android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Raja Raghuvanshi Murder Case : ચકચારી હત્યા કેસમાં સોનમને આ રીતે મળ્યા જામીન
calendar_today April 29, 2026

Raja Raghuvanshi Murder Case : ચકચારી હત્યા કેસમાં સોનમને આ રીતે મળ્યા જામીન

કોર્ટની ટિપ્પણીઓએ કેસને નવો વળાંક આપ્યો છે અને તપાસ એજન્સીઓની કામગીરી પર સવાલો ઊભા કર્યા છે. કોર્ટની ગંભીર ટિપ્પણીઓ કોર્ટે જણાવ્યું કે સોનમની ધરપકડ સાથે જોડાયેલા તમામ દસ્તાવેજોમાં ઉલ્લેખિત કાનૂની ધારા અસ્તિત્વમાં જ નથી. પોલીસ દસ્તાવેજોમાં Bharatiya Nyaya Sanhita (BNS) ની કલમ 403(1) દર્શાવવામાં આવી હતી, પરંતુ આવી કોઈ કલમ નથી. અદાલતે આને સામાન્ય ભૂલ નહીં પરંતુ ગંભીર ખામી ગણાવી. આ ઉપરાંત, હત્યાના કેસ માટે ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ 103(1)નો ઉલ્લેખ થયો હતો, પરંતુ ધરપકડ સમયે આ માહિતી આરોપીને આપવામાં આવી નહોતી. કાયદા મુજબ આરોપીને તેની સામે કઈ કલમ હેઠળ કાર્યવાહી થઈ રહી છે તે જણાવવું ફરજિયાત છે, પરંતુ અહીં આ મૂળ પ્રક્રિયા અવગણાઈ હોવાનું જણાયું. વકીલની સુવિધા ન મળી કોર્ટ નોંધ્યું કે એવો કોઈ પુરાવો નથી કે સોનમને ધરપકડ બાદ વકીલની મદદ મળી હતી. જ્યારે તેને ગાઝીપુર કોર્ટમાં પહેલીવાર રજૂ કરવામાં આવી, ત્યારે પણ તેને કાનૂની સલાહ મળી કે નહીં તે સ્પષ્ટ નહોતું. જામીન સાથે શરતો જોકે કોર્ટે જામીન મંજૂર કર્યા છે, પરંતુ કડક શરતો સાથે. સોનમ રઘુવંશી કોર્ટની મંજૂરી વિના શિલોંગ જિલ્લામાંથી બહાર જઈ શકશે નહીં. કેસ હજુ પૂર્ણ થયો નથી અને તપાસ એજન્સીઓ આ મામલે નજર રાખી રહી છે.આ પણ વાંચો: Bengal Assembly Election 2026 : બંગાળમાં 142 બેઠકો પર મતદાન , બીજા તબક્કામાં મમતા અને શુભેન્દુની પ્રતિષ્ઠા દાવ પર

Read Full Story arrow_forward
Gujarat Weather News: રાજ્યમાં ગરમ પવનોને કારણે ગરમીમાં વધારો થયો, આજે 44 ડિગ્રી સુધી તાપમાન પહોચી શકે છે
calendar_today April 29, 2026

Gujarat Weather News: રાજ્યમાં ગરમ પવનોને કારણે ગરમીમાં વધારો થયો, આજે 44 ડિગ્રી સુધી તાપમાન પહોચી શકે છે

ગુજરાતમાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ઉત્તર પશ્ચિમના ગરમ પવનો ફૂંકાતા ગરમી વધી રહી છે. હવામાન વિભાગે આજે 43થી 44 ડિગ્રી ગરમીની આગાહી કરી છે. ગાંધીનગર, અમરેલી અને સુરેન્દ્રનગરમાં 42 ડિગ્રી ગરમી નોંધાઈ છે. જ્યારે ડીસા, કંડલા અને વડોદરામાં 41 ડિગ્રી ગરમી નોંધાઈ છે. ભુજમાં 40 અને ભાવનગરમાં 39 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં ગરમીનો પારો 43.2 ડિગ્રીએ પહોંચ્યો રાજ્યમાં ગઈકાલે મંગળવારે અમદાવાદમાં ગરમીનો પારો 43.2 ડિગ્રીએ પહોંચ્યો હતો. જ્યારે 43.6 ડિગ્રી સાથે રાજકોટ ગુજરાતનું સૌથી ગરમ શહેર બન્યું હતું. અમદાવાદ શહેરમાં તાપમાનનો પારો સતત ઊંચો જઈ રહ્યો છે.આગામી દિવસોમાં અમદાવાદના તાપમાનમાં કોઈ ફેરફાર થાય તેવી શક્યતાઓ નથી. બીજી તરફ સૌરાષ્ટ્રમાં પણ તાપમાન 40 ડિગ્રી વટાવી જતાં લોકો બરાબરના શેકાયા હતાં. આગામી દિવસોમાં ગરમીમાં ઘટાડો થઈ શકે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠાના ડીસામાં પણ 41 ડિગ્રી તાપમાન નોંધાતા ગરમીમાં વધારો થયો હતો. રાજ્યમાં ગરમીની આગાહી વચ્ચે આગામી દિવસોમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થાય તેવી શક્યતાઓ છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠા વિસ્તારોમાં 40 ડિગ્રી સુધી તાપમાન રહી શકે છે. ગરમીમાં ભેજનું પ્રમાણ વધવાથી લોકોને ઉકળાટનો અનુભવ થઈ રહ્યો છે.  આ પણ વાંચોઃ Local body election result 2026: કોંગ્રેસની હાર માટે ટિકિટોની સોદાબાજી અને ડેમેજ કંટ્રોલમાં બેદરકારી જવાબદાર

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન શરૂ, મમતા બેનરજી મતદાન મથકની બહાર બેઠા
calendar_today April 29, 2026

Gujarat Latest News Live : પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન શરૂ, મમતા બેનરજી મતદાન મથકની બહાર બેઠા

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 29 એપ્રિલના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward