VisakhaPatnam News : ડિજિટલ ઈન્ડિયા માટે અદાણીએ આપી ભેટ, વિશાખાપટ્ટનમમાં 10 બિલિયન ડોલરના ખર્ચે 1GW ડેટા સેન્ટરનું થશે નિર્માણ
ભારતના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નવી ઊંચાઈએ લઈ જવા માટે અદાણી ગ્રુપ અને એજકોનેક્સ (EdgeConneX) વચ્ચેના સંયુક્ત સાહસ ‘અદાણી કોનેક્સ’ દ્વારા આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં એક વિશાળ ડેટા સેન્ટર પ્લેટફોર્મ વિકસાવવાની જાહેરાત કરવામાં આવી છે. આશરે 10 બિલિયન યુએસ ડોલર (અંદાજે ₹83,000 કરોડ) ના જંગી રોકાણ સાથે તૈયાર થનાર આ પ્રોજેક્ટ 1 ગીગાવોટ (GW)ની ક્ષમતા ધરાવતું ભારતનું અદ્યતન 'AI-તૈયાર'ડેટા સેન્ટર હશે.લાંબા ગાળાની પ્રતિબદ્ધતાનું પ્રતીકઆ પ્રકલ્પ અદાણી ગ્રુપની ભારતના વિકાસ માટેની લાંબા ગાળાની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.આ પ્લેટફોર્મ ખાસ કરીને હાઈ-ડેન્સિટી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ક્લાઉડ વર્કલોડની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી રહ્યું છે.અદાણી ગ્રુપની ઊર્જા ક્ષમતાઓનો ઉપયોગ કરીને અહીં વિશ્વસનીય અને ટકાઉ વીજ પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવશે,જે આ પ્રકારના મોટા ડેટા સેન્ટર્સ માટે અનિવાર્ય છે. આ પ્રોજેક્ટનો વિકાસ તબક્કાવાર રીતે કરવામાં આવશે, જે ભારતની AI ક્ષેત્રની મહત્વાકાંક્ષાઓને બળ પૂરું પાડશે.કુલ 100 બિલિયનનું રોકાણ આ સેન્ટર માત્ર માળખાગત સુવિધા જ નહીં, પરંતુ આંધ્રપ્રદેશના આર્થિક વિકાસમાં પણ મોટું યોગદાન આપશે અને રાજ્યને વૈશ્વિક ડિજિટલ નકશા પર એક મુખ્ય કેન્દ્ર તરીકે સ્થાપિત કરશે.નોંધનીય છે કે, આગામી દાયકામાં ભારતના AI,ઊર્જા અને ડિજિટલ માળખાગત સુવિધાઓને મજબૂત કરવા માટે અદાણી ગ્રુપ દ્વારા કુલ 100 બિલિયન યુએસ ડોલરના રોકાણનું જે લક્ષ્ય રાખવામાં આવ્યું છે, આ પ્રોજેક્ટ તે વિરાટ સંકલ્પનો એક મહત્વનો હિસ્સો છે. આ પણ વાંચો - Loan Scheme : ગેરંટી વગર મળશે લોન! 2.5 લાખ કરોડની સ્કીમ માટે નાણા મંત્રાલયે આપી મંજૂરી
Read Full Story arrow_forward