Viral News Of Odisha: કાળજુ કંપાવનારી ઘટના..બેંકે માગ્યુ ડેથ સર્ટિફિકેટ, તો ભાઇ બહેનનુ કંકાલ લઇને પહોંચી ગયો
ઓડિશાના ક્યોંઝર જિલ્લામાંથી એક એવી ઘટના સામે આવી છે જે કોઈ ફિલ્મની પટકથા જેવી લાગે છે, છતાં તેની પાછળ છુપાયેલી ગરીબી અને લાચારી ખરેખર કાળજુ કંપાવી દે. ક્યોંઝરના પટના વિસ્તારમાં, એક વ્યક્તિ તેની મૃત બહેનના હાડપિંજરને ખભા પર લઈને તેના પૈસા ઉપાડવા માટે બેંકમાં પહોંચ્યો.બેંકમાંથી પૈસા ઉપાડવા મૃત્યુનુ પ્રમાણપત્ર ન હતું આ વાત સાંભળીને આંખો પહોળી થઇ જાય પરંતુ આ સત્ય છે. કોઇ પોતાની મૃતક બહેનનું હાડપિંજર લઇને બેંક કેમ જાય. વાત એમ છે કે ડાયનાલી ગામમાં રહેતા જીતુ મુંડાએ લગભગ બે મહિના પહેલા બીમારીને કારણે તેની મોટી બહેનનું અવસાન થયું હતું. તેના મૃત્યુ પહેલા તેની બહેને ઓડિશા ગ્રામ્ય બેંકમાં આશરે ₹19,000 જમા કરાવ્યા હતા - જે પૈસા તેણે તેના પશુધન વેચીને કમાયા હતા.બહેનના હાડપિંજરને કબરમાંથી કાઢીને બેંકમાં લઇ ગયો અન્ય કોઈ કાનૂની વારસદાર ન હોવાથી, જીતુ મુંડા થોડા દિવસો પહેલા જ બેંકમાં પૈસા ઉપાડવા ગયા હતા. જોકે, બેંક અધિકારીઓએ તેમને ઉપાડની ઔપચારિકતાઓ પૂર્ણ કરવા માટે મૃત્યુ પ્રમાણપત્ર અને અન્ય જરૂરી દસ્તાવેજો સબમિટ કરવાની સૂચના આપી હતી. જીતુ પાસે જરૂરી કાગળો નહોતા. તેણે હાર માનીને પુરાવાના ભાગરૂપે તેણે પોતાની બહેનના મૃત્યુના પુરાવા તરીકે તેની બહેનને જ રજૂ કરવાનું નક્કી કર્યું.બહેનનું હાડપિંજર લઇને 3 કિલોમીટર ચાલ્યો ભાઇ જરૂરી દસ્તાવેજો પૂરા પાડવામાં અસમર્થ હોવાથી મુંડાએ તેની બહેનની કબરમાંથી તેનું હાડપિંજર બહાર કાઢ્યું. ત્યારબાદ તેણે હાડપિંજરને તેના ખભા પર લઇને 3 કિલોમીટર ચાલ્યો. તે કંકાલ લઇને બેંક પહોંચ્યો. અહેવાલો અનુસાર, તેણે બેંકની બહાર ધરણા કર્યા અને ભંડોળ તાત્કાલિક મુક્ત કરવાની માંગણી સાથે બેંક પરિસરની સામે ઘણા કલાકો સુધી હાડપિંજર લઇને જ બેસી રહ્યો. આ ઘટનાની જાણ થતા જ પોલીસ સ્થળ પર પહોંચી અને મુંડાને બેંક પરિસરમાંથી ખસી જવા કહ્યું. અધિકારીઓએ કંકાલની બીજી વખત દફનાવવા પણ વ્યવસ્થા કરી. આ પણ વાંચો- સિક્કિમમાં PM Modi યુવાનો સાથે રમ્યા ફૂટબોલ, જુઓ તસવીરો
Read Full Story arrow_forward