Lucknow : એરપોર્ટ પર અચાનક આવ્યા કપિરાજ, ઈન્ડિગો એરલાઈન્સના પાયલટે લગાવી ઈમરજન્સી બ્રેક
લખનઉના ચૌધરી ચરણસિંહ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ગુરુવારે એક મોટો અકસ્માત ટળી ગયો, જ્યારે રનવે પર અચાનક એક કપિરાજ આવી ગયો હતો. આ દરમિયાન ઈન્ડિગો ફ્લાઈટના પાયલોટે સમયસૂચકતા બતાવતા ઈમરજન્સી બ્રેક લગાવી, જેના કારણે વિમાનમાં સવાર 132થી વધુ મુસાફરોનો જીવ બચી ગયો.પાયલોટે તરત જ બ્રેક લગાવીને વિમાનને રોકી લીધું મળતી માહિતી અનુસાર, સવારે લગભગ 8:55 વાગ્યે ફ્લાઈટ (6E-6521) રાયપુર માટે ટેકઓફ માટે રનવે પર ઝડપ પકડી રહી હતી ત્યારે અચાનક એક કપિરાજ રનવે પર આવી ગયો. પાયલોટે તરત જ બ્રેક લગાવીને વિમાનને રોકી લીધું, જેના કારણે સંભવિત મોટો અકસ્માત ટળી ગયો. આ ઘટનાથી એરપોર્ટ પર થોડો સમય અફરાતફરી મચી ગઈ હતી અને મુસાફરો તેમજ ક્રૂ મેમ્બર્સ પણ ડરી ગયા હતા. સુરક્ષા કર્મચારીઓએ તરત જ વાંદરાને રનવે પરથી દૂર કર્યો, પરંતુ તે લગભગ એક કલાક સુધી આસપાસ ફરતો રહ્યો. કપિરાજ રનવે સુધી કેવી રીતે પહોંચ્યો? બધી જરૂરી સુરક્ષા ચકાસણીઓ બાદ ફ્લાઈટે લગભગ 10:05 વાગ્યે રાયપુર માટે ઉડાન ભરી. અચાનક બ્રેક લાગવાથી વિમાનમાં હાજર મુસાફરોને મોટો ઝટકો લાગ્યો હતો. નાગરિક ઉડ્ડયન વિભાગે આ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે કે કપિરાજ રનવે સુધી કેવી રીતે પહોંચ્યો અને ક્યાંય સુરક્ષામાં ચૂક તો નથી થઈ. સમયસર પાયલોટની સમજદારીના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ છે. આ પણ વાંચો : Agni-6 Missile : સરકાર આપે ગ્રીન સિગ્નલ, અમે છીએ તૈયાર: DRDO ચીફ
Read Full Story arrow_forward