android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Local Body Election Results 2026:  કમલમમાં દિવાળી, જાણો સીએમ અને હર્ષ સંઘવીએ કોના બિસ્તરા-પોટલા બંધાવ્યા?
calendar_today April 28, 2026

Gujarat Local Body Election Results 2026: કમલમમાં દિવાળી, જાણો સીએમ અને હર્ષ સંઘવીએ કોના બિસ્તરા-પોટલા બંધાવ્યા?

ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે સાંજે 5 વાગ્યા સુધી 8696 માંથી 6442 બેઠકો જીતીને વિરોધ પક્ષોના અસ્તિત્વ સામે સવાલ ઉભા કરી દીધા છે. આ પ્રચંડ જીત બાદ ગાંધીનગર સ્થિત 'કમલમ' ખાતે દિવાળી જેવો માહોલ સર્જાયો છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ, જગદીશ વિશ્વકર્મા અને હર્ષ સંઘવીની હાજરીમાં ભવ્ય ઉજવણી શરૂ થઈ છે.સીએમ ભૂપેન્દ્ર પટેલ: "નકારાત્મકતાને જનતાએ નકારી" સીએમ ભૂપેન્દ્ર પટેલે વિજય ઉત્સવમાં જણાવ્યું કે, "ગુજરાતની જનતા ક્યારેય નકારાત્મકતા સ્વીકારતી નથી. પીએમ મોદીના વિકાસના સપનાને આગળ વધારવા જનતાએ સમર્થન આપ્યું છે. અમે પહેલા દિવસથી ટીમ વર્ક કરી જે પ્રવાસ કર્યો હતો, તેનું જ આ સચોટ પરિણામ છે." હર્ષ સંઘવી: "ગુજરાતને બદનામ કરનારાઓને મળ્યો જવાબ" ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આક્રમક અંદાજમાં કહ્યું કે, "અનેક લોકોએ ગુજરાતના નાગરિકોને બદનામ કરવામાં કસર નહોતી છોડી, પરંતુ મતદારોએ આજે તે તમામને જવાબ આપી દીધો છે. કોરોના કે અતિવૃષ્ટિ જેવી આફતોમાં જે કાર્યકર્તાઓએ સેવા કરી છે, આ જીત તેમની મહેનતનું ફળ છે." જગદીશ વિશ્વકર્મા: "બિસ્તરા-પોટલા બાંધવાનો સમય આવી ગયો" ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ વિરોધ પક્ષો પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, "ચૂંટણી ટાણે જે મોસમી પક્ષો આવ્યા હતા, તેમના બિસ્તરા-પોટલા બાંધી પરત જવાનો સમય આવી ગયો છે. જનતાએ અમારી વિકાસ યાત્રા પર મહોર મારી છે." આ પણ વાંચો---   Gujarat Local Body Election Results 2026: ગુજરાતમાં છવાયો કેસરીયો, જાણો કાર્યકર્તાઓ સાથેની એ કઈ સીક્રેટ મંત્રણા હતી જેણે વોટિંગ પેટર્ન જ બદલી નાખી?

Read Full Story arrow_forward
Gujarat local body election result 2026: પાલનપુરના જગાણામાં મતદાન કેન્દ્ર બહાર આગ લાગી, સમર્થકોના ટોળા વચ્ચે અફરાતફરી
calendar_today April 28, 2026

Gujarat local body election result 2026: પાલનપુરના જગાણામાં મતદાન કેન્દ્ર બહાર આગ લાગી, સમર્થકોના ટોળા વચ્ચે અફરાતફરી

બનાસકાંઠાના પાલનપુરમાં આવેલા જગાણા મતદાન મથક બહાર આજે અચાનક આગ લાગવાની ઘટના સામે આવતા દોડધામ મચી ગઈ હતી. જગાણા કોલેજ ખાતે ઉભા કરવામાં આવેલા મતદાન મથકની બિલકુલ બહાર ખુલ્લામાં પડેલા ઘાસચારામાં અચાનક આગ ફાટી નીકળી હતી.અફરાતફરીનો માહોલ સર્જાયો ઘટનાની મળતી માહિતી અનુસાર, મતગણતરીની પ્રક્રિયા ચાલી રહી હોવાથી કેન્દ્રની બહાર ઉમેદવારોના સમર્થકો અને મતદારોના મોટા ટોળા ઉમટેલા હતા. આ ભીડની નજીક જ આગ લાગતા થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે, આગ વધુ પ્રસરે તે પહેલા જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ ઘટનાની જાણ થતા જ પાલનપુર ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. આગ કયા કારણોસર લાગી તે હજુ જાણી શકાયું નથી, પરંતુ મતદાન મથક જેવા સંવેદનશીલ સ્થળે આગની ઘટનાને પગલે વહીવટી તંત્ર પણ દોડતું થયું હતું. હાલમાં આગ પર કાબૂ મેળવી લેવાયો હોવાના અહેવાલ છે અને મતગણતરીની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે ચાલુ છે. આ પણ વાંચો - Gujarat local body election result 2026: ભાજપનો કેસરીયો, મોરબી-વ્યારામાં ઉલટફેર અને 'આપ'નો પોશીનામાં પંજો, જાણો કોને મળી કેટલી બેઠક?

Read Full Story arrow_forward
Gujarat local body election result 2026: ભાજપની ઉજવણીના વિવિધ રંગ, જુઓ Photos
calendar_today April 28, 2026

Gujarat local body election result 2026: ભાજપની ઉજવણીના વિવિધ રંગ, જુઓ Photos

સુરત આજે ફરી કેસરીયું બન્યું છે! 120માંથી 115 બેઠકો પર વિજય મેળવીને ભાજપે 30 વર્ષ જૂનો ઇતિહાસ દોહરાવ્યો છે. ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે સમગ્ર રાજ્યમાં વિજયકૂચ જાળવી રાખી છે, પરંતુ સુરત મહાનગરપાલિકામાં ભાજપે જે પરિણામ મેળવ્યું છે, તેણે સૌને ચોંકાવી દીધા છે. સુરતમાં ભાજપે 30 વર્ષ જૂનો પોતાનો જ રેકોર્ડ તોડીને વિપક્ષને અસ્તિત્વ ટકાવવા માટે પણ ફાંફાં પડાવી દીધા છે. જુઓ વિજયના ઉત્સવની કેટલીક ખાસ તસવીરો...

Read Full Story arrow_forward