android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Keshodના નુનારડા ગામે ચૂંટણીનું મનદુઃખ લોહીયાળ જંગમાં ફેરવાયું; ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે જૂથ અથડામણ
calendar_today April 30, 2026

Keshodના નુનારડા ગામે ચૂંટણીનું મનદુઃખ લોહીયાળ જંગમાં ફેરવાયું; ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે જૂથ અથડામણ

જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના નુનારડા ગામે રાજકીય ખેંચતાણને પગલે શાંતિ ડહોળાઈ છે. લોકશાહીના પર્વ બાદ પણ ચૂંટણીનું મનદુઃખ હજુ શમ્યું નથી, જેના પરિણામે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મામલો બિચક્યો હતો. જોતજોતામાં બંને પક્ષના કાર્યકરો હથિયારો સાથે સામસામે આવી ગયા હતા અને જોરદાર મારામારી થઈ હતી. આ લોહીયાળ સંઘર્ષમાં બંને પક્ષના કેટલાક શખ્સોને ગંભીર ઈજાઓ પહોંચી હોવાના અહેવાલ મળી રહ્યા છે.ઈજાગ્રસ્તો હોસ્પિટલ ભેગા: ગામમાં અફરાતફરીનો માહોલ આ હિંસક અથડામણમાં ઘાયલ થયેલા તમામ કાર્યકરોને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલ પરિસરમાં પણ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે. ઘટનાને પગલે નુનારડા ગામમાં ભય અને ફફડાટનો માહોલ ફેલાઈ ગયો હતો અને સ્થાનિક બજારો તેમજ શેરીઓમાં લોકોની અવરજવર ઓછી થઈ ગઈ હતી. ઈજાગ્રસ્તો પૈકી કેટલાકની હાલત ગંભીર હોવાનું જણાતા તેમને વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડવાની તજવીજ હાથ ધરાઈ છે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અને કાયદેસરની કાર્યવાહી ઘટનાની જાણ થતા જ કેશોદ પોલીસનો કાફલો નુનારડા ગામે દોડી ગયો હતો. ગામમાં ફરી શાંતિ સ્થપાય અને હિંસા ન ભડકે તે હેતુથી પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હાલમાં ગામમાં સ્થિતિ નિયંત્રણ હેઠળ છે, પરંતુ તણાવ યથાવત જોવા મળી રહ્યો છે. પોલીસે બંને પક્ષોની ફરિયાદ લેવાની તજવીજ શરૂ કરી છે અને હુમલાખોરોની અટકાયત કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ ઘટનાસ્થળની મુલાકાત લઈ કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા સૂચનાઓ આપી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gandhinagar : ઉનાળાની ગરમી વચ્ચે GMC એક્શનમાં, ઠંડા પીણા અને બરફ ગોળાના 75 નમૂના લઈ લેબોરેટરીમાં મોકલ્યા!
calendar_today April 30, 2026

Gandhinagar : ઉનાળાની ગરમી વચ્ચે GMC એક્શનમાં, ઠંડા પીણા અને બરફ ગોળાના 75 નમૂના લઈ લેબોરેટરીમાં મોકલ્યા!

પાટનગર ગાંધીનગરમાં કાળઝાળ ગરમીની શરૂઆત થતા જ લોકો ઠંડા પીણા અને બરફ ગોળા તરફ વળ્યા છે. જનતાના આરોગ્ય સાથે કોઈ ચેડાં ન થાય તે માટે ગાંધીનગર મહાનગરપાલિકા નો ફૂડ વિભાગ હરકતમાં આવ્યો છે. શહેરમાં ઠેર-ઠેર ચાલતી ખાણી-પીણીની લારીઓ અને દુકાનોમાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.75 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા GMC ના આરોગ્ય અને ફૂડ વિભાગની ટીમોએ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ઓચિંતું ચેકિંગ હાથ ધર્યું હતું. આ તપાસ દરમિયાન ખાસ કરીને ઉનાળામાં સૌથી વધુ વેચાતી વસ્તુઓ જેવી કે બરફ ગોળા, શેરડીનો રસ અને વિવિધ ઠંડા પીણાંના 75 જેટલા નમૂના લેવામાં આવ્યા હતા. તંત્રને શંકા છે કે ગરમીના સમયે વધુ નફો કમાવવા માટે અખાદ્ય કલર અથવા જોખમી રસાયણોનો ઉપયોગ થઈ રહ્યો હોઈ શકે છે. લેબોરેટરી રિપોર્ટ બાદ થશે કડક કાર્યવાહી તંત્ર દ્વારા લેવામાં આવેલા તમામ સેમ્પલને પૃથ્થકરણ માટે સરકારી લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. જો નમૂનામાં કોઈ અખાદ્ય પદાર્થ કે હાનિકારક તત્વો મળી આવશે, તો સંબંધિત વેપારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને ભારે દંડ પણ ફટકારવામાં આવશે. રોગચાળો ન ફેલાય તે હેતુથી ડ્રાઇવ ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરમાં દર વર્ષે ઉનાળાની સિઝનમાં રોગચાળો ન ફેલાય તે હેતુથી મહાનગરપાલિકા દ્વારા આ પ્રકારની ડ્રાઈવ ચલાવવામાં આવે છે. વેપારીઓને પણ સ્વચ્છતા જાળવવા અને ગુણવત્તાયુક્ત ચીજવસ્તુઓ વાપરવા કડક સૂચના આપવામાં આવી છે. આ પણ વાંચો---     Ahmedabad : 34 વર્ષ પછી કબરમાંથી બોલી લાશ, વટવાના જે મકાનને લોકો ભૂતિયુ માનતા હતા ત્યાંથી ખુલ્યું મર્ડર મિસ્ટ્રીનું રહસ્ય!

Read Full Story arrow_forward
Amreli News: મોટી કુકાવાવમાં મધમાખીનો હુમલો, 25થી વધુ આંગણવાડી બહેનોને માર્યા ડંખ
calendar_today April 30, 2026

Amreli News: મોટી કુકાવાવમાં મધમાખીનો હુમલો, 25થી વધુ આંગણવાડી બહેનોને માર્યા ડંખ

અમરેલી જિલ્લાના મોટી કુકાવાવ ખાતે આજે એકાએક બનેલી ઘટનામાં આંગણવાડીની બહેનોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. બાલનાથ મહાદેવ મંદિર નજીક ICDS (ઇન્ટીગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસીસ) ની પોષણક્ષમ તાલીમ ચાલી રહી હતી, ત્યારે અચાનક મધમાખીઓએ હુમલો કરતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.વૃક્ષ પરથી મધનું પોપડું પડતા સર્જાઈ દુર્ઘટના ઘટનાની મળતી માહિતી અનુસાર, બાલનાથ મહાદેવ મંદિર નજીક આવેલા એક લીમડાના વૃક્ષ પર મધમાખીઓનો મોટો પૂડો હતો. તાલીમ દરમિયાન આ પોપડું અચાનક નીચે પડતા મધમાખીઓ છંછેડાઈ હતી અને ત્યાં હાજર મહિલાઓ પર તૂટી પડી હતી. આ અચાનક થયેલા હુમલાને કારણે મહિલાઓમાં નાસભાગ અને ચીસાચીસ મચી ગઈ હતી. 25 જેટલી બહેનોને મધમાખીઓએ ડંખ માર્યા આ હુમલામાં આશરે 25 જેટલી આંગણવાડીની બહેનોને મધમાખીઓએ ડંખ માર્યા હતા. ઘટનાની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તમામ ઇજાગ્રસ્ત બહેનોને તાત્કાલિક સારવાર માટે સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે ખસેડવામાં આવી હતી. 6 બહેનો હજુ પણ ઓબ્ઝર્વેશન હેઠળ હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રાથમિક સારવાર આપ્યા બાદ 19 બહેનોની તબિયતમાં સુધારો જણાતા તેમને રજા આપી દેવામાં આવી છે. જોકે, અન્ય 6 બહેનોને વધુ ડંખ હોવાને કારણે સાવચેતીના ભાગરૂપે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવી છે. હાલ તમામની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. તાલીમ જેવા સરકારી કાર્યક્રમ દરમિયાન બનેલી આ ઘટનાને પગલે સ્થાનિક વહીવટી તંત્ર પણ દોડતું થયું હતું. આ પણ વાંચો - Amreli : વડિયામાં ટ્રેક્ટર કુદાવી રીલ્સ બનાવવાની ના પાડતા મજૂરે યુવાનની કરપીણ હત્યા કરી, બાઈક લૂંટી ફરાર

Read Full Story arrow_forward