android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Weather News: રાજ્યમાં ગરમ પવનોને કારણે ગરમીમાં વધારો થયો,આજે 44 ડિગ્રી સુધી તાપમાન પહોચી શકે છે
calendar_today April 29, 2026

Gujarat Weather News: રાજ્યમાં ગરમ પવનોને કારણે ગરમીમાં વધારો થયો,આજે 44 ડિગ્રી સુધી તાપમાન પહોચી શકે છે

ગુજરાતમાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ઉત્તર પશ્ચિમના ગરમ પવનો ફૂંકાતા ગરમી વધી રહી છે. હવામાન વિભાગે આજે 43થી 44 ડિગ્રી ગરમીની આગાહી કરી છે. ગાંધીનગર, અમરેલી અને સુરેન્દ્રનગરમાં 42 ડિગ્રી ગરમી નોંધાઈ છે. જ્યારે ડીસા, કંડલા અને વડોદરામાં 41 ડિગ્રી ગરમી નોંધાઈ છે. ભુજમાં 40 અને ભાવનગરમાં 39 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં ગરમીનો પારો 43.2 ડિગ્રીએ પહોંચ્યો રાજ્યમાં ગઈકાલે મંગળવારે અમદાવાદમાં ગરમીનો પારો 43.2 ડિગ્રીએ પહોંચ્યો હતો. જ્યારે 43.6 ડિગ્રી સાથે રાજકોટ ગુજરાતનું સૌથી ગરમ શહેર બન્યું હતું. અમદાવાદ શહેરમાં તાપમાનનો પારો સતત ઊંચો જઈ રહ્યો છે.આગામી દિવસોમાં અમદાવાદના તાપમાનમાં કોઈ ફેરફાર થાય તેવી શક્યતાઓ નથી. બીજી તરફ સૌરાષ્ટ્રમાં પણ તાપમાન 40 ડિગ્રી વટાવી જતાં લોકો બરાબરના શેકાયા હતાં. આગામી દિવસોમાં ગરમીમાં ઘટાડો થઈ શકે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠાના ડીસામાં પણ 41 ડિગ્રી તાપમાન નોંધાતા ગરમીમાં વધારો થયો હતો. રાજ્યમાં ગરમીની આગાહી વચ્ચે આગામી દિવસોમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થાય તેવી શક્યતાઓ છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠા વિસ્તારોમાં 40 ડિગ્રી સુધી તાપમાન રહી શકે છે. ગરમીમાં ભેજનું પ્રમાણ વધવાથી લોકોને ઉકળાટનો અનુભવ થઈ રહ્યો છે.  આ પણ વાંચોઃ Local body election result 2026: કોંગ્રેસની હાર માટે ટિકિટોની સોદાબાજી અને ડેમેજ કંટ્રોલમાં બેદરકારી જવાબદાર

Read Full Story arrow_forward
Gujarat local body election result 2026: સરકારના 8 મંત્રીઓ ઘર આંગણે ભાજપને જીતાડી ન શક્યા
calendar_today April 29, 2026

Gujarat local body election result 2026: સરકારના 8 મંત્રીઓ ઘર આંગણે ભાજપને જીતાડી ન શક્યા

ગુજરાતની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીમાં ભાજપે અગાઉના તમામ રેકર્ડના ભૂક્કા બોલાવી પોતાનું સંખ્યાબળ વધારી ભવ્યાતિભવ્ય વિજયનો પરચમ લહેરાવી દોઢ વર્ષ પછી 2027ના અંતમાં આવનારી વિધાનસભાની ચૂંટણી માટે ફરી એકવાર જીત પાક્કી કરી લીધી છે.આજે કમલમ ખાતે ભાજપની બેઠક મળશે જેમાં જીતનું વિશ્લેષણ કરવામાં આવશે. આ જીતની ખુશીની બીજી બાજુએ રાજ્ય સરકારના આઠ મંત્રીઓ પોતાના ઘર આંગણે ભાજપને જીતાડવામાં નિષ્ફળ ગયાં છે. સરકારના આઠ મંત્રીઓ ભાજપને જીતાડી ના શક્યા ગુજરાતમાં સરકારના આઠ મંત્રીઓ ઘર આંગણે જ ભાજપને જીતાડી ના શક્યા. શિક્ષણ મંત્રી પ્રદ્યુમ્ન વાજાના ગામમાં કોંગ્રેસનો વિજય થયો છે. કૃષિમંત્રી જીતુ વાઘાણીના બગદાણામાં કોંગ્રેસનો વિજય થયો છે. વનમંત્રી અર્જૂન મોઢવાડિયાના ગામમાં AAPની જીત થઈ છે. મંત્રી પી.સી.બરંડાની ભિલોડા-મેઘરજ બેઠક પર ભાજપની હાર થઈ છે. મંત્રી ત્રિકમ છાંગાના ગામ કચ્છના રતનાલમાં કોંગ્રેસનો વિજયી પ્રારંભ થયો છે. મંત્રી સ્વરૂપજી ઠાકોરની સુઈગામ બેઠક પર અપક્ષની જીત થઈ છે. કમલમ ખાતે બેઠકનું આયોજન કરાયું ગાંધીનગરમાં કમલમ ખાતે બેઠકનું આયોજન કરાયું છે. મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ સહિત મહામંત્રીની બેઠક યોજાશે. ચૂંટણીના પરિણામોનું ઝોન પ્રમાણે વિશ્લેષણ થશે. મનપામાં નવી બોડી બનાવવાની પ્રક્રિયા મુદ્દે ચર્ચાઓ થશે. ચૂંટણીના મતદાન પહેલા જ ભાજપે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા નેતાઓ અને કાર્યકરોને સસ્પેન્ડ કરી નાંખ્યા છે. બીજી તરફ ભાજપના ધૂરંધર નેતાઓ પણ આ ચૂંટણીમાં હારી જતાં અનેક સવાલો ઉભા થયાં છે.આ પણ વાંચોઃ Local body election result 2026: ભાજપના નેતાઓએ જ્યાં બેફામ ઉચ્ચારણો કર્યાં ત્યાં જ કોંગ્રેસની જીત થઈ

Read Full Story arrow_forward
Bengal Assembly Election 2026 : બંગાળમાં 142 બેઠકો પર મતદાન , બીજા તબક્કામાં મમતા અને શુભેન્દુની પ્રતિષ્ઠા દાવ પર
calendar_today April 29, 2026

Bengal Assembly Election 2026 : બંગાળમાં 142 બેઠકો પર મતદાન , બીજા તબક્કામાં મમતા અને શુભેન્દુની પ્રતિષ્ઠા દાવ પર

બીજા તબક્કામાં સાત જિલ્લાઓની 142 વિધાનસભા બેઠકો પર કુલ 3,21,73,837 મતદાતાઓ મતદાન કરશે. તેમાં 1,64,35,627 પુરુષો, 1,57,37,418 મહિલાઓ અને 792 થર્ડ જેન્ડર મતદાતાઓનો સમાવેશ થાય છે. મતદાન માટે 41,001 મતદાન કેન્દ્રો બનાવવામાં આવ્યા છે, જ્યાં દરેક બૂથની વેબકાસ્ટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે 2,321 કંપનીઓ કેન્દ્રીય સુરક્ષા દળોની તૈનાતી કરવામાં આવી છે. કોલકાતામાં સૌથી વધુ 273 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે.ઘણા દિગ્ગજ નેતાઓ પોતાની કિસ્મત અજમાવી રહ્યા છે આ તબક્કામાં ઘણા દિગ્ગજ નેતાઓ પોતાની કિસ્મત અજમાવી રહ્યા છે. તેમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી (ભવાનીપુર), વિરોધ પક્ષના નેતા સુવેંદુ અધિકારી (ભવાનીપુર), રાજ્યમંત્રી સુજીત બોસ (બિધાનનગર), ફિરહાદ હકીમ (કોલકાતા પોર્ટ), જ્યોતિપ્રિયા મલ્લિક (હાવડા), બ્રાત્ય બસુ (દમદમ), સોવંદેબ ચટ્ટોપાધ્યાય (બાલીગંજ) તેમજ ભાજપના અર્જુન સિંહ (નોઆપાડા), સ્વપન દાસગુપ્તા (રાશબિહારી), રુદ્રનીલ ઘોષ (શિબપુર)નો સમાવેશ થાય છે. સીપીઆઈ(એમ)ની મીનાક્ષી મુખર્જી (ઉત્તરપાડા), દીપ્સિતા ધર (દમદમ ઉત્તર), કલાતન દાસગુપ્તા (પાનિહાટી) અને આઈએસએફના નૌશાદ સિદ્દીકી (ભાંગર) પણ ચૂંટણી મેદાનમાં છે.રાજ્યપાલ આર.એન. રવિ અને ચૂંટણી આયોગે શાંતિપૂર્ણ મતદાન માટે મતદાતાઓને અપીલ કરી તે સાથે રાજ્યપાલ આર.એન. રવિ અને ચૂંટણી આયોગે શાંતિપૂર્ણ મતદાન માટે મતદાતાઓને મોટી સંખ્યામાં બહાર નીકળવાની અપીલ કરી છે. આ પહેલાં 23 એપ્રિલે યોજાયેલા પ્રથમ તબક્કાના મતદાનમાં 152 બેઠકો પર 93.19 ટકા રેકોર્ડ મતદાન નોંધાયું હતું. ‘સોનાર બાંગ્લા’ માટે કરો રેકોર્ડ મતદાન – બંગાળના મતદાતાઓને અમિત શાહની ખાસ અપીલ બંગાળમાં બીજા અને અંતિમ તબક્કા માટે સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થયું છે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે મહિલાઓ અને યુવાનોને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવાની અપીલ કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે, બંગાળને ભય, સિન્ડિકેટ અને ભ્રષ્ટાચારના શાસનમાંથી મુક્ત કરવા માટે બીજા અને અંતિમ તબક્કાના તમામ મતદાતાઓ, ખાસ કરીને માતાઓ, બહેનો અને યુવાનોને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવાની અપીલ કરું છું. તમારું એક મત બંગાળના ગૌરવને પુનઃસ્થાપિત કરવા સાથે મહિલાઓને સુરક્ષા આપવાનું સાધન બનશે. બંગાળના યુવાનોના સપનાઓને માત્ર એવી સરકાર જ પૂર્ણ કરી શકે છે, જેને વિકાસનું વિઝન હોય અને ઘુસણખોરોને બહાર કાઢવાની દૃઢ સંકલ્પશક્તિ પણ હોય. ‘સોનાર બાંગ્લા’ માટે રેકોર્ડ મતદાન કરો.

Read Full Story arrow_forward