android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat News: ચૂંટાયેલી પાંખના વડા નક્કી કરવા ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક યોજાશે
calendar_today April 30, 2026

Gujarat News: ચૂંટાયેલી પાંખના વડા નક્કી કરવા ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક યોજાશે

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. ત્યારે હવે નવા પદાધિકારીઓની નિમણૂક માટે કવાયત તેજ કરાઈ છે. ભાજપના નિરીક્ષકો મહાનગરો અને જિલ્લામાં જશે. મેયર, ડેપ્યુટી મેયક અને સ્ટેન્ડિંગ કમિટી માટે સેન્સ લેવામાં આવશે. 10મી મે પહેલા નવા પદાધિકારીઓ સત્તા સંભાળી શકે છે. હાલમાં જીતેલા ઉમેદવારો દ્વારા પદ માટે લોબિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાશે બીજી તરફ ચૂંટાયેલી પાંખના વડા નક્કી કરવા 6થી 8મે દરમિયાન ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાશે. મુખ્યમંત્રીના નિવાસ સ્થાને યોજાનારી આ બેઠકમાં ઝોન પ્રમાણે ચર્ચાઓ કરવામાં આવશે. જેમાં ભાજપના પાર્લામેન્ટરી બોર્ડના સભ્યો હાજર રહેશે. આ બેઠક બાદ ચૂંટાયેલી પાંખના વડાની સંભવિત જાહેરાત કરાશે. જીતેલા ઉમેદવારોએ મેયર અને પ્રમુખ સહિતના પદ માટે લોબિંગ શરૂ કરી દીધું છે.આ પણ વાંચોઃ Gujarat Weather News: આજથી ગરમીનો પારો ધીમો પડવાની આગાહી, રાજકોટમાં 26 KMની ઝડપે લૂ ફૂંકાઈ

Read Full Story arrow_forward
Dwarka: ઓખામાં 'મેગા ડિમોલિશન', હાઈવે પરના ગેરકાયદેસર અને ધાર્મિક દબાણો પર ફરી વળ્યું બુલડોઝર
calendar_today April 30, 2026

Dwarka: ઓખામાં 'મેગા ડિમોલિશન', હાઈવે પરના ગેરકાયદેસર અને ધાર્મિક દબાણો પર ફરી વળ્યું બુલડોઝર

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળ વિસ્તારમાં સરકારી જમીનો પર કરવામાં આવેલા દબાણો દૂર કરવા માટે તંત્ર દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ઓખા-દ્વારકા હાઈવે પર સવારથી જ બુલડોઝરોની ગર્જના સંભળાઈ રહી છે અને અનેક ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવામાં આવ્યા છે.ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહીકોઈપણ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે વહીવટી તંત્રએ હાઈવે પર નડતરરૂપ અને સરકારી જમીન પર ખડકાયેલા ગેરકાયદેસર બાંધકામો તેમજ ધાર્મિક દબાણો પર બુલડોઝર ફેરવી દીધું છે.3 દિવસનું સ્પેશિયલ ઓપરેશનતંત્રના જણાવ્યા અનુસાર, આ ડિમોલિશનની કામગીરી માત્ર એક દિવસ પૂરતી સીમિત નથી. આગામી 3 દિવસ સુધી સતત આ કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે. હાઈવે પરથી તમામ પ્રકારના દબાણો હટાવી માર્ગ ખુલ્લો કરવાની આ મહત્વની ઝુંબેશ છે.આ પણ વાંચો: Karjan: કરજણમાં કાનમ પેપર મિલની આગ હજુ પણ યથાવત, 16 કલાકની જહેમત છતાં સ્થિતિ ગંભીર

Read Full Story arrow_forward
Jamnagar: રણજીતસાગર રોડ પર લોહીયાળ ખેલ, યુવકની બોથડ પદાર્થ મારી કરપીણ હત્યા
calendar_today April 30, 2026

Jamnagar: રણજીતસાગર રોડ પર લોહીયાળ ખેલ, યુવકની બોથડ પદાર્થ મારી કરપીણ હત્યા

જામનગર શહેરના રણજીતસાગર રોડ પર આવેલ પ્રણામી નગર વિસ્તારમાં આજે હત્યાની એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. એક અજાણ્યા યુવકની ઘાતકી હત્યા કરી તેની લાશ ફેંકી દેવામાં આવતા સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.રણજીતસાગર રોડ પર યુવકની હત્યા મળતી માહિતી મુજબ, પ્રણામી નગર વિસ્તારમાં આવેલી નદીના કાંઠા પાસેથી પસાર થતા લોકોએ એક યુવકનો મૃતદેહ જોયો હતો, જે બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. મૃતક યુવકને માથાના ભાગે કોઈ તીક્ષ્ણ હથિયાર અથવા બોથડ પદાર્થ મારીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે. યુવકનો દેહ લોહીલુહાણ હાલતમાં મળી આવતા હત્યાની ગંભીરતા સ્પષ્ટ જણાય છે.ઘટનાસ્થળેથી એક્ટિવા મળી આવ્યુંપોલીસને તપાસ દરમિયાન બનાવ સ્થળ પરથી એક એક્ટિવા (ટુ-વ્હીલર) પણ મળી આવ્યું છે. આ એક્ટિવા મૃતકનું છે કે હત્યારાનું, તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. હત્યાના સમાચાર વાયુવેગે ફેલાતા નદીના કાંઠે લોકોના મોટા ટો ળા ઉમટી પડ્યા હતા.આ પણ વાંચો:Dwarka: ઓખામાં 'મેગા ડિમોલિશન', હાઈવે પરના ગેરકાયદેસર અને ધાર્મિક દબાણો પર ફરી વળ્યું બુલડોઝર

Read Full Story arrow_forward