android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat local body election result 2026: ખાડિયા વોર્ડમાં કોંગ્રેસની પેનલની જીત, રાહુલ ગાંધીએ અભિનંદન પાઠવ્યા!
calendar_today April 28, 2026

Gujarat local body election result 2026: ખાડિયા વોર્ડમાં કોંગ્રેસની પેનલની જીત, રાહુલ ગાંધીએ અભિનંદન પાઠવ્યા!

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની આંધી વચ્ચે કોંગ્રેસે જૂના શહેરના ગઢ ગણાતા ખાડિયા વોર્ડમાં મોટો ઉલટફેર કર્યો છે. ખાડિયા વોર્ડની ચારેય બેઠકો પર કોંગ્રેસની પેનલનો ભવ્ય વિજય થયો છે. આ જીતની ગુંજ છેક દિલ્હી સુધી પહોંચી છે અને ખુદ રાહુલ ગાંધીએ આ જીતને વધાવી છે.રાહુલ ગાંધીનો ઇમરાન ખેડાવાલાને ફોન ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ દાવો કર્યો છે કે, ખાડિયામાં કોંગ્રેસની પેનલના વિજય બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તેમની સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. રાહુલ ગાંધીએ ખાસ ફોન કરીને ખાડિયા વોર્ડની જીત માટે ઇમરાન ખેડાવાલા અને વિજેતા ઉમેદવારોની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. રાષ્ટ્રીય નેતૃત્વ દ્વારા સીધી વાતચીતને પગલે સ્થાનિક કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કેમ ખાસ છે ખાડિયાની જીત? ખાડિયા વોર્ડ પરંપરાગત રીતે ભાજપ અને સંઘનો મજબૂત ગઢ રહ્યો છે. અહીં કોંગ્રેસની આખી પેનલનું વિજયી થવું એ ભાજપ માટે મોટો આંચકો માનવામાં આવે છે. ઇમરાન ખેડાવાલાની રણનીતિ અને સ્થાનિક ઉમેદવારોની લોકપ્રિયતાને કારણે કોંગ્રેસ આ બેઠક આંચકી લેવામાં સફળ રહી છે. આ પણ વાંચો - Gujarat local body election result 2026: ભાજપની ઉજવણીના વિવિધ રંગ, જુઓ Photos

Read Full Story arrow_forward
Gujarat local body election result 2026: જામનગરમાં ભાજપનો કેસરીયો લહેરાયો, પૂનમબેન માડમ અને રિવાબા જાડેજાએ ગળે મળીને પાઠવી શુભેચ્છા, કાર્યકરોમાં ભારે ઉત્સાહ
calendar_today April 28, 2026

Gujarat local body election result 2026: જામનગરમાં ભાજપનો કેસરીયો લહેરાયો, પૂનમબેન માડમ અને રિવાબા જાડેજાએ ગળે મળીને પાઠવી શુભેચ્છા, કાર્યકરોમાં ભારે ઉત્સાહ

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જામનગર મહાનગરપાલિકામાં ભાજપના શાનદાર વિજય બાદ ચારેબાજુ વિજયોત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે. જામનગર શહેર સહિત સમગ્ર હાલાર પંથકમાં ભાજપનો ભગવો લહેરાતા કાર્યકરોમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે.પૂનમબેન માડમ અને રિવાબા જાડેજા વચ્ચે જોવા મળ્યું મિલન ચૂંટણીના પરિણામો બાદ જામનગરના રાજકારણમાં એક સુખદ દ્રશ્ય જોવા મળ્યું હતું. સાંસદ પૂનમબેન માડમ અને ધારાસભ્ય/રાજ્ય મંત્રી રિવાબા જાડેજાએ એકબીજાને ભેટીને જીતની શુભેચ્છાઓ પાઠવી હતી. આ મિલને ભાજપના કાર્યકરોમાં એકતાનો મજબૂત સંદેશ પહોંચાડ્યો છે. વિકાસની રાજનીતિ પર લોકોનો વિશ્વાસ: પૂનમ માડમ વિજય બાદ સાંસદ પૂનમબેન માડમે મીડિયા સાથેની વાતચીતમાં જામનગરની જનતાનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું કે, "આ જીત વિકાસની સકારાત્મક રાજનીતિ પર લોકોના અટલ વિશ્વાસની જીત છે. જામનગરના નાગરિકોએ જે ભરોસો મૂક્યો છે, તેને અમારા વિજેતા ઉમેદવારો લોકોની સેવા કરીને અને તેમના પ્રશ્નોને વાચા આપીને સાર્થક કરશે." આ પણ વાંચો - Gujarat local body election result 2026: ભાજપની ઉજવણીના વિવિધ રંગ, જુઓ Photos

Read Full Story arrow_forward
Gujarat local body election result 2026: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો વિજય, PM મોદીએ પાઠવી શુભેચ્છા!
calendar_today April 28, 2026

Gujarat local body election result 2026: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો વિજય, PM મોદીએ પાઠવી શુભેચ્છા!

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે મેળવેલા ઐતિહાસિક વિજયને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધાવ્યો છે. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને ગુજરાતની જનતાનો આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે, ગુજરાત અને ભાજપ વચ્ચેનો અતૂટ સંબંધ હવે પહેલા કરતા પણ વધુ મજબૂત અને ગાઢ બન્યો છે.સુશાસન અને વિકાસની રાજનીતિનો વિજય: PM મોદી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ગુજરાતી અને અંગ્રેજી એમ બંને ભાષામાં સંદેશ પાઠવી ભાજપના કાર્યકરો અને જનતાને અભિનંદન આપ્યા હતા. તેમણે જણાવ્યું કે, જનાદેશનો આભાર: મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતોમાં ભાજપને મળેલ પ્રચંડ જનસમર્થન બદલ હું જનતાનો ઋણી છું. વિકાસ પર મહોર વધુમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના ઉત્તમ કામો અને સુશાસનને કારણે જનતાએ ફરી એકવાર વિકાસની રાજનીતિને મત આપ્યો છે. કાર્યકરોની મહેનત ફળીઆ સાથે વડાપ્રધાન મોદીએ કાર્યકરોને જીતનો શ્રેય આપતા જણાવ્યું હતું કે, ભાજપના પાયાના કાર્યકરો જે સતત જનતાની વચ્ચે રહીને સેવા કરે છે, તેમના પરિશ્રમને કારણે જ ભાજપ લોકોની પ્રથમ પસંદ બની છે. "ગુજરાતને નવી ઊંચાઈઓ પર લઈ જઈશું" PM મોદીએ ગુજરાતની જનતાને ખાતરી આપતા જણાવ્યું હતું કે, ભાજપની ટીમ આવનારા સમયમાં વધુ મહેનત કરશે અને ગુજરાતને પ્રગતિના નવા શિખરો સુધી પહોંચાડવા માટે સતત પ્રયત્નશીલ રહેશે. આ પણ વાંચો - Gujarat local body election result 2026: ભાજપની ઉજવણીના વિવિધ રંગ, જુઓ Photos

Read Full Story arrow_forward