android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Weather News: અંબાલાલ પટેલની આગાહી, 8થી 12 મે સુધી આંધી સાથે વરસાદ ખાબકશે
calendar_today April 30, 2026

Gujarat Weather News: અંબાલાલ પટેલની આગાહી, 8થી 12 મે સુધી આંધી સાથે વરસાદ ખાબકશે

ગુજરાતમાં આજે ગરમીનો પારો એકથી બે ડિગ્રી સુધી ઘટશે.હવામાન વિભાગે ગરમ પવન ફૂંકાવાની આગાહી કરી છે.રાજ્યમાં ગરમીનું જોર યથાવત રહેતા રાજકોટ 43.6 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું હતું.રાજકોટમાં માત્ર ઊંચું તાપમાન જ નહીં પરંતુ પ્રતિ કલાક 26 Kmની ઝડપે ફૂંકાયેલી લૂએ લોકોને ઘરમાં કેદ રહેવા મજબૂર કર્યા હતા. આજથી ગરમીનો પારો ધીમો પડવાની આગાહી કરવામાં આવી છે.હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વરસાદની આગાહી કરી છે. 6 થી 12 મે દરમિયાન માવઠાની શક્યતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગરમીમાં ઘટાડાની સાથે વરસાદની આગાહી કરી છે. વાદળછાયુ વાતાવરણ થતાં જ ગરમીમાં ઘટાડો થવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે. 6થી 12મી મે દરમિયાન માવઠાની શક્યતાઓ વ્યક્ત કરી છે. આંધી અને વરસાદ સાથે પ્રિમોન્સૂન વરસાદ આવશે. આઠમી મે બાદ ફરી ગરમીનો રાઉન્ડ શરૂ થશે. તાપમાન 40થી 45 ડિગ્રી સુધી પહોંચશે. બદલાતા હવામાનથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી જશે. રાજકોટ 43.6 ડીગ્રી તાપમાન સાથે ગરમ શહેર હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 4 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો નજીવો ઘટાડો થઈ શકે છે. રાજકોટ 43.6 ડીગ્રી તાપમાન સાથે રાજ્યું સૌથી ગરમ શહેર રહ્યું હતું.જ્યારે જૂનાગઢમાં 43.4 તાપમાન અને અમદાવાદમાં 43.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 1.6 ડિગ્રી વધુ છે.રાજ્યના દશ જેટલા શહેરોમાં ગરમીનો પારો 40 થી 44 ડિગ્રીની વચ્ચે નોંધાતા જનજીવન પ્રભાવિત થયું છે.હવામાન વિભાગના આંકડા મુજબ,અમરેલીમાં 42.9 ડિગ્રી, સુરેન્દ્રનગ્રમાં 42.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે કંડલા એરપોર્ટ ખાતે 41.5 અને ભુજમાં 40 ડિગ્રી તાપમાન રહ્યું હતું. ભાવનગરમાં 39.7, કેશોદમાં 39.9 ડિગ્રી અને કંડલા પોર્ટમાં 39ડિગ્રી તાપમાન રહ્યું હતું. આ પણ વાંચોઃ Gujarat Weather News: આજથી ગરમીનો પારો ધીમો પડવાની આગાહી, રાજકોટમાં 26 KMની ઝડપે લૂ ફૂંકાઈ

Read Full Story arrow_forward
ચોરાયેલા મોબાઈલ રિકવર કરવામાં ગુજરાત પોલીસ દેશભરમાં ત્રીજા ક્રમે,  શ્રેષ્ઠ કામગીરી બદલ અધિકારીઓને કરાયા સન્માનિત
calendar_today April 30, 2026

ચોરાયેલા મોબાઈલ રિકવર કરવામાં ગુજરાત પોલીસ દેશભરમાં ત્રીજા ક્રમે, શ્રેષ્ઠ કામગીરી બદલ અધિકારીઓને કરાયા સન્માનિત

રાજ્યમાં ચોરાયેલા મોબાઈલ શોધી કાઢવામાં ગુજરાત પોલીસ સમગ્ર દેશના મોટા રાજ્યોમાં ત્રીજા ક્રમે આવ્યું છે. રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઊંચો રિકવરી રેટ મેળવીને ગુજરાત પોલીસે નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. ગુજરાત પોલીસે ૪૬.૭૧ ટકાના રિકવરી રેટ સાથે ૫૩,૫૬૪ હેન્ડસેટ સફળતાપૂર્વક મૂળ માલિકને પરત કર્યા. ગુજરાતમાં મોબાઈલ રિકવરીમાં શ્રેષ્ઠ કામગીરી બદલ અધિકારીઓને સન્માનિત કરાયા.

Read Full Story arrow_forward
Junagadh: પીઠ પાછળ ખંજર ભોંક્યું છે, દિનેશ ખટારીયાએ જવાહર ચાવડા સામે ખોલ્યો મોરચો
calendar_today April 30, 2026

Junagadh: પીઠ પાછળ ખંજર ભોંક્યું છે, દિનેશ ખટારીયાએ જવાહર ચાવડા સામે ખોલ્યો મોરચો

જૂનાગઢ જિલ્લા ભાજપમાં લાંબા સમયથી ચાલતો આંતરિક વિખવાદ હવે જાહેરમાં આવ્યો છે. માણાવદર બેઠકના રાજકારણમાં વર્ચસ્વની લડાઈમાં સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારીયાએ પૂર્વ મંત્રી જવાહર ચાવડા વિરુદ્ધ ગંભીર આક્ષેપો કરીને કાર્યકરોમાં ખળભળાટ મચાવી દીધો છે.ગંભીર આક્ષેપો અને આક્રોશદિનેશ ખટારીયાએ કાર્યકરોને સંબોધતા સીધો આક્ષેપ કર્યો હતો કે જવાહર ચાવડાએ પક્ષ અને સાથીઓ સાથે વિશ્વાસઘાત કરીને 'પીઠ પાછળ ખંજર' ભોંકવાનું કામ કર્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી એ કાર્યકરોની મહેનતથી બનેલો પક્ષ છે, તે કોઈ વ્યક્તિગત નેતાની જાગીર નથી."ગદ્દારોને જનતા માફ નહીં કરે"ખટારીયાએ આકરા શબ્દોમાં ચીમકી આપતા કહ્યું કે, જે લોકો પક્ષમાં રહીને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરે છે અથવા ગદ્દારી કરે છે, તેમને જનતા ક્યારેય સ્વીકારશે નહીં. તેમણે કાર્યકર્તાઓને એકજૂથ થઈને આવનારી લડત માટે તૈયાર રહેવા હાકલ કરી હતી અને સ્પષ્ટ કર્યું હતું કે હવે આ રાજકીય લડાઈ મેદાનમાં લડવામાં આવશે.આ પણ વાંચો: Morbi: વ્યાજખોરીના વિષચક્રમાં હોટેલ માલિક હોમાયા, મકાન અને ચેક પડાવી લેનાર 7 વ્યાજખોરો સામે એ-ડિવિઝન પોલીસની કાર્યવાહી

Read Full Story arrow_forward