોકોનો સમય અને ઈંધણ બંનેનો વ્યય થતો હતો. આ પુલ શરૂ થવાથી શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તાર વચ્ચેની કનેક્ટિવિટી વધુ સરળ બનશે અને ટ્રાફિકનું ભારણ ઘટશે. નવા પદાધિકારીઓના હસ્તે થશે લોકાર્પણ મળતી માહિતી મુજબ, નવા પદાધિકારીઓની નિમણૂક બાદ આ બ્રીજને વિધિવત રીતે ખુલ્લો મૂકવાની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. તંત્ર દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અને આગામી 10 દિવસમાં જ લોકાર્પણનો કાર્યક્રમ યોજાઈ શકે છે. પુલ ખુલ્લો મૂકવાની આ જાહેરાતથી રાજકોટના લોકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. વર્ષોની હાલાકી બાદ આખરે આ પ્રોજેક્ટ પૂર્ણ થતા શહેરના ટ્રાફિક માળખામાં મોટો સુધારો જોવા મળશે. આ પણ વાંચો - Rajkotના માલવિયા વિસ્તારમાં લુખ્ખાઓ બેફામ. નજીવી બાબતે વૃદ્ધને ધોકા-પાઈપથી ઢોર માર માર્યો
Read Full Story arrow_forward