Gujarat local body election result 2026 : અમદાવાદમાં ભાજપની ઐતિહાસિક જીત, ખાડિયા સહિત આ બેઠકો ગુમાવી
ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર પોતાનો દબદબો સાબિત કર્યો છે. ભાજપે અમદાવાદમાં ઐતિહાસિક જીત નોંધાવી છે, પરંતુ આ ભવ્ય વિજય વચ્ચે કેટલીક બેઠકો પર હારનો સામનો પણ કરવો પડ્યો છે. અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહે સંદેશ ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં આ જીત અને હાર બંને પર પોતાની પ્રતિક્રિયા આપી હતી.ભવ્ય જીત વચ્ચે ખાડિયાનું દુઃખ પ્રેરક શાહે જણાવ્યું હતું કે, સમગ્ર શહેરમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે તે આનંદની વાત છે, પરંતુ ભાજપનો ગઢ ગણાતી ખાડિયા બેઠક ગુમાવવાનો તેમને વ્યક્તિગત રીતે રંજ છે. તેમણે સ્વીકાર્યું હતું કે ખાડિયા, બાપુનગર અને સરસપુર જેવી બેઠકો કોંગ્રેસના ફાળે ગઈ છે. પ્રેરક શાહે સ્પષ્ટપણે કહ્યું કે, "ખાડિયા બેઠક કેમ હાર્યા, તેની ગંભીરતાથી સમીક્ષા કરવામાં આવશે. ક્યાં ખામી રહી ગઈ તે તપાસીને આગામી સમયમાં તેને સુધારવામાં આવશે.મેયર પદની પસંદગી અંગે ખુલાસો અમદાવાદમાં ભવ્ય વિજય બાદ હવે સૌની નજર 'મેયર' કોણ બનશે તેના પર ટકેલી છે. આ અંગે પ્રેરક શાહે જણાવ્યું કે, "મેયરની પસંદગી માટે પાર્ટીના આંતરિક માળખામાં ચર્ચા કરવામાં આવશે. લોકશાહી ઢબે તમામ પાસાઓ વિચારાશે, પરંતુ અંતિમ નિર્ણય પાર્ટીનું શીર્ષસ્થ નેતૃત્વ (હાઈકમાન્ડ) જ કરશે." તેમણે ઉમેર્યું કે યોગ્ય સમયે લાયક ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવશે. કોંગ્રેસના ખિસ્સામાં ગયેલી બેઠકો અમદાવાદના પૂર્વીય વિસ્તારોમાં કોંગ્રેસે ગાબડું પાડ્યું છે. પ્રેરક શાહે સ્વીકાર્યું હતું કે: ખાડિયા અને બાપુનગર: કોંગ્રેસે આ બેઠકો જીતીને પોતાની હાજરી નોંધાવી છે. સરસપુર: આ બેઠક પણ કોંગ્રેસના ફાળે ગઈ છે. આ પણ વાંચો - Gujarat local body election result 2026: જામનગરમાં ભાજપનો કેસરીયો લહેરાયો, પૂનમબેન માડમ અને રિવાબા જાડેજાએ ગળે મળીને પાઠવી શુભેચ્છા, કાર્યકરોમાં ભારે ઉત્સાહ
Read Full Story arrow_forward