android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live : ધોળકા બગોદરા હાઈવે પર કાર પલટી જતાં 4 ના મોત, 4 ઘાયલ
calendar_today April 30, 2026

Gujarat Latest News Live : ધોળકા બગોદરા હાઈવે પર કાર પલટી જતાં 4 ના મોત, 4 ઘાયલ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 30 એપ્રિલના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Ahmedabadના ટ્રાફિકનો કાયમી ઉકેલ? હાઇકોર્ટમાં સરકારનો મહત્વનો ખુલાસો
calendar_today April 30, 2026

Ahmedabadના ટ્રાફિકનો કાયમી ઉકેલ? હાઇકોર્ટમાં સરકારનો મહત્વનો ખુલાસો

અમદાવાદ શહેરના વકરતા જતા ટ્રાફિકની સમસ્યા મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે એક લાંબા ગાળાના આયોજનની વિગતો રજૂ કરી છે. અમદાવાદમાં ટ્રાફિક મેનેજમેન્ટને સુધારવા માટે સરકાર હવે વૈજ્ઞાનિક અભિગમ અપનાવવા જઈ રહી છે. આ માટે પ્રતિષ્ઠિત સંસ્થા SVNIT સાથે એક મહત્વના એમઓયુ કરવામાં આવ્યા છે.20 વર્ષનું આગોતરું આયોજન સરકારે હાઇકોર્ટને જણાવ્યું હતું કે, SVNIT દ્વારા અમદાવાદના ટ્રાફિકનું ઊંડાણપૂર્વક સર્વે કરવામાં આવશે. આ સર્વે માત્ર વર્તમાન પરિસ્થિતિ માટે જ નહીં, પરંતુ આગામી 20 વર્ષની જરૂરિયાતો અને વાહનોના ભારને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે. આ રિપોર્ટ તૈયાર કરવામાં આશરે 8 મહિના જેટલો સમય લાગશે, ત્યારબાદ શહેરમાં ટ્રાફિક સુધારણા માટેની લાંબા ગાળાની યોજનાઓ અમલમાં મૂકવામાં આવશે. TRB જવાનોની નવી ભરતીની વિગતો ટ્રાફિક નિયમન માટે માનવબળ વધારવા અંગે પણ સરકારે માહિતી આપી હતી. શહેરમાં કુલ 650 નવા TRB (ટ્રાફિક બ્રિગેડ) જવાનોની ભરતી કરવામાં આવી છે, જેમાંથી 587 જવાનો હાલમાં વિવિધ પોઈન્ટ્સ પર ફરજ બજાવી રહ્યા છે. બાકીના જવાનો હાલ ટ્રેનિંગ હેઠળ છે અને ટૂંક સમયમાં તેઓ પણ કાર્યરત થઈ જશે. આ પણ વાંચો----    Ahmedabad : 34 વર્ષ પછી કબરમાંથી બોલી લાશ, વટવાના જે મકાનને લોકો ભૂતિયુ માનતા હતા ત્યાંથી ખુલ્યું મર્ડર મિસ્ટ્રીનું રહસ્ય!

Read Full Story arrow_forward
Ahmedabad News: ધોળકા-બગોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત, સગાઈ કરવા જઈ રહેલા યુવકોની કાર પલટી, 4 મિત્રોના મોત
calendar_today April 30, 2026

Ahmedabad News: ધોળકા-બગોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત, સગાઈ કરવા જઈ રહેલા યુવકોની કાર પલટી, 4 મિત્રોના મોત

અમદાવાદ જિલ્લાના ધોળકા-બગોદરા હાઈવે પર આજે વહેલી સવારે એક અત્યંત કરૂણ અને ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. વાલથેરા ગામ પાસે બાપા સીતારામની મઢી નજીક એક સ્કોર્પિયો કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પલ્ટી ખાઈ ગઈ હતી. આ ભયાનક દુર્ઘટનામાં 4 આશાસ્પદ યુવકોના મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો ઘટનાની મળતી માહિતી મુજબ, આ સ્કોર્પિયો કારમાં સવાર તમામ યુવકો સગાઈના પ્રસંગ માટે જઈ રહ્યા હતા. સગાઈની ખુશી સાથે નીકળેલા આ યુવકોને કાળનો પંજો આંબી ગયો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે, ત્રણ યુવકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા, જ્યારે એક યુવકે હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. ઇજાગ્રસ્તોની હાલત ગંભીર આ અકસ્માતમાં ગૌરાંગભાઈ સહિત અન્ય ચાર લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે. ઘટનાની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક ધોળકાની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. પોલીસે હાથ ધરી તપાસ ઘટનાની જાણકારી મળતા જ કોઠ પોલીસ સ્ટેશનનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. એકાએક બનેલી આ ઘટનાને પગલે મૃતકોના પરિવારજનોમાં ભારે આક્રંદ અને શોકનો માહોલ છવાઈ ગયો છે. હાઈવે પર કાર પલટી જવા પાછળ ટાયર ફાટ્યું હતું કે અન્ય કોઈ કારણ હતું તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. આ પણ વાંચો - Ahmedabadના ટ્રાફિકનો કાયમી ઉકેલ? હાઇકોર્ટમાં સરકારનો મહત્વનો ખુલાસો

Read Full Story arrow_forward