android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Palanpur કોર્ટ સંકુલને 7 કિમી દૂર ખસેડવા સામે વકીલોનો પ્રચંડ વિરોધ, જોરાવર પેલેસથી કલેક્ટર કચેરી સુધી યોજી વિશાળ રેલી
calendar_today April 30, 2026

Palanpur કોર્ટ સંકુલને 7 કિમી દૂર ખસેડવા સામે વકીલોનો પ્રચંડ વિરોધ, જોરાવર પેલેસથી કલેક્ટર કચેરી સુધી યોજી વિશાળ રેલી

બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં કોર્ટ સંકુલને શહેરની બહાર ખસેડવાના નિર્ણયને લઈ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલો વિવાદ હવે વધુ વકર્યો છે. જોરાવર પેલેસ સંકુલમાં આવેલી ઐતિહાસિક કોર્ટ કચેરીને ત્યાંથી સાત કિલોમીટર દૂર જગાણા નજીક ખસેડવાની તજવીજ સામે વકીલ મંડળમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા 12 દિવસથી ચાલી રહેલા પ્રતીક ધરણા છતાં સરકાર કે તંત્ર દ્વારા કોઈ સંતોષકારક ઉકેલ ન આવતા આજે પાલનપુર બાર એસોસિયેશન દ્વારા શક્તિ પ્રદર્શન સાથે વિશાળ રેલી યોજવામાં આવી હતી.રેલીમાં ઉમટ્યું વકીલોનું ઘોડાપૂર આજે યોજાયેલી આ રેલીમાં માત્ર વકીલો જ નહીં પરંતુ શહેરના વિવિધ સામાજિક સંગઠનો અને નાગરિકો પણ જોડાયા હતા. રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી, જેમાં વકીલોએ સૂત્રોચ્ચાર કરી કોર્ટને જોરાવર પેલેસ સંકુલમાં જ રાખવાની માંગ બુલંદ કરી હતી. વકીલોની દલીલ છે કે કોર્ટને શહેરથી દૂર લઈ જવાથી પક્ષકારો, અસીલો અને વકીલોને ભારે હાલાકી ભોગવવી પડશે. આંદોલન તેજ કરવાની ચીમકી બાર એસોસિયેશનના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, અમે છેલ્લા કેટલાય દિવસોથી શાંતિપૂર્ણ રીતે ધરણા કરી રહ્યા છીએ, પરંતુ અમારી માંગણીઓ પ્રત્યે દુર્લક્ષ સેવવામાં આવી રહ્યું છે. જો આગામી દિવસોમાં કોર્ટને યથાવત રાખવાનો નિર્ણય લેવામાં નહીં આવે, તો આ આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે. રેલીના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા વકીલોની આ રેલીને પગલે પાલનપુરના માર્ગો પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. આ લડત હવે માત્ર વકીલો પૂરતી મર્યાદિત ન રહેતા જન આંદોલનનું સ્વરૂપ ધારણ કરી રહી હોય તેવું જણાય છે. આ પણ વાંચો---    Ahmedabad : 34 વર્ષ પછી કબરમાંથી બોલી લાશ, વટવાના જે મકાનને લોકો ભૂતિયુ માનતા હતા ત્યાંથી ખુલ્યું મર્ડર મિસ્ટ્રીનું રહસ્ય!

Read Full Story arrow_forward
Haryanaમાં દેશની પ્રથમ હાઈડ્રોજન ટ્રેનનું સફળ ટ્રાયલ કરાયું, સ્વચ્છ અને ગ્રીન ટેકનોલોજી તરફ એક મોટું પગલું
calendar_today April 30, 2026

Haryanaમાં દેશની પ્રથમ હાઈડ્રોજન ટ્રેનનું સફળ ટ્રાયલ કરાયું, સ્વચ્છ અને ગ્રીન ટેકનોલોજી તરફ એક મોટું પગલું

ભારતે ગ્રીન પરિવહન ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. હરિયાણા રાજ્યના જીંદ–સોનીપત રેલ માર્ગ પર દેશની પ્રથમ હાઈડ્રોજન ટ્રેનનું સફળ ટ્રાયલ કરવામાં આવ્યું છે. આ ટ્રેન સંપૂર્ણપણે પર્યાવરણને અનુકૂળ છે અને તેમાં કોઈપણ પ્રકારનું ધૂમાડો કે કાર્બન ઉત્સર્જન થતું નથી. આ ટ્રેન હાઈડ્રોજન ફ્યુઅલ સેલ ટેકનોલોજી પર આધારિત છે, જે વીજળી ઉત્પન્ન કરીને ટ્રેનને ચલાવે છે.જુઓ વીડિયો આત્મનિર્ભર ભારતની દિશામાં મોટું પગલુંઆ ટેકનોલોજી ભવિષ્યના ટકાઉ અને સ્વચ્છ પરિવહન માટે એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. ટ્રાયલ દરમિયાન ટ્રેન સફળતાપૂર્વક દોડી અને તેની કામગીરી સંતોષકારક રહી હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. ભારત હવે જર્મની, ચીન અને યુનાઈટેડ કિંગડમ જેવા દેશોની શ્રેણીમાં સામેલ થઈ ગયો છે, જ્યાં હાઈડ્રોજન ટ્રેન ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે. પરંતુ વિશેષ વાત એ છે કે આ ટેકનોલોજી હવે ભારતમાં સ્થાનિક રીતે વિકસાવવામાં આવી છે, જે આત્મનિર્ભર ભારતની દિશામાં મોટું પગલું છે.પર્યાવરણ રહેશે સુરક્ષિત રેલવે અધિકારીઓના જણાવ્યા મુજબ, આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ કાર્બન ઉત્સર્જન ઘટાડવો અને પર્યાવરણને સુરક્ષિત રાખવો છે. હાઈડ્રોજન ટ્રેન ન માત્ર પર્યાવરણ માટે લાભદાયી છે પરંતુ લાંબા ગાળે ઈંધણ ખર્ચમાં પણ ઘટાડો લાવશે. આ ટ્રાયલને ભારતીય રેલવે માટે ઐતિહાસિક ક્ષણ માનવામાં આવી રહી છે. ભવિષ્યમાં આવી વધુ ટ્રેનો દેશના વિવિધ રૂટ્સ પર શરૂ કરવાની યોજના છે. આ પહેલ ભારતને ગ્રીન ટ્રાન્સપોર્ટેશન તરફ વધુ મજબૂત રીતે આગળ લઈ જશે અને સ્વચ્છ ઊર્જા ક્ષેત્રે દેશની પ્રતિષ્ઠા વધારશે. આ પણ વાંચો : Lucknow : એરપોર્ટ પર અચાનક આવ્યા કપિરાજ, ઈન્ડિગો એરલાઈન્સના પાયલટે લગાવી ઈમરજન્સી બ્રેક

Read Full Story arrow_forward
Madhya Pradesh : જબલપુર-બરગી ડેમમાં પ્રવાસીઓથી ભરેલું ક્રૂઝ ડૂબ્યું, 4 લોકોના થયા મોત
calendar_today April 30, 2026

Madhya Pradesh : જબલપુર-બરગી ડેમમાં પ્રવાસીઓથી ભરેલું ક્રૂઝ ડૂબ્યું, 4 લોકોના થયા મોત

મધ્યપ્રદેશના જબલપુર જિલ્લામાં એક હૃદયદ્રાવક દુર્ઘટના બની છે. બરગી ડેમમાં પ્રવાસીઓથી ભરેલું એક ક્રૂઝ બોટ અચાનક ડૂબી ગયું. આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને રેસ્ક્યુ કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવી. મળતી માહિતી મુજબ દુર્ઘટના સમયે ક્રૂઝમાં અંદાજે 30 લોકો સવાર હતા, જેમાં પ્રવાસીઓ ઉપરાંત ક્રૂ સભ્યો પણ સામેલ હતા.બાકી રહેલા લોકોની શોધખોળ માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલુ બોટ ડેમના પાણીમાં ફરતી વખતે અચાનક સંતુલન ગુમાવી બેસી અને થોડી જ ક્ષણોમાં પાણીમાં ડૂબી ગઈ હોવાનું જણાવવામાં આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પ્રશાસન અને રેસ્ક્યુ ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ. આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધીમાં આ દુર્ઘટનામાં 4 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 15 લોકોને સુરક્ષિત રીતે પાણીમાંથી બહાર કાઢવામાં સફળતા મળી છે. બાકી રહેલા લોકોની શોધખોળ માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. સ્થાનિક ડાઈવર્સ અને આપત્તિ પ્રતિસાદ ટીમ (SDRF) દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે. કેવી રીતે દુર્ઘટના ઘટી? અધિકારીઓના જણાવ્યા મુજબ, ક્રૂઝમાં ઓવરલોડિંગ હતું કે ટેક્નિકલ ખામી હતી તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. સાથે જ બોટની સુરક્ષા વ્યવસ્થા અને પરવાનગી સંબંધિત દસ્તાવેજોની પણ તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટનાથી પ્રવાસન ક્ષેત્રે સુરક્ષા વ્યવસ્થાઓ પર ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. બરગી ડેમ જબલપુરનો એક લોકપ્રિય પ્રવાસન સ્થળ છે, જ્યાં દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાત લે છે. આવી દુર્ઘટના બાદ સ્થાનિક પ્રશાસને તમામ બોટિંગ પ્રવૃત્તિઓની સમીક્ષા કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. રેસ્ક્યુ ટીમો હજુ પણ બાકી રહેલા લોકોની શોધમાં લાગી છે અને મૃતકોની ઓળખ પ્રક્રિયા પણ ચાલુ છે. આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે.આ પણ વાંચો : Haryanaમાં દેશની પ્રથમ હાઈડ્રોજન ટ્રેનનું સફળ ટ્રાયલ કરાયું, સ્વચ્છ અને ગ્રીન ટેકનોલોજી તરફ એક મોટું પગલું

Read Full Story arrow_forward