android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Weather News: આજથી ગરમીનો પારો ધીમો પડવાની આગાહી, રાજકોટમાં 26 KMની ઝડપે લૂ ફૂંકાઈ
calendar_today April 30, 2026

Gujarat Weather News: આજથી ગરમીનો પારો ધીમો પડવાની આગાહી, રાજકોટમાં 26 KMની ઝડપે લૂ ફૂંકાઈ

ગુજરાતમાં આજે ઉકળાટ રહેશે. ગરમીનો પારો એકથી બે ડિગ્રી સુધી ઘટશે. હવામાન વિભાગે ગરમ પવન ફૂંકાવાની આગાહી કરી છે.રાજ્યમાં ગરમીનું જોર યથાવત રહેતા રાજકોટ 43.6 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું હતું.રાજકોટમાં માત્ર ઊંચું તાપમાન જ નહીં પરંતુ પ્રતિ કલાક 26 Kmની ઝડપે ફૂંકાયેલી લૂએ લોકોને ઘરમાં કેદ રહેવા મજબૂર કર્યા હતા. આજથી ગરમીનો પારો ધીમો પડવાની આગાહી કરવામાં આવી છે. લોકોને ગરમીમાં રાહત મળશે. રાજકોટ 43.6 ડીગ્રી તાપમાન સાથે ગરમ શહેર રાજકોટ 43.6 ડીગ્રી તાપમાન સાથે રાજ્યું સૌથી ગરમ શહેર રહ્યું હતું.જ્યારે જૂનાગઢમાં 43.4 તાપમાન અને અમદાવાદમાં 43.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 1.6 ડિગ્રી વધુ છે.રાજ્યના દશ જેટલા શહેરોમાં ગરમીનો પારો 40 થી 44 ડિગ્રીની વચ્ચે નોંધાતા જનજીવન પ્રભાવિત થયું છે.હવામાન વિભાગના આંકડા મુજબ,અમરેલીમાં 42.9 ડિગ્રી, સુરેન્દ્રનગ્રમાં 42.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે કંડલા એરપોર્ટ ખાતે 41.5 અને ભુજમાં 40 ડિગ્રી તાપમાન રહ્યું હતું. ભાવનગરમાં 39.7, કેશોદમાં 39.9 ડિગ્રી અને કંડલા પોર્ટમાં 39ડિગ્રી તાપમાન રહ્યું હતું. લોકોએ ભારે બફારાનો સામનો કરવો પડશે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 4 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો નજીવો ઘટાડો થઈ શકે છે. પરંતુ ગરમીનું જોર યથાવત રહેશે.સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી હવાને કારણે લોકોએ ભારે બફારાનો સામનો કરવો પડશે.આગામી દિવસોમાં તાપમાનમાં ઘટાડો થઈ શકે છે.જેના પગલે કાળઝાળ ગરમીમાંથી થોડી મુક્તિ મળશે.તેમ છતાં બપોરના સમયે પૂરતા પ્રમાણમાં પ્રવાહી લેવા અને સાવચેતી રાખવા આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે. આ પણ વાંચોઃ Surat News: ફુડ વિભાગની કાર્યવાહીમાં ચોંકાવનારો ખુલાસો, આઈસ્ક્રીમ અને ઘીના સેમ્પલ ફેઈલ થયા

Read Full Story arrow_forward
Ahmedabad: ગરમીનો પારો ચઢતા જ લીંબુના ભાવમાં 'ખટાશ', કિલોના ભાવ 300 થી 380 સુધી પહોંચ્યા
calendar_today April 30, 2026

Ahmedabad: ગરમીનો પારો ચઢતા જ લીંબુના ભાવમાં 'ખટાશ', કિલોના ભાવ 300 થી 380 સુધી પહોંચ્યા

ઉનાળાની શરૂઆત થતા જ અમદાવાદમાં ગરમીનો પ્રકોપ વધ્યો છે, પરંતુ તેની સીધી અસર લીંબુના ભાવ પર જોવા મળી રહી છે. વિટામિન-સીનો મુખ્ય સ્ત્રોત ગણાતા લીંબુ હવે સામાન્ય માણસની પહોંચથી દૂર થઈ રહ્યા છે. અમદાવાદના વિવિધ શાકભાજી માર્કેટમાં લીંબુના ભાવમાં 2026ની સીઝનનો સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો છે.લીંબુના ભાવમાં તોતિંગ વધારોછેલ્લા થોડા દિવસોમાં લીંબુના ભાવમાં બમણો વધારો થયો છે. માર્કેટના આંકડા મુજબ કિલોએ 300 થી 380 સુધી પહોંચ્યા છે. ગત અઠવાડિયે જે લીંબુ 150 થી 200ની આસપાસ હતા, તે હવે 300ની સપાટી વટાવી ગયા છે.વેપારીઓ અને ગૃહિણીઓનો સૂરવેપારીઓના જણાવ્યા અનુસાર, ગરમી વધવાને કારણે બજારમાં લીંબુની માગમાં અચાનક મોટો ઉછાળો આવ્યો છે. તેની સામે યાર્ડમાં લીંબુની આવક ઓછી હોવાથી ભાવ આસમાને પહોંચ્યા છે. વેપારીઓનું માનવું છે કે હજુ થોડા દિવસો સુધી ભાવમાં ઘટાડો થવાની કોઈ શક્યતા દેખાતી નથી.બીજી તરફ, ગૃહિણીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ગૃહિણીઓનું કહેવું છે કે, "ઉનાળામાં લીંબુ શરબત અને રસોઈમાં લીંબુની જરૂરિયાત વધુ હોય છે, પરંતુ 300થી વધુનો ભાવ હોવાને કારણે હવે લીંબુ ખરીદવા વિચાર કરવો પડે છે. સરકાર દ્વારા જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ પર નિયંત્રણ આવવું જરૂરી છે.આ પણ વાંચો: Surat: કતારગામમાં બાળકી પર દુષ્કર્મ ગુજારનાર નરાધમને આજીવન કેદ, કોર્ટે માત્ર એક વર્ષમાં આરોપીને કડક સજા ફટકારી

Read Full Story arrow_forward
Mahisagar: બાલાસિનોર ડેપોમાંથી એસ.ટી. બસ ચોરાઈ, કઢૈયા ગામની સીમમાંથી બિનવારસી હાલતમાં મળી આવી
calendar_today April 30, 2026

Mahisagar: બાલાસિનોર ડેપોમાંથી એસ.ટી. બસ ચોરાઈ, કઢૈયા ગામની સીમમાંથી બિનવારસી હાલતમાં મળી આવી

મહિસાગર જિલ્લાના બાલાસિનોર એસ.ટી. ડેપોમાં એક હાસ્યાસ્પદ પરંતુ સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત ગંભીર કહી શકાય એવી ઘટના બની છે. ડેપોના વર્કશોપ વિસ્તારમાં પાર્ક કરવામાં આવેલી એસ.ટી. બસની ચોરી થતા વિભાગીય કચેરી અને સ્થાનિક પોલીસમાં દોડધામ મચી ગઈ હતી.વર્કશોપમાંથી બસ ગાયબમળતી માહિતી મુજબ, બાલાસિનોર એસ.ટી. ડેપોના વર્કશોપ ખાતે રાત્રિના સમયે એસ.ટી. બસ પાર્ક કરવામાં આવી હતી. સવારે જ્યારે સ્ટાફ ફરજ પર આવ્યો ત્યારે બસ તેના નિયત સ્થળે જોવા મળી ન હતી. પ્રાથમિક તપાસ બાદ બસ ચોરાઈ હોવાનું જણાતા તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓ અને બાલાસિનોર પોલીસને જાણ કરવામાં આવી હતી.સીમમાંથી મળી આવી બસપોલીસ અને એસ.ટી. વિભાગે શોધખોળ હાથ ધરતા આ ચોરાયેલી બસ બાલાસિનોર તાલુકાના કઢૈયા ગામની સીમમાં ઝાડી-ઝાંખરા પાસે માર્ગ પરથી બિનવારસી હાલતમાં મળી આવી હતી. એવું મનાય છે કે તસ્કર બસ ચોરીને ભાગી રહ્યો હતો ત્યારે કોઈ કારણસર બસ ત્યાં જ મૂકીને ઝાડીઓનો લાભ લઈ નાસી છૂટ્યો હતો.આ પણ વાંચો: Ahmedabad: ગરમીનો પારો ચઢતા જ લીંબુના ભાવમાં 'ખટાશ', કિલોના ભાવ 300 થી 380 સુધી પહોંચ્યા

Read Full Story arrow_forward