android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Local Body Election Results 2026: સાંજે 5 વાગ્યા સુધીમાં ગુજરાતમાં વિપક્ષનું વિસર્જન, 6400થી વધુ બેઠકો પર ભાજપનો કેસરીયો, કોંગ્રેસના સૂપડા સાફ
calendar_today April 28, 2026

Gujarat Local Body Election Results 2026: સાંજે 5 વાગ્યા સુધીમાં ગુજરાતમાં વિપક્ષનું વિસર્જન, 6400થી વધુ બેઠકો પર ભાજપનો કેસરીયો, કોંગ્રેસના સૂપડા સાફ

ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026ના સાંજે 5 વાગ્યા સુધી જાહેર થયેલા આંકડાઓએ રાજકીય વિશ્લેષકોને પણ ચોંકાવી દીધા છે. રાજ્યની કુલ 9980 બેઠકોમાંથી અત્યાર સુધીમાં 8696 બેઠકોના પરિણામો સામે આવ્યા છે, જેમાં ભારતીય જનતા પાર્ટીએ 6442 બેઠકો પર ભગવો લહેરાવીને વિપક્ષોના સૂપડા સાફ કરી દીધા છે. બીજી તરફ, મુખ્ય વિપક્ષ કોંગ્રેસ માત્ર 1603 બેઠકો પર સમેટાઈ ગઈ છે.જગદીશ વિશ્વકર્માનું ‘માઇક્રો મેનેજમેન્ટ’ સફળ આ પ્રચંડ વિજય પાછળ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની રણનીતિ સૌથી મોટું કારણ માનવામાં આવે છે. તેમણે પરંપરાગત પ્રચારને બદલે ડેટા અને પર્સનલ કનેક્ટ પર ભાર મૂક્યો હતો. તેમણે 1.05 લાખ ગ્રુપ મિટિંગ અને 30 હજાર સામાજિક બેઠકો દ્વારા દરેક મતદાર સુધી પહોંચવાનો લક્ષ્યાંક રાખ્યો હતો. તથા દરેક એરિયા મુજબ વિકાસના કામોના રિપોર્ટ કાર્ડ આપીને જનતાનો વિશ્વાસ જીત્યો હતો અને તમામ જ્ઞાતિ અને સંગઠનોને ભાજપની વિચારધારા સાથે જોડીને વોટિંગ પેટર્ન જ બદલી નાખી. બૂથ મેનેજમેન્ટે ખેલ પાડી દીધો માત્ર શહેરોમાં જ નહીં, પણ તાલુકા અને જિલ્લા પંચાયતોમાં પણ ભાજપે મજબૂત બૂથ મેનેજમેન્ટના જોરે લીડ મેળવી છે. વિરોધ પક્ષો જ્યારે રણનીતિ બનાવવામાં વ્યસ્ત હતા, ત્યારે ભાજપના કાર્યકર્તાઓ પેજ સમિતિ દ્વારા દરેક ઘર સુધી પહોંચી ગયા હતા. આ પરિણામોએ સાબિત કર્યું છે કે ગુજરાતમાં ભાજપનો ગઢ તોડવો અત્યારે અશક્ય જેવું છે.આ પણ વાંચો---    Gujarat Local Body Election Results 2026: ગુજરાતમાં છવાયો કેસરીયો, જાણો કાર્યકર્તાઓ સાથેની એ કઈ સીક્રેટ મંત્રણા હતી જેણે વોટિંગ પેટર્ન જ બદલી નાખી?

Read Full Story arrow_forward
Gujarat local body election result 2026 : મહેસાણામાં મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના સૂપડા સાફ
calendar_today April 28, 2026

Gujarat local body election result 2026 : મહેસાણામાં મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના સૂપડા સાફ

ઉત્તર ગુજરાતના રાજકારણના ગઢ ગણાતા મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પરિણામો જાહેર થયા છે. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ એકહથ્થુ શાસન જમાવી વિરોધ પક્ષોના સૂપડા સાફ કરી દીધા છે. મહેસાણા મહાનગરપાલિકા હોય, જિલ્લા પંચાયત હોય કે તમામ 10 તાલુકા પંચાયતો, દરેક જગ્યાએ ભાજપે સ્પષ્ટ બહુમતી સાથે ભવ્ય વિજય મેળવ્યો છે.મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતમાં ભાજપનો દબદબોમહેસાણા મહાનગરપાલિકાની કુલ 52 બેઠકોમાંથી ભાજપે 47 બેઠકો પર જીત મેળવી વિપક્ષને માત્ર 5 બેઠકો પર સીમિત કરી દીધું છે. તેવી જ રીતે, મહેસાણા જિલ્લા પંચાયતની 42 બેઠકોમાંથી 38 બેઠકો ભાજપના ફાળે ગઈ છે, જ્યારે કોંગ્રેસ માત્ર 4 બેઠકો જ બચાવી શકી છે. તાલુકા પંચાયતોના પરિણામો પર એક નજર તાલુકા પંચાયતોમાં ભાજપનું પ્રદર્શન અત્યંત મજબૂત રહ્યું છે. ખાસ કરીને ઊંઝામાં ભાજપે તમામ 18 બેઠકો જીતીને વિપક્ષનું ખાતું પણ ખૂલવા દીધું નથી. તાલુકા પંચાયતોના પરિણામો ઉંઝા તાલુકા પંચાયત: ભાજપે 18 માંથી તમામ 18 બેઠકો જીતીને ક્લીન સ્વીપ કર્યું છે.કડી અને વિજાપુર: કડીમાં 30 માંથી 24 અને વિજાપુરમાં 26 માંથી 24 બેઠકો ભાજપે હાંસલ કરી છે. અન્ય તાલુકાઓ: વિસનગરમાં 21, વડનગરમાં 15, બેચરાજીમાં 13, જોટાણામાં 11 અને મહેસાણા તાલુકા પંચાયતમાં 22 બેઠકો મેળવી ભાજપે બહુમતી સાબિત કરી છે.ખેરાલુ તાલુકા પંચાયતલ હરીફાઈ થોડી નજીકની રહી  ખેરાલુ તાલુકા પંચાયતમાં હરીફાઈ થોડી નજીકની રહી હતી, જ્યાં ભાજપે 9, કોંગ્રેસે 7 અને અન્ય પક્ષોએ 2 બેઠકો જીતી હતી. સતલાસણામાં પણ ભાજપે 12 બેઠકો સાથે પોતાની સત્તા જાળવી રાખી છેરાજકીય સમીકરણોઆ ચૂંટણી પરિણામો દર્શાવે છે કે મહેસાણા જિલ્લો જે ક્યારેક રાજકીય રીતે મિશ્ર અસરો ધરાવતો હતો, ત્યાં હવે ભાજપનું સંગઠન ખૂબ જ મજબૂત બન્યું છે. કોંગ્રેસ માટે આ પરિણામો એક મોટો આંચકો છે, કારણ કે મોટાભાગની બેઠકો પર પક્ષનો દેખાવ અત્યંત નબળો રહ્યો છે. ભાજપની આ ભવ્ય જીત પાછળ સંગઠનની મજબૂતી અને રાજ્ય સરકારની લોકકલ્યાણકારી યોજનાઓનું મોટું યોગદાન માનવામાં આવી રહ્યું છે. આગામી સમયમાં ભાજપ હવે આ જ ગતિએ વિકાસના કાર્યોને આગળ વધારવા માટે આયોજન કરશે.આ પણ વાંચો -5 વાગ્યા સુધીમાં 9980 પૈકી 8696 બેઠકોના પરિણામો જાહેર, ભાજપને 6442 બેઠકો

Read Full Story arrow_forward
Gujarat local body election result 2026: સુરત મનપાની ચૂંટણીમાં ભાજપે 30 વર્ષ બાદ ઇતિહાસનું પુનરાવર્તન કર્યું, વિપક્ષના સુપડા સાફ!
calendar_today April 28, 2026

Gujarat local body election result 2026: સુરત મનપાની ચૂંટણીમાં ભાજપે 30 વર્ષ બાદ ઇતિહાસનું પુનરાવર્તન કર્યું, વિપક્ષના સુપડા સાફ!

ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે સમગ્ર રાજ્યમાં વિજયકૂચ જાળવી રાખી છે, પરંતુ સુરત મહાનગરપાલિકામાં ભાજપે જે પરિણામ મેળવ્યું છે, તેણે સૌને ચોંકાવી દીધા છે. સુરતમાં ભાજપે 30 વર્ષ જૂનો પોતાનો જ રેકોર્ડ તોડીને વિપક્ષને અસ્તિત્વ ટકાવવા માટે પણ ફાંફાં પડાવી દીધા છે.સુરત મનપાની 120 માંથી 115 બેઠકો પર કેસરીયો સુરત મહાનગરપાલિકામાં ભાજપે ઐતિહાસિક વિજય મેળવ્યો છે. વર્ષ 1995માં જ્યારે 99 બેઠકો હતી ત્યારે ભાજપે 98 બેઠકો જીતી હતી, તેવા જ પ્રકારનું પુનરાવર્તન 2026માં જોવા મળ્યું છે. બેઠકોનું ગણિત સુરત મહાનગરપાલિકામાં કુલ 120 બેઠકોમાંથી ભાજપે 115 બેઠકો પર કબ્જો કર્યો છે. જ્યારે આમ આદમી પાર્ટીને ફાળે માત્ર 4 અને કોંગ્રેસને માત્ર 1 બેઠક મળી છે. પાટીદાર ગઢમાં ગાબડું સુરત મહાનગરપાલિકામાં 11 પાટીદાર પ્રભુત્વ ધરાવતા વોર્ડમાંથી 10 વોર્ડમાં ભાજપની પેનલ વિજયી થઈ છે. માત્ર વોર્ડ નંબર 17 માં 'આપ' નો વિજય થયો છે. ચોર્યાસી તાલુકા પંચાયત ચોર્યાસી તાલુકા પંચાયતમાં પણ ભાજપે 16 માંથી 14 બેઠકો જીતીને સત્તા મેળવી છે. આ પણ વાંચો - Gujarat local body election result 2026: ભાજપનો કેસરીયો, મોરબી-વ્યારામાં ઉલટફેર અને 'આપ'નો પોશીનામાં પંજો, જાણો કોને મળી કેટલી બેઠક?

Read Full Story arrow_forward