android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Varansi: મહિલા આરક્ષણનું લક્ષ્ય હું પૂરૂં કરીને જ રહીશ, નારી વંદન સંમેલનમાં PM મોદીને હૂંકાર
calendar_today April 28, 2026

Varansi: મહિલા આરક્ષણનું લક્ષ્ય હું પૂરૂં કરીને જ રહીશ, નારી વંદન સંમેલનમાં PM મોદીને હૂંકાર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં 'નારી શક્તિ વંદન સંમેલન' દરમિયાન કાશી અને દેશને આશરે ₹6,350 કરોડના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સની ભેટ આપી છે. આ કાર્યક્રમ માત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ઉદ્ઘાટન પૂરતો સીમિત ન રહ્યો, પરંતુ પ્રધાનમંત્રીએ દેશની મહિલાઓને રાજકીય મુખ્યધારામાં લાવવા માટેના તેમના મક્કમ નિર્ધારને પણ ફરી એકવાર દોહરાવ્યો છે.નારી શક્તિ અને દૈવી ભૂમિનો મહિમાપીએમ મોદીએ સભાને સંબોધતા કાશીને માતા અન્નપૂર્ણા, માતા શ્રૃંગાર ગૌરી અને ગંગા મૈયા જેવી દૈવી શક્તિઓની ભૂમિ ગણાવી હતી. તેમણે કહ્યું કે જ્યારે આટલી મોટી સંખ્યામાં બહેનો અને દીકરીઓ એકઠી થાય છે, ત્યારે આ પ્રસંગ ખરેખર દિવ્ય બની જાય છે. કાશીના સાંસદ તરીકે તેમણે મહિલાઓના આશીર્વાદ માંગ્યા અને સ્પષ્ટ કર્યું કે તેમનું મુખ્ય લક્ષ્ય લોકસભા અને વિધાનસભાઓમાં મહિલા અનામતનો અમલ કરવાનું છે.વિપક્ષ પર નિશાન અને મહિલા અધિકારોની ખાતરીમહિલા અનામત બિલ મુદ્દે પીએમ મોદીએ ભૂતકાળના પ્રયાસોનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, અગાઉ સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ જેવા પક્ષોના અવરોધને કારણે આ પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા. જોકે, તેમણે દેશની નારી શક્તિને ખાતરી આપી હતી કે, "હું તમારા અનામત અધિકારોનો અમલ થાય તે માટે કોઈ કસર બાકી નહીં રાખું અને આ લક્ષ્ય કોઈપણ કિંમતે પ્રાપ્ત કરીશ."રેલવે કનેક્ટિવિટીમાં નવો અધ્યાય: અમૃત ભારત ટ્રેનોવિકાસના ઉત્સવના ભાગરૂપે પ્રધાનમંત્રીએ બે નવી 'અમૃત ભારત એક્સપ્રેસ' ટ્રેનોને લીલી ઝંડી બતાવી રવાના કરી હતી:૧. વારાણસી થી પુણે (હડપસર)૨. અયોધ્યા થી મુંબઈ (લોકમાન્ય તિલક ટર્મિનલ)આ આધુનિક ટ્રેનો ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરશે. પીએમએ જણાવ્યું કે હવે મુંબઈ અને પુણેના ભક્તો માટે અયોધ્યા ધામ અને કાશી વિશ્વનાથ ધામ સુધી પહોંચવા માટે વધુ સુવિધાજનક અને આધુનિક વિકલ્પ ઉપલબ્ધ બન્યો છે.વિકસિત ભારતનું મિશનઅંતમાં પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે આજે નારી શક્તિ વંદનની સાથે વિકાસનો પણ ઉત્સવ છે. ભારતને ૨૦૪૭ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાનું જે મિશન ચાલી રહ્યું છે, તેમાં મહિલાઓનું યોગદાન સર્વોપરી રહેશે. કાશીમાં લોન્ચ થયેલા આ પ્રોજેક્ટ્સ સ્થાનિક રોજગારી અને પ્રવાસનને વેગ આપવા સાથે સામાન્ય જનતાની સુખાકારીમાં વધારો કરશે.આ પણ વાંચોઃ Loan Scheme : ગેરંટી વગર મળશે લોન! 2.5 લાખ કરોડની સ્કીમ માટે નાણા મંત્રાલયે આપી મંજૂરી

Read Full Story arrow_forward
Gujarat Local Body Election Results 2026 Live :  5 વાગ્યા સુધીમાં 9980 પૈકી 8696 બેઠકોના પરિણામો જાહેર,  ભાજપને 6442 બેઠકો
calendar_today April 28, 2026

Gujarat Local Body Election Results 2026 Live : 5 વાગ્યા સુધીમાં 9980 પૈકી 8696 બેઠકોના પરિણામો જાહેર, ભાજપને 6442 બેઠકો

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 28 એપ્રિલના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Gujarat local body election result 2026: ભાજપનો કેસરીયો, મોરબી-વ્યારામાં ઉલટફેર અને 'આપ'નો પોશીનામાં પંજો, જાણો કોને મળી કેટલી બેઠક?
calendar_today April 28, 2026

Gujarat local body election result 2026: ભાજપનો કેસરીયો, મોરબી-વ્યારામાં ઉલટફેર અને 'આપ'નો પોશીનામાં પંજો, જાણો કોને મળી કેટલી બેઠક?

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોમાં ભાજપે મોટાભાગના જિલ્લાઓમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. તાપી, મોરબી અને ગોધરામાં ભાજપનો ભગવો લહેરાયો છે, જ્યારે પોશીના અને છોટા ઉદેપુરમાં આમ આદમી પાર્ટીએ મજબૂત એન્ટ્રી કરીને સત્તાના સમીકરણો બદલી નાખ્યા છે.તાપી જિલ્લો: ભાજપનું શાસન, વ્યારામાં કોંગ્રેસનો ગઢ યથાવત તાપી જિલ્લામાં ભાજપે શાનદાર પ્રદર્શન કર્યું છે. વ્યારા નગરપાલિકામાં ભાજપે 28 માંથી 26 બેઠકો જીતીને ચોથી વાર સત્તા હાંસલ કરી છે. જોકે, વ્યારા તાલુકા પંચાયતમાં કોંગ્રેસે 13 બેઠકો સાથે સત્તા જાળવી રાખી છે. સોનગઢમાં ટાઈ પડી છે, જ્યારે ઉકાઈમાં ત્રિશંકુ પરિણામ આવતા 'આપ' કિંગમેકરની ભૂમિકામાં છે. મોરબી: મહાનગરપાલિકામાં ક્લીન સ્વીપ, પણ જિલ્લા પંચાયતમાં આંચકો મોરબી મહાનગરપાલિકાની તમામ 52 બેઠકો ભાજપે જીતીને ઇતિહાસ રચ્યો છે. જોકે, જિલ્લા પંચાયતમાં ભાજપને મોટો ફટકો પડ્યો છે. અહીં ભાજપ પાસે બેઠકો હોવા છતાં, એસટી અનામત બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર વિજયી થતા પ્રમુખ કોંગ્રેસના બને તેવી શક્યતા છે. સાબરકાંઠા: પોશીનામાં 'આપ'નું શાસન સાબરકાંઠાના પોશીનામાં આમ આદમી પાર્ટીએ ભાજપ પાસેથી સત્તા આંચકી લીધી છે. કુલ 20 બેઠકોમાંથી 10 બેઠકો જીતીને 'આપ' એ પોતાનો દબદબો સાબિત કર્યો છે. અન્ય મહત્વના અપડેટ્સ: ગોધરા: ઇતિહાસમાં પ્રથમવાર ભાજપે નગરપાલિકામાં 27 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી મેળવી બોટાદ: જિલ્લા પંચાયતની 20 માંથી 13 બેઠકો જીતીને ભાજપ આગળ અમરેલી: સાવરકુંડલા નગરપાલિકામાં 25 બેઠકો સાથે ભાજપનો વિજય છોટા ઉદેપુર: પાવી જેતપુર અને સંખેડામાં ભાજપ, જ્યારે છોટા ઉદેપુર તાલુકા પંચાયતમાં 'આપ'નો વિજય. બનાસકાંઠા: પાલનપુરમાં મતગણતરી કેન્દ્ર બહાર ઘાસચારામાં આગ લાગતા અફરાતફરી મચીઆ પણ વાંચો - Gujarat Local Body Election Results 2026: સુરતમાં ભાજપનું વિજયી વાવાઝોડું, સી.આર. પાટીલે કહ્યું , અહંકારી પાર્ટીઓને જનતાએ ઘરભેગી કરી

Read Full Story arrow_forward