android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Mehsana News: બહુચરાજી તાલુકા પંચાયતમાં બહુમતી ભાજપની છતાં સત્તા કોંગ્રેસના હાથમાં
calendar_today April 30, 2026

Mehsana News: બહુચરાજી તાલુકા પંચાયતમાં બહુમતી ભાજપની છતાં સત્તા કોંગ્રેસના હાથમાં

ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયાં છે. આ પરિણામોમાં મોટા ઉલટફેર જોવા મળ્યાં છે. ક્યાંક ભાજપના કદાવર નેતાઓની હાર થઈ છે તો ક્યાંક ભાજપની સત્તા હોવા છતાં પ્રમુખ કે મેયરનું પદ હાથમાંથી જતું રહ્યું છે.મહેસાણાના બહુચરાજીમાં ગજબનો રાજકીય માહોલ સામે આવ્યો છે. બહુચરાજીમાં તાલુકા પંચાયતની 16 બેઠકોમાંથી ભાજપે 13 બેઠકો જીતી હોવા છતાં પ્રમુખ પદ ગુમાવવાની નોબત આવી છે. બહુચરાજીમાં ભાજપની જીત છતાં હાર મહેસાણા જિલ્લાના બહુચરાજીમાં તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપે 13 બેઠકો પર વિજય મેળવ્યો છે. માત્ર ત્રણ જ બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો જીત્યાં છે. ત્યારે ભાજપની બહુમતી હોવા છતાં પ્રમુખ પદ ગુમાવવાની નોબત આવી છે. કોંગ્રેસના વિજેતા ઉમેદવાર હિતેશભાઈએ પ્રમુખ પદ માટે પોતાની દાવેદારી મજબૂત કરી છે. ભાજપના તમામ 13 ઉમેદવારો અન્ય કેટેગરીના હોવાથી સત્તા હોવા છતાં પ્રમુખ પદ મળી શકે તેમ નથી. જેથી કોંગ્રેસને માત્ર ત્રણ જ બેઠકો મળી હોવા છતાં પ્રમુખ પદની જાણે લોટરી લાગી છે. માત્ર 3 બેઠક જીતનાર કોંગ્રેસમાં ઉત્સાહ બહુચરાજી તાલુકા પંચાયતમાં કોંગ્રેસના વિજેતા ઉમેદવાર હિતેશભાઈએ પ્રમુખ પદ માટે પોતાની દાવેદારી મજબૂત કરી છે. તેમણે કહ્યું હતું કે, જનતાના વિકાસના કાર્યો કરવાની અમારી નેમ છે. પ્રમુખ બનીને વિકાસના કાર્યો કરીશ. સ્પષ્ટ બહુમતી હોવા છતાં સત્તા હાથમાંથી જતી જોઈ ભાજપના ગઢમાં સોપો પડી ગયો છે. તાલુકા પંચાયતમાં પ્રમુખ પદ અનુસૂચિત જાતિ (SC) માટે અનામત છે. ભાજપના વિજેતાઓમાં SC ઉમેદવારનો અભાવ નડ્યો છે.માત્ર 3 બેઠક જીતનાર કોંગ્રેસમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ પણ વાંચોઃ Gujarat News: ચૂંટાયેલી પાંખના વડા નક્કી કરવા ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક યોજાશે

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : છોટા ઉદેપુરના નસવાડીમાં પેટ્રોલની અછત સર્જાઈ, પંપો પર નો સ્ટોક લેખલું બોર્ડ લગાવ્યું
calendar_today April 30, 2026

Gujarat Latest News Live : છોટા ઉદેપુરના નસવાડીમાં પેટ્રોલની અછત સર્જાઈ, પંપો પર નો સ્ટોક લેખલું બોર્ડ લગાવ્યું

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 30 એપ્રિલના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Karjan: કરજણમાં કાનમ પેપર મિલની આગ હજુ પણ યથાવત, 16 કલાકની જહેમત છતાં સ્થિતિ ગંભીર
calendar_today April 30, 2026

Karjan: કરજણમાં કાનમ પેપર મિલની આગ હજુ પણ યથાવત, 16 કલાકની જહેમત છતાં સ્થિતિ ગંભીર

વડોદરા જિલ્લાના કરજણ-ધાવટ રોડ પર આવેલી કાનમ પેપર મિલમાં લાગેલી ભયાનક આગ હજુ પણ શાંત થઈ નથી. 16 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી શકાયો નથી, જેના કારણે તંત્ર દ્વારા 'મેજર કોલ' જાહેર કરવામાં આવ્યો છે.ત્રણ જિલ્લાની ફાયર ટીમ કામે લાગીઆગની ભયાનકતાને જોતા કરજણ ઉપરાંત વડોદરા અને ભરૂચથી પણ ફાયર ફાઇટરોની ટીમો રાત્રે જ બોલાવી લેવામાં આવી હતી. આખી રાત અને સવાર સુધી સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હોવા છતાં, પેપર મિલમાં રહેલા જ્વલનશીલ જથ્થાને કારણે આગ સતત ધખતી રહી છે. હાલ મિલની અંદરથી કાળા ધુમાડાના ગોટેગોટા નીકળી રહ્યા છે, જે દૂર-દૂર સુધી જોઈ શકાય છે.પાણીની કટોકટી અને મુશ્કેલીઓઆગ બુઝાવવાની કામગીરીમાં એક મોટી અડચણ સામે આવી છે. આગને કારણે મિલમાં આવેલી બોરવેલની મોટર બળીને ખાખ થઈ ગઈ છે. પરિણામે, ફાયર ફાઇટરોને જરૂરી પાણી મિલના પરિસરમાંથી મળી રહ્યું નથી અને પાણી બહારથી લાવવું પડી રહ્યું છે. આ વિકટ પરિસ્થિતિને કારણે આગ ઓલવવાની પ્રક્રિયા ધીમી પડી રહી છે.ઉચ્ચ અધિકારીઓનો કાફલો સ્થળ પરઘટનાની ગંભીરતાને પગલે રાત્રિ દરમિયાન જ કરજણના એસ.ડી.એમ. (SDM), મામલતદાર અને ડી.વાય.એસ.પી. સહિતના ઉચ્ચ અધિકારીઓએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને અને કામગીરીમાં અવરોધ ન આવે તે માટે મિલની બહાર હાલ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.આ પણ વાંચો: Ambaji: પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અંબાજીના શરણે, ભવ્ય વિજય બદલ માતાજીનો માન્યો આભાર

Read Full Story arrow_forward