android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Banaskanthaમાં જીત બાદ પદ માટે જંગ, જિલ્લા પંચાયત અને પાલનપુર-ડીસા પાલિકામાં કોણ બનશે પ્રમુખ? જાણો હોટ ફેવરિટ નામો
calendar_today April 29, 2026

Banaskanthaમાં જીત બાદ પદ માટે જંગ, જિલ્લા પંચાયત અને પાલનપુર-ડીસા પાલિકામાં કોણ બનશે પ્રમુખ? જાણો હોટ ફેવરિટ નામો

બનાસકાંઠામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના જંગમાં વિજય મેળવ્યા બાદ હવે ભાજપમાં પદાધિકારીઓની વરણીને લઈને મથામણ શરૂ થઈ છે. જિલ્લા પંચાયત હોય કે નગરપાલિકાઓ, દરેક જગ્યાએ પ્રમુખ પદ મેળવવા માટે દાવેદારોએ આકાઓ સમક્ષ લોબિંગ શરૂ કરી દીધું છે. ખાસ કરીને પાલનપુર, ડીસા અને ધાનેરામાં નામોને લઈને ભારે ચર્ચાઓ જાગી છે.જિલ્લા પંચાયત: અલ્કેશ જોશી કે વસંત પુરોહિત? બનાસકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે બે કદાવર નામો રેસમાં સૌથી આગળ છે. જેમાં અલ્કેશ જોશી અને વસંત પુરોહિતના નામની જોરશોરથી ચર્ચા થઈ રહી છે. સંગઠન સાથેના સંબંધો અને અનુભવના આધારે આ બંને નેતાઓમાંથી કોના પર પસંદગીનો કળશ ઢોળાય છે તેના પર સૌની નજર છે. નગરપાલિકાઓમાં કોણ મારશે બાજી? નગરપાલિકા સ્તરે પણ પ્રમુખની ખુરશી માટે રસાકસી જોવા મળી રહી છે. પાલનપુર: જિલ્લા મથક પાલનપુરમાં મહિલા પ્રમુખ પદ માટે સુનિતા પટેલ અને મીતા સોનીના નામ મોખરે છે. ડીસા: ડીસા નગરપાલિકામાં પ્રથમ ટર્મ માટે કૌશિક સાધુ અને જયા શ્રોફના નામની અટકળો તેજ થઈ છે. ધાનેરા: ધાનેરા નગરપાલિકામાં પ્રમુખ પદની રેસમાં ઈશ્વર પટેલ અને ઇન્દુબેન જોશીનું નામ ચર્ચાના કેન્દ્રમાં છે. હવે જોવાનું એ રહેશે કે પ્રદેશ હાઈકમાન્ડ કયા સમીકરણોને આધારે કોના નામ પર મહોર મારે છે. આગામી થોડા દિવસોમાં પદાધિકારીઓના નામની સત્તાવાર જાહેરાત થઈ શકે છે. આ પણ વાંચો - Banaskantha: ભીલડીના એગ્રો ઇનપુટ વેપારીઓએ સ્વયંભૂ બંધ પાડી વિરોધ દર્શાવ્યો

Read Full Story arrow_forward
Gujarat દિવસ પર સુરતમાં ઉદ્યોગ અને વિકાસનો મહાસંગમ, VGRC દક્ષિણ ગુજરાત 1-2 મેએ યોજાશે
calendar_today April 29, 2026

Gujarat દિવસ પર સુરતમાં ઉદ્યોગ અને વિકાસનો મહાસંગમ, VGRC દક્ષિણ ગુજરાત 1-2 મેએ યોજાશે

ગુજરાત દિવસના અવસરે દક્ષિણ ગુજરાતમાં ઉદ્યોગ, રોકાણ અને નવી તકોનો મહાસંગમ સર્જાવા જઈ રહ્યો છે. વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)ની ત્રીજી આવૃત્તિ 1 અને 2 મેએ સુરતની ઑરો યુનિવર્સિટી ખાતે યોજાશે. આ પરિષદમાં સુરત સહિત ભરૂચ, ડાંગ, નવસારી, તાપી અને વલસાડ જિલ્લાઓના ઔદ્યોગિક શક્તિ અને સંભાવનાઓ પર વિશેષ પ્રકાશ પાડવામાં આવશે.Y-જંકશનથી શરૂ થતી પરેડ ડુમસ સી-ફ્રન્ટ સુધી પહોંચશે કોન્ફરન્સની સાથે 1 મેના રોજ સાંજે સુરતમાં ગુજરાત સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી પણ યોજાશે. Y-જંકશનથી શરૂ થતી પરેડ ડુમસ સી-ફ્રન્ટ સુધી પહોંચશે, જેમાં વિવિધ સરકારી વિભાગોના આકર્ષક ટેબ્લો રજૂ થશે. ત્યારબાદ સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ક્યુરેટ કરાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમ આ ઉજવણીને વધુ રંગીન બનાવશે. VGRC દક્ષિણ ગુજરાતનું પ્રારંભ વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશન (VGRE)ના ઉદ્ઘાટનથી થશે, ત્યારબાદ ઉદ્ઘાટન સત્ર યોજાશે. આ પ્રસંગે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્ય સંબોધન કરશે, જ્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉદ્ઘાટન ભાષણ અને પ્રસ્તુતિ આપશે. ભાગીદાર દેશોના રાજદૂતો અને અગ્રણી ઉદ્યોગપતિઓ પણ મંચ શેર કરશે. આ વર્ષે VGRC માટે જાપાન, રવાન્ડા, યુક્રેન અને સિંગાપોર ભાગીદાર દેશો તરીકે જોડાયા છે. સાથે જ JETRO, USISPF, AMCHAM, KOTRA અને રશિયન ટ્રેડ પ્રતિનિધિત્વ જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ ભાગીદાર સંગઠનો તરીકે જોડાશે, જે ગુજરાતના વૈશ્વિક વેપાર અને રોકાણ માટેના અવસરને વધુ મજબૂત બનાવશે. વિવિધ ક્ષેત્રો અને ઉભરતી તકોને આવરી લેવામાં આવશે બે દિવસીય કોન્ફરન્સ દરમિયાન, સેમિનાર, પેનલ ચર્ચાઓ અને રાઉન્ડ ટેબલની શ્રેણીનું આયોજન કરવામાં આવશે, જેમાં વિવિધ ક્ષેત્રો અને ઉભરતી તકોને આવરી લેવામાં આવશે. દિવસ-1 માં કૃષિ અને બાગાયત, કાપડ, રસાયણો અને પેટ્રોકેમિકલ્સ, સ્ટાર્ટઅપ્સ, પરમાણુ ઉર્જા, ખાતર, કુદરતી ગેસ વગેરે જેવા ક્ષેત્રો પર સેમિનાર યોજાશે, જે વૈશ્વિક સપ્લાય ચેઇનમાં વિકાસશીલ છે. વધુમાં, જાપાન અને યુક્રેન દ્વારા મહિલા સશક્તિકરણ જેવા વિષયો પર દેશ સેમિનાર તેમજ દેશ સેમિનાર યોજવામાં આવશે. બીજા દિવસે, પ્રાદેશિક MSME કોન્ક્લેવનું આયોજન કરવામાં આવશે, જેમાં જેમ્સ એન્ડ જ્વેલરી, સર્કુલર ઈકોનોમી, કૌશલ્ય વિકાસ, એરોસ્પેસ અને સંરક્ષણ, મત્સ્યઉદ્યોગ અને સહકારી, ગ્રીન એનર્જી અને ગ્રીન હાઇડ્રોજન, ઈકોટુરિઝમ, શહેર આર્થિક ક્ષેત્ર વિકાસ વગેરે પર ક્ષેત્રીય સેમિનાર યોજાશે. કોન્ફરન્સની સાથે 1થી 5 મે દરમિયાન વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશનનું પણ આ જ સ્થળે આયોજન કરવામાં આવશે. તેમાં વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ, ઈન્ટરનેશનલ રિવર્સ બાયર-સેલર મીટ (RBSM) અને ઉદ્યોગી મેળા જેવા સમાંતર કાર્યક્રમોનો સમાવેશ થશે. આ એક્ઝિબિશન દક્ષિણ ગુજરાત જિલ્લાઓ ભરૂચ, ડાંગ, નવસારી, સુરત, તાપી અને વલસાડના ઉદ્યોગો, MSME, સ્ટાર્ટઅપ્સ અને સરકારી વિભાગો માટે એક ઉન્નત પ્લેટફોર્મ પ્રદાન કરશે. આ પરિષદ પ્રદેશના વિકાસને નવી ઊંચાઈએ પહોંચાડશે રાજ્ય સરકારનો મુખ્ય હેતુ દક્ષિણ ગુજરાતમાં સમાન અને ટકાઉ ઔદ્યોગિક વિકાસને વેગ આપવાનો છે. વ્યૂહાત્મક ભાગીદારી અને રોકાણકારોની સક્રિય ભાગીદારી દ્વારા આ પરિષદ પ્રદેશના વિકાસને નવી ઊંચાઈએ પહોંચાડશે. ઉલ્લેખનીય છે કે VGRCની અગાઉની આવૃત્તિઓ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં સફળતાપૂર્વક યોજાઈ હતી, જેના પરિણામે વિવિધ ક્ષેત્રોમાં રોકાણ અને વિકાસના નવા દ્વાર ખુલ્યા હતા. ‘વિકસિત ભારત@2047’ના વિઝન સાથે સુસંગત VGRC પરિષદો રાજ્યના પ્રાદેશિક અર્થતંત્રોને સશક્ત બનાવીને, નવીનતાને પ્રોત્સાહન આપીને અને વૈશ્વિક જોડાણોને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. VGRC 2026 દક્ષિણ ગુજરાત માટે વિકાસની નવી દિશા નિર્ધારિત કરશે.આ પણ વાંચો : Gujarat News: 11 મેના રોજ PM મોદી વડોદરાના પ્રવાસે આવશે, મધ્ય ગુજરાતમાં સરદારધામ ભવનનું લોકાર્પણ કરશે

Read Full Story arrow_forward
Gujarat Local Body Election Results 2026: અમદાવાદમાં ગઢ આલા પણ સિંહ ગેલા, ખાડિયામાં ભાજપના પતનના 5 મુખ્ય કારણો અને અંદરની વાત
calendar_today April 29, 2026

Gujarat Local Body Election Results 2026: અમદાવાદમાં ગઢ આલા પણ સિંહ ગેલા, ખાડિયામાં ભાજપના પતનના 5 મુખ્ય કારણો અને અંદરની વાત

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે ભલે બહુમતી મેળવી હોય, પરંતુ 'સિંહ આલા પણ ગઢ ગેલા' જેવો ઘાટ સર્જાયો છે. જનસંઘના સમયથી એટલે કે વર્ષ 1972થી જે બેઠક ભાજપનો અજેય ગઢ ગણાતી હતી, તે ખાડિયા વોર્ડમાં ભાજપનો શરમજનક પરાજય થયો છે. સ્વ. અશોક ભટ્ટના સમયથી કેસરીયો લહેરાવતી આ બેઠક પર કોંગ્રેસે જીત મેળવી ભાજપની ઊંઘ હરામ કરી દીધી છે.હારના મુખ્ય કારણો અને ડેમોગ્રાફી ખાડિયાની હાર પાછળ બદલાયેલી ડેમોગ્રાફી અને આંતરિક જૂથવાદ મુખ્ય કારણ માનવામાં આવે છે. SIR ની કામગીરી બાદ આ વિસ્તારમાંથી 21 હજાર જેટલા મતદારોના નામ કમી થયા હતા. આંકડાકીય દ્રષ્ટિએ જોઈએ તો, હિન્દુ બહુમતી ધરાવતા વિસ્તારોમાં માત્ર 54% મતદાન થયું, જેની સામે લઘુમતી વિસ્તારોમાં 70% જેટલું તોતિંગ મતદાન થતા બાજી પલટાઈ ગઈ હતી. ભૂષણ ભટ્ટનો આકરો મિજાજ પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે આ હાર બાદ વિસ્ફોટક નિવેદન આપતા જણાવ્યું કે, "ઉમેદવાર નક્કી કરતી વખતે પાર્ટીએ મને પૂછ્યું નહોતું અને ચૂંટણી સમયે મને બદનામ કરવાના પ્રયાસો થયા." તેમણે વધુમાં ઉમેર્યું કે કોંગ્રેસે જે રીતે રણનીતિ ઘડી તેનાથી લઘુમતી મતોનું ધ્રુવીકરણ થયું છે. કોંગ્રેસની રણનીતિ કારગત નીવડી એકતરફ ભાજપમાં આંતરિક ખેંચતાણ હતી, ત્યારે બીજી તરફ કોંગ્રેસના ગ્યાસુદ્દીન શેખ અને ઇમરાન ખેડાવાલાએ જૂના મતભેદો ભૂલીને ખાડિયામાં એડીચોટીનું જોર લગાવ્યું હતું. હેરિટેજ ઇમારતોનું નુકસાન, વધતા ગોડાઉન અને રહેણાંક વિસ્તારમાં ઘટાડા જેવા સ્થાનિક પ્રશ્નોને કોંગ્રેસે મજબૂત રીતે ઉઠાવ્યા હતા. જ્યારે ભાજપ તરફથી થયેલા પાકિસ્તાન અને દાઉદ જેવા નિવેદનો લઘુમતી મતદારોને એક કરવા માટે નિમિત્ત બન્યા હતા. પીએમ મોદી અને અમિત શાહની સીધી નજર જે વોર્ડ પર હોય છે ત્યાં મળેલી આ હાર બાદ હવે ભાજપ સંગઠનમાં મોટા ફેરફારના એંધાણ વર્તાઈ રહ્યા છે.આ પણ વાંચો----     Gujarat Local Body Election Results 2026: ગુજરાતી જનતાનો જોરદાર કરંટ, 'પાર્ટી' ગઈ તેલ લેવા, આ હાઈપ્રોફાઈલ ઉમેદવારોને ઘેર રવાના કર્યા

Read Full Story arrow_forward