android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News: ઇસ્કોન-આંબલી રોડ પર ક્રેનનો કેબલ તૂટતા શ્રમિકનું મોત, HN સફલની સાઈટ પર સર્જાઈ દૂર્ઘટના
calendar_today April 30, 2026

Ahmedabad News: ઇસ્કોન-આંબલી રોડ પર ક્રેનનો કેબલ તૂટતા શ્રમિકનું મોત, HN સફલની સાઈટ પર સર્જાઈ દૂર્ઘટના

અમદાવાદ શહેરના પોશ ગણાતા ઇસ્કોન-આંબલી રોડ પર આવેલી એક નિર્માણાધીન સાઈટ પર આજે ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. એચ.એન. સફલ (HN Safal) બિલ્ડરની 'મોડલ 2' કન્સ્ટ્રક્શન સાઈટ પર ક્રેનનો કેબલ અચાનક તૂટી પડતા બે શ્રમિકો ઊંચાઈ પરથી નીચે પટકાયા હતા. આ અકસ્માતમાં એક શ્રમિકનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે.ક્રેનમાં સવાર હતા બંને શ્રમિકો ઘટનાની મળતી માહિતી અનુસાર, શ્રમિકો જ્યારે ક્રેન દ્વારા કામ કરી રહ્યા હતા, ત્યારે અચાનક કેબલ તૂટી ગયો હતો. ક્રેનમાં સવાર બંને શ્રમિકો સીધા જમીન પર પટકાયા હતા. ઊંચાઈ પરથી પટકાવાને કારણે એક શ્રમિકને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું પ્રાણપંખેરુ ઉડી ગયું હતું. જ્યારે અન્ય એક શ્રમિક ગંભીર રીતે ઘાયલ થતા તેને તાત્કાલિક સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. પોલીસે હાથ ધરી તપાસ ઘટનાની જાણ થતા જ સેટેલાઇટ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કન્સ્ટ્રક્શન સાઈટ પર શ્રમિકોની સુરક્ષાને લઈને કોઈ બેદરકારી દાખવવામાં આવી હતી કે કેમ, તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ્સ વચ્ચે વધતા જતી આવી દુર્ઘટનાઓએ શ્રમિકોની સુરક્ષા અને બિલ્ડરો દ્વારા લેવામાં આવતા સેફ્ટી પગલાંઓ સામે ફરી એકવાર સવાલો ઉભા કર્યા છે. આ પણ વાંચો - Ahmedabad : કમાણી પડાવી લીધી ને મળ્યો ફક્ત ત્રાસ, પત્નીના પાપે પતિનું મોત, પોલીસે ફરાર થયેલી ભગવતીની ધરપકડ કરી

Read Full Story arrow_forward
Gandhinagar: કાળા કપડાં પહેરી રસ્તા પર ઉતર્યા સરકારી એન્જિનિયરિંગ અધ્યાપકો, કમિશનર કચેરીના દરવાજા બંધ કરાતા તાળાબંધીની ચીમકી
calendar_today April 30, 2026

Gandhinagar: કાળા કપડાં પહેરી રસ્તા પર ઉતર્યા સરકારી એન્જિનિયરિંગ અધ્યાપકો, કમિશનર કચેરીના દરવાજા બંધ કરાતા તાળાબંધીની ચીમકી

રાજ્યની સરકારી એન્જિનિયરિંગ કોલેજોના અધ્યાપકોએ આજે પોતાની પડતર માંગણીઓને લઈને ગાંધીનગર ખાતે મોરચો માંડ્યો છે. ટેક્નિકલ એજ્યુકેશન કમિશનરની કચેરી ખાતે મોટી સંખ્યામાં અધ્યાપકો કાળા કપડાં પહેરી વિરોધ નોંધાવવા પહોંચ્યા હતા. જોકે, અધ્યાપકોની રજૂઆત સાંભળવાને બદલે કચેરીના સ્ટાફે ઓફિસના દરવાજા બંધ કરી દેતા મામલો ગરમાયો હતો અને અધ્યાપકોએ સૂત્રોચ્ચાર કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો.અધ્યાપકોની મુખ્ય 5 માંગણીઓ અધ્યાપકોએ સરકાર સામે પાંચ મુખ્ય મુદ્દે લડત આદરી છે. જેમાં સૌથી મહત્વની માંગ તાલીમ (Training) પ્રક્રિયામાં રહેલી વિસંગતતાઓની તપાસ કરવાની છે. અધ્યાપકોનો આક્ષેપ છે કે GECS અથવા NITTTR દ્વારા મફત અથવા ઓછી ફીમાં ઉપલબ્ધ તાલીમને બદલે, અન્ય ખાનગી સંસ્થાઓમાં સરકારના ઊંચા ખર્ચે ફરજિયાત તાલીમમાં મોકલવા પાછળ મોટું આર્થિક કારણ હોઈ શકે છે, જેની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. તાલીમ માટેના ઓર્ડર એક અઠવાડિયા પહેલા અપાય આ ઉપરાંત, અધ્યાપકોએ એવી પણ માંગ કરી છે કે તેમને તાલીમ માટેના ઓર્ડર ઓછામાં ઓછા એક અઠવાડિયા પહેલા આપવામાં આવે અને તેમની ઈચ્છા વિરુદ્ધ પરાણે તાલીમમાં મોકલવામાં ન આવે. ઓનલાઇન MOOC તાલીમ માટે જે 50 અધ્યાપકોની મર્યાદા બાંધવામાં આવી છે તેને પણ દૂર કરવાની માંગણી કરવામાં આવી છે. તાળાબંધીની ચીમકી અધ્યાપકોએ ચેતવણી આપી છે કે જો ટેક્નિકલ એજ્યુકેશન કમિશનર કચેરી દ્વારા તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે અને ચર્ચા માટે દરવાજા નહીં ખોલવામાં આવે, તો આગામી દિવસોમાં રાજ્યભરની એન્જિનિયરિંગ કોલેજોમાં તાળાબંધી કરવામાં આવશે. હાલમાં ગાંધીનગર ખાતે અધ્યાપકોના ભારે વિરોધને પગલે વાતાવરણ તંગ બન્યું છે.આ પણ વાંચો---     Ahmedabad : 34 વર્ષ પછી કબરમાંથી બોલી લાશ, વટવાના જે મકાનને લોકો ભૂતિયુ માનતા હતા ત્યાંથી ખુલ્યું મર્ડર મિસ્ટ્રીનું રહસ્ય!

Read Full Story arrow_forward
Delhi Rain Alert: દિલ્હી NCRમાં બદલાયો મોસમનો મિજાજ, ધૂળની ડમરી સાથે વરસ્યો વરસાદ
calendar_today April 30, 2026

Delhi Rain Alert: દિલ્હી NCRમાં બદલાયો મોસમનો મિજાજ, ધૂળની ડમરી સાથે વરસ્યો વરસાદ

ગુરુવારે બપોરથી દિલ્હી-એનસીઆરમાં હવામાન ખુશનુમા બન્યું છે. ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે, જેનાથી ગરમીથી રાહત મળી રહી છે. નોંધનીય છે કે છેલ્લા ઘણા દિવસોથી, ભીષણ ગરમીને કારણે રહેવાસીઓ ભારે સંઘર્ષ કરી રહ્યા હતા. જોક  વરસાદે હવે હવામાનને એક આનંદદાયક અનુભવમાં ફેરવી દીધું છે. ઘણા વિસ્તારોમાં, જોરદાર ધૂળની ડમરી ઉડી હતી. ભારે પવન અને કરા સાથે વરસાદ પડ્યો નોઈડા અને ગ્રેટર નોઈડામાં, ગુરુવારે હવામાનમાં અચાનક પલટો આવ્યો. સવાર સુધી, લોકો તીવ્ર સૂર્યપ્રકાશ અને ભેજથી પરેશાન હતા જોકે, બપોર સુધીમાં, આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા હતા. હવામાન એટલું ઝડપથી બદલાયું કે થોડા કલાકોમાં જ વરસાદ શરૂ થઈ ગયો અને દમનકારી ગરમીએ રાહતનો અનુભવ કરાવ્યો. તેવી જ રીતે  દિલ્હીમાં, ઘણા વિસ્તારોમાં ભારે પવન, વરસાદ અને કરા પડવાથી હવામાન એકદમ સુખદ બન્યું છે. વરસાદ માટે યલો એલર્ટ ઘણા દિવસો પછી લોકોએ આખરે ગરમીથી રાહતનો શ્વાસ લીધો છે. ઘણી જગ્યાએ વરસાદ પહેલા ધૂળના તોફાનો આવ્યા હતા, જેના કારણે દૃશ્યતા ઓછી થઈ ગઈ હતી. જોકે ત્યારબાદ થયેલા વરસાદે ધૂળના તોફાનોની અસરને અસરકારક રીતે નિષ્ક્રિય કરી દીધી હતી. હવામાન વિભાગે આજે આખા દિવસ માટે દિલ્હી-એનસીઆર માટે 'યલો એલર્ટ' જાહેર કર્યું છે.  જેમાં તોફાન, વરસાદ અને કરા પડવાની ચેતવણી આપવામાં આવી છે. વિભાગના જણાવ્યા અનુસાર આકાશ આખો દિવસ કાળા વાદળો સાથે આંશિક રીતે છવાયેલ રહેશે. કરા સાથે વરસ્યો વરસાદ ગાજવીજ અને વીજળી સાથે હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે. સાથે જ 30-40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. બપોર સુધીમાં 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તેવી શક્યતા છે. ગાઝિયાબાદના સાહિબાબાદ વિસ્તારમાં ભારે વરસાદ સાથે કરા પડ્યા હતા. રસ્તાઓ પર પસાર થતા લોકો કરાથી બચવા માટે નજીકના સલામત સ્થળોએ આશરો લેવા માટે દોડતા જોવા મળ્યા હતા.  તીવ્ર વેગથી  મોટા કરા પડતા વાહનોના વિન્ડશિલ્ડ તૂટી ગયા હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે. વરસાદને કારણે તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો હતો. શુક્રવારે તાપમાનમાં વધુ ઘટાડો નોંધાઈ શકે છે.આ પણ વાંચો- હાથમાં ત્રિશૂલ અને ડમરુ..કપાળે ત્રિપુંડ..બાબા વિશ્વનાથના શરણે PM Modi

Read Full Story arrow_forward