android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Valsad News: વાપી GIDC બ્રિજ પર ગેસ ભરેલા ટેન્કર અને ટેમ્પો વચ્ચે ટક્કર બાદ ભીષણ આગ, હવામાં લટક્યું ટેન્કર
calendar_today April 29, 2026

Valsad News: વાપી GIDC બ્રિજ પર ગેસ ભરેલા ટેન્કર અને ટેમ્પો વચ્ચે ટક્કર બાદ ભીષણ આગ, હવામાં લટક્યું ટેન્કર

દક્ષિણ ગુજરાતના ઉદ્યોગ નગર વાપીમાં આજે એક મોટી હોનારત ટળી છે. વાપી જીઆઇડીસી ચાર રસ્તા ફ્લાયઓવર બ્રિજ પર પ્રોપેલીન ગેસ ભરેલા ટેન્કર અને ટેમ્પો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે અથડામણ બાદ તુરંત જ ટેન્કરમાં ભયાનક આગ ફાટી નીકળી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.બ્રિજ પર હવામાં લટક્યું ટેન્કર અકસ્માતની ભયાનકતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, ટક્કર લાગતા ટેન્કર બ્રિજની રેલિંગ તોડીને બહાર નીકળી ગયું હતું અને તેનો આગળનો ભાગ (કેબિન) હવામાં લટકવા લાગ્યો હતો. ટેન્કરમાં ગેસ હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના કાળા ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા. ગેસ લીકેજ અને બ્લાસ્ટના ડરથી આસપાસના લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. ફાયર બ્રિગેડની કામગીરી અને ટ્રાફિક જામ ઘટનાની જાણ થતા જ વાપી ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સાવચેતીના ભાગરૂપે હાઈવે પરનો વાહન વ્યવહાર બંને બાજુથી થોડા સમય માટે બંધ કરી દેવામાં આવ્યો હતો, જેના કારણે વાહનોની લાંબી કતારો લાગી હતી. આગ કાબૂમાં આવ્યા બાદ પોલીસે સ્થિતિ થાળે પાડી વાહન વ્યવહાર પુનઃ શરૂ કરાવવાની કામગીરી હાથ ધરી હતી. આ પણ વાંચો - Valsad News: ઉમરગામમાં પાસે બેફામ બની કાર, બે બાઈકને ફંગોળ્યા, જુઓ CCTV

Read Full Story arrow_forward
Ahmedabad : વિરમગામ-માંડલ રોડ પર એસટી બસ-કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 5 ઘાયલ
calendar_today April 29, 2026

Ahmedabad : વિરમગામ-માંડલ રોડ પર એસટી બસ-કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 5 ઘાયલ

અમદાવાદ જિલ્લાના વિરમગામ-માંડલ રોડ પર આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. વિરમગામના ભોજવા ગામ પાસે આવેલી નર્મદા કેનાલ નજીક ગુજરાત રાજ્ય પરિવહન નિગમની એસટી બસ અને એક ખાનગી કાર વચ્ચે ધડાકાભેર ટક્કર થઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો, જ્યારે બસ રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી.કુલ 5 થી વધુ લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી પ્રાપ્ત માહિતી અનુસાર, ભોજવા ગામ નજીક કેનાલ પાસે કાર અને એસટી બસ સામસામે અથડાયા હતા. આ ઘટનામાં કુલ 5 થી વધુ લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હોવાના અહેવાલ છે. અકસ્માતને પગલે આસપાસના ગ્રામજનો અને રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, સદનસીબે, આટલા મોટા અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, જેને કારણે તંત્ર અને પરિવારે રાહતનો શ્વાસ લીધો છે. અકસ્માતને કારણે વિરમગામ-માંડલ રોડ પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. પોલીસ કાફલાએ ઘટનાસ્થળે પહોંચીને અકસ્માતગ્રસ્ત વાહનોને ખસેડવાની અને વધુ તપાસની કાર્યવાહી હાથ ધરી છે. આ પણ વાંચો----  Gujarat Local Body Election Results 2026: ગુજરાતી જનતાનો જોરદાર કરંટ, 'પાર્ટી' ગઈ તેલ લેવા, આ હાઈપ્રોફાઈલ ઉમેદવારોને ઘેર રવાના કર્યા

Read Full Story arrow_forward
Suratના વેસુ પોલીસ મથકે ભારે હોબાળો, હત્યાના પ્રયાસના આરોપીને છોડતા લોકો રોષે ભરાયા
calendar_today April 29, 2026

Suratના વેસુ પોલીસ મથકે ભારે હોબાળો, હત્યાના પ્રયાસના આરોપીને છોડતા લોકો રોષે ભરાયા

સુરતના વેસુ વિસ્તારમાં આવેલ પોલીસ મથક આજે અખાડામાં ફેરવાયું હતું. હત્યાના પ્રયાસ જેવા ગંભીર ગુનાના આરોપીને પોલીસે રહસ્યમય રીતે છોડી મુકતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં પુરુષો અને મહિલાઓ વેસુ પોલીસ મથકે ઉમટી પડ્યા હતા અને ન્યાયની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા.આરોપીને છોડી દેવાયો હોવાનો આરોપ ઘટનાની વિગત મુજબ, થોડા દિવસો અગાઉ બનેલી હત્યાના પ્રયાસની ઘટનામાં પોલીસે જે આરોપીની ધરપકડ કરી હતી, તેને કોઈ પણ નક્કર કારણ વગર મુક્ત કરી દેવામાં આવતા મામલો બિચક્યો હતો. ભોગ બનનારના પરિવારજનો અને સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે પોલીસે મિલીભગત કરીને અથવા કોઈના દબાણમાં આવીને આ ગંભીર ગુનાના આરોપીને જવા દીધો છે. પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવ્યા પોલીસ મથકે પહોંચેલા લોકોએ પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. લોકોએ આક્ષેપ કર્યો હતો કે, "જો ન્યાયનું રક્ષણ કરનારા જ ગુનેગારોને છાવરશે તો સામાન્ય જનતા ક્યાં જશે?" આ પણ વાંચો----    Gujarat Local Body Election Results 2026: ગુજરાતી જનતાનો જોરદાર કરંટ, 'પાર્ટી' ગઈ તેલ લેવા, આ હાઈપ્રોફાઈલ ઉમેદવારોને ઘેર રવાના કર્યા

Read Full Story arrow_forward