android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat local body election result 2026: દાહોદમાં લોહિયાળ જંગ, વિજય સરઘસમાં ભાજપના વિજેતા ઉમેદવાર પર જીવલેણ હુમલો
calendar_today April 28, 2026

Gujarat local body election result 2026: દાહોદમાં લોહિયાળ જંગ, વિજય સરઘસમાં ભાજપના વિજેતા ઉમેદવાર પર જીવલેણ હુમલો

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોના ઉત્સાહ વચ્ચે દાહોદના માડલીથી હિંસાના સમાચાર સામે આવ્યા છે. માડલી બેઠક પર ભાજપના વિજેતા ઉમેદવાર ચિરાયુ બામણીયાના વિજય સરઘસ પર ટોળા દ્વારા હુમલો કરવામાં આવતા ભારે અફરાતફરી મચી જવા પામી હતી.શું છે સમગ્ર ઘટના? ચૂંટણી પરિણામો જાહેર થયા બાદ ભાજપના ઉમેદવાર ચિરાયુ બામણીયાનો વિજય થતા કાર્યકરો દ્વારા વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. આ દરમિયાન હરીફ અપક્ષ ઉમેદવાર ધવલકુમાર બામણીયા અને તેમના સમર્થકો દ્વારા સરઘસ પર હુમલો કરવામાં આવ્યો હોવાના આક્ષેપો થયા છે. જાનહાની અને ઈજા આ અથડામણમાં બંને પક્ષોના કાર્યકરોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસ કાર્યવાહી ઘટનાની ગંભીરતા જોતા DYSP સહિતનો ઉચ્ચ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. હાલ માડલીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પરિસ્થિતિ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ છે. આ પણ વાંચો - Gujarat local body election result 2026: ભાજપનો કેસરીયો, મોરબી-વ્યારામાં ઉલટફેર અને 'આપ'નો પોશીનામાં પંજો, જાણો કોને મળી કેટલી બેઠક?

Read Full Story arrow_forward
Gujarat local body election result 2026 : ગોધરામાં કોમી એકતાનું ઉદાહરણ, મુસ્લિમ વસ્તી ધરાવતા વોર્ડમાં હિન્દુ મહિલાનો ભવ્ય વિજય
calendar_today April 28, 2026

Gujarat local body election result 2026 : ગોધરામાં કોમી એકતાનું ઉદાહરણ, મુસ્લિમ વસ્તી ધરાવતા વોર્ડમાં હિન્દુ મહિલાનો ભવ્ય વિજય

ગુજરાતના રાજકારણમાં અનેકવાર જ્ઞાતિ-જાતિના સમીકરણો ચર્ચાનો વિષય બનતા હોય છે, પરંતુ પંચમહાલ જિલ્લાના ગોધરામાંથી એક એવા સમાચાર સામે આવ્યા છે જેણે 'કોમી એકતા' અને 'વિકાસના રાજકારણ'નું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગોધરા નગરપાલિકાના વોર્ડ નં. 7 માં, જે સંપૂર્ણપણે મુસ્લિમ બહુલ વિસ્તાર ગણાય છે, ત્યાંથી અપક્ષ હિન્દુ મહિલા ઉમેદવાર અપેક્ષાબેન સોનીએ ભવ્ય વિજય મેળવી નવો ઇતિહાસ રચ્યો છે.લોકશાહી અને ભાઈચારાની જીતગોધરાનો વોર્ડ નંબર 7 એટલે એવો વિસ્તાર જ્યાં મતદારોની યાદીમાં 100 ટકા મુસ્લિમ મતદારો છે. સામાન્ય સંજોગોમાં અહીં ધર્મના આધારે મતદાન થવાની અપેક્ષા રખાતી હોય છે, પરંતુ અપેક્ષાબેન સોનીના કિસ્સામાં જનતાએ 'જાતિવાદ' અને 'ધર્મ' કરતા 'વિકાસ' અને 'સેવા'ને વધુ મહત્વ આપ્યું છે. અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરેલા અપેક્ષાબેને મોટા રાજકીય પક્ષોના સમીકરણોને ધ્વસ્ત કરી દીધા છે.કેવી રીતે મળ્યો વિજય?આ વિજય પાછળ અપેક્ષાબેન અને તેમના પરિવારનો વર્ષો જૂનો જનસંપર્ક જવાબદાર છે. તેમણે પક્ષના પ્રતીક વગર, માત્ર પોતાના કામ અને લોકો સાથેના સંબંધો પર ભરોસો રાખ્યો હતો. ચૂંટણી પ્રચાર દરમિયાન પણ મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને યુવાનોએ તેમને પૂરતો ટેકો આપ્યો હતો. સ્થાનિક રહીશોનું માનવું છે કે, "અમને એવા પ્રતિનિધિની જરૂર હતી જે અમારા પ્રશ્નો સમજે અને વિસ્તારની ગંદકી, પાણી તથા રોડના પ્રશ્નો ઉકેલે, પછી ભલે તે ગમે તે ધર્મના હોય.ઉજવણીનો અનોખો માહોલચૂંટણીના પરિણામો જાહેર થતા જ વોર્ડમાં અભૂતપૂર્વ દ્રશ્યો જોવા મળ્યા હતા. મુસ્લિમ સમાજના લોકોએ હિન્દુ ઉમેદવાર અપેક્ષાબેનને ખભે બેસાડીને વિજય સરઘસ કાઢ્યું હતું. ગુલાલની ઉછામણી અને ફટાકડાના અવાજ વચ્ચે કોમી એકતાના સૂત્રોચ્ચાર થયા હતા. આ વિજયે સાબિત કર્યું છે કે ગોધરા હવે બદલાઈ રહ્યું છે અને અહીંની જનતા ભાઈચારામાં માને છે.અપેક્ષાબેન સોનીનો આ વિજય માત્ર એક વ્યક્તિની જીત નથી, પરંતુ લોકશાહીના તે મૂલ્યોની જીત છે જ્યાં ઉમેદવારની લાયકાત તેની જ્ઞાતિ કરતા મોટી ગણાય છે. આ ઘટનાએ સાબિત કર્યું છે કે જો જનપ્રતિનિધિ પ્રજાના હૃદયમાં સ્થાન બનાવે, તો ધર્મની કોઈ પણ દીવાલ તેને રોકી શકતી નથી.આ પણ વાંચો - Gujarat Local Body Election Results 2026: અમદાવાદમાં ભાજપે સૌથી જૂનો ગઢ ગુમાવ્યો, ખાડિયામાં કોંગ્રેસની પેનલ જીતી

Read Full Story arrow_forward
Loan Scheme : ગેરંટી વગર મળશે લોન! 2.5 લાખ કરોડની સ્કીમ માટે નાણા મંત્રાલયે આપી મંજૂરી
calendar_today April 28, 2026

Loan Scheme : ગેરંટી વગર મળશે લોન! 2.5 લાખ કરોડની સ્કીમ માટે નાણા મંત્રાલયે આપી મંજૂરી

નાણા મંત્રાલયે રૂ. 2.5 લાખ કરોડની ક્રેડિટ ગેરંટી યોજના માટે કેબિનેટ નોટ તૈયાર કરી લીધી છે. આ માટે મંત્રાલયો વચ્ચે પરામર્શ પૂર્ણ થઈ ગયો છે અને અપેક્ષા છે કે કેબિનેટ ટૂંક સમયમાં આ પ્રસ્તાવ પર વિચાર કરશે. ટોચના સરકારી અધિકારીએ આ માહિતી આપી છે. નાણા મંત્રાલયની વ્યય નાણા સમિતિ (EFC) એ અગાઉથી જ MSME, એરલાઇન્સ અને પશ્ચિમ એશિયામાં યુદ્ધના કારણે રોકડની અછત (liquidity stress) નો સામનો કરી રહેલા અન્ય વ્યવસાયો માટે આ યોજનાને મંજૂરી આપી દીધી છે. કેબિનેટ મંજૂરી પહેલાનું મહત્વનું પગલું EFC ની મંજૂરીનો અર્થ એ છે કે યોજનાનું માળખું, નાણાકીય પ્રભાવ અને ડિઝાઇનની આંતરિક રીતે તપાસ થઈ ચૂકી છે. કેબિનેટની મંજૂરી પહેલાં આ એક મહત્વનું પગલું છે. EFC સરકારના મોટા ખર્ચના પ્રસ્તાવોની તપાસ કરે છે, યોજનાના ખર્ચ, માળખા અને નાણાકીય અસરનું મૂલ્યાંકન કરે છે અને તેમને કેબિનેટના વિચારાર્થે મંજૂરી આપે છે. કેબિનેટ પ્રક્રિયા હેઠળ પ્રસ્તાવ નાણા મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ મની કંટ્રોલના રિપોર્ટમાં નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, વ્યય નાણા સમિતિ (EFC) ની બેઠકો પૂર્ણ થયા બાદ અને ભલામણો નક્કી થઈ ગયા પછી, પ્રસ્તાવ કેબિનેટ પ્રક્રિયામાં જાય છે. આમાં કેબિનેટ નોટ તૈયાર કરવી અને મંત્રાલયો વચ્ચે પરામર્શ સામેલ હોય છે. આ પ્રસ્તાવમાં એવિએશન, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSMEs) જેવા સેક્ટર અને ભૌગોલિક-રાજકીય ઉથલપાથલથી પ્રભાવિત અન્ય વ્યવસાયોનો સમાવેશ થાય છે. તેને અંતિમ રીતે ક્યારે લાગુ કરવામાં આવશે, તે કેબિનેટની મંજૂરી પર નિર્ભર રહેશે. મોટા પાયે ક્રેડિટ સહાયતાની યોજના પ્રસ્તાવિત યોજનાને ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમ (ECLGS) ના વિસ્તરણ તરીકે તૈયાર કરવામાં આવે તેવી અપેક્ષા છે. ECLGS ને 2020 માં કોવિડ-19 મહામારી દરમિયાન MSMEs ને સહાય આપવા માટે શરૂ કરવામાં આવી હતી. આ યોજનાને મોટા પાયે ક્રેડિટ ગેરંટી મિકેનિઝમ તરીકે ડિઝાઇન કરવામાં આવી છે, જેથી પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટથી પ્રભાવિત વિવિધ ક્ષેત્રોમાં રોકડની અછતને દૂર કરી શકાય. નાણાકીય દબાણ ઘટાડવાનો ઉદ્દેશ્ય સરકાર રૂ. 2.5 લાખ કરોડની આ રકમનો ઉપયોગ સપ્લાયમાં અવરોધ, વધતા ઇનપુટ કોસ્ટ અને ભૌગોલિક-રાજકીય અનિશ્ચિતતાથી ઉદ્ભવતા નાણાકીય દબાણને ઘટાડવા માટે કરવા માંગે છે. આ પગલાનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે નાણાકીય દબાણને કારણે લોન ચુકવવામાં ડિફોલ્ટ ન થાય અને નબળા ક્ષેત્રોને સતત ધિરાણ મળતું રહે. વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતાનો સામનો આ પ્રસ્તાવિત યોજના એવા સમયે આવી છે જ્યારે પશ્ચિમ એશિયાના સંકટને કારણે વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતા વધી રહી છે. આ સંકટે કોમોડિટીના ભાવ, વેપાર પ્રવાહ અને નાણાકીય સ્થિતિને અસર કરી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગત નાણાકીય વર્ષ નાણાકીય મોરચે સરળતાથી સંપન્ન થયું હતું, પરંતુ બદલાતી ભૌગોલિક-રાજકીય ઘટનાઓ વર્તમાન વર્ષ માટે પડકારો ઉભા કરી રહી છે. એવિએશન સેક્ટર પર વિશેષ ધ્યાન આ યોજના હેઠળ સરકાર કેટલાક ખાસ ક્ષેત્રો માટે લક્ષિત સહાયક પગલાં પર કામ કરી રહી છે. આમાં ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમ (ECLGS) ના દાયરામાં વિમાન ઉડ્ડયન ક્ષેત્ર માટે પ્રસ્તાવિત ક્રેડિટ ગેરંટી સુવિધા સામેલ છે. ઇંધણના વધતા ભાવ અને વૈશ્વિક તણાવને કારણે કામગીરીમાં આવી રહેલા અવરોધોને લીધે એવિએશન સેક્ટર પર દબાણ છે. આ ઉપરાંત, આયાત પર નિર્ભર MSME અને અન્ય એવા વ્યવસાયો કે જેઓ બાહ્ય માંગમાં અચાનક આવતા આંચકાઓ સામે સંવેદનશીલ છે, તેઓ પણ રોકડની અછતનો સામનો કરી રહ્યા છે. આ પણ વાંચો- Anant Ambaniનો મોટો નિર્ણય! કોલંબિયાના 80 હિપ્પોને મળશે નવું જીવન, જામનગરના વનતારામાં આપશે આજીવન આશરો

Read Full Story arrow_forward