android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Local Body Election Results 2026 Live: મહેસાણા ભાજપ કાર્યાલયના પટાવાળા બન્યા કોર્પોરેટર, તો ક્યાંક કોંગ્રેસે ગાબડું પાડ્યું!”
calendar_today April 28, 2026

Gujarat Local Body Election Results 2026 Live: મહેસાણા ભાજપ કાર્યાલયના પટાવાળા બન્યા કોર્પોરેટર, તો ક્યાંક કોંગ્રેસે ગાબડું પાડ્યું!”

બીજી તરફ, પંચમહાલના ગોધરામાં વોર્ડ નંબર 7માં એક અનોખો કિસ્સો જોવા મળ્યો, જ્યાં સંપૂર્ણ મુસ્લિમ વસ્તી ધરાવતા વિસ્તારમાં એકમાત્ર હિન્દુ મહિલા ઉમેદવાર અપેક્ષાબેન સોનીએ અપક્ષ તરીકે વિજય મેળવ્યો છે. મોરબી અને બારડોલીમાં ભાજપની 'ક્લીન સ્વીપ' ભાજપ માટે આ ચૂંટણી અનેક જગ્યાએ વિજયી સાબિત થઈ છે. મોરબી મહાનગરપાલિકામાં ભાજપે તમામ 52 બેઠકો પર ભગવો લહેરાવીને 'ક્લીન સ્વીપ' કરી છે, જ્યાં કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી પોતાનું ખાતું પણ ખોલાવી શકી નથી. આવી જ રીતે સુરત જિલ્લાની બારડોલી તાલુકા પંચાયતની તમામ 22 બેઠકો ભાજપે જીતી લીધી છે. અહીં પણ વિરોધ પક્ષોના સૂપડા સાફ થઈ ગયા છે અને ભાજપે સત્તા પર એકચક્રી શાસન જાળવી રાખ્યું છે. નવસારી અને ખેરાલુમાં રસાકસીનો માહોલ નવસારી મહાનગરપાલિકામાં મોટો અપસેટ જોવા મળ્યો છે, જ્યાં વોર્ડ નંબર 4માં ભાજપની આખી પેનલ જીતવામાં નિષ્ફળ રહી અને કોંગ્રેસ બે બેઠકો જીતીને ખાતું ખોલવામાં સફળ રહી છે. ભાજપના વિજેતા ઉમેદવાર આસિફ બરોડાવાલા આ હારથી ભાવુક જોવા મળ્યા હતા. મહેસાણાના ખેરાલુ તાલુકા પંચાયતમાં પણ સંગ્રામ રસાકસીભર્યો રહ્યો છે, જ્યાં 18 બેઠકોમાંથી ભાજપને 8 અને કોંગ્રેસને 5 બેઠકો મળી છે. અનિલકુમાર ચૌધરીએ કોંગ્રેસ તરફથી અને ગંગાબેન દેસાઈએ ભાજપ તરફથી પોતપોતાની બેઠકો પર વિજય મેળવ્યો છે. તાલુકા પંચાયતોમાં પક્ષોની સ્થિતિ અન્ય વિસ્તારોની વાત કરીએ તો, ભાવનગરની ગારીયાધાર તાલુકા પંચાયતની 16 બેઠકોમાંથી ભાજપ 9 બેઠકો સાથે બહુમતી તરફ છે, જ્યારે ત્યાં આમ આદમી પાર્ટીને 2 અને અપક્ષને 1 બેઠક મળી છે. કચ્છના નખત્રાણામાં રવાપર બેઠક પર કોંગ્રેસનો અને તલ બેઠક પર ભાજપનો વિજય થયો છે. ઉપરાંત, સાણંદની ઝાંપ બેઠક પર ભાજપના અનિતાબેન ગોહેલે 117 મતોની સરસાઈથી જીત મેળવી પક્ષની પકડ મજબૂત બનાવી છે. સમગ્ર રીતે જોતા ભાજપનો દબદબો દેખાય છે, પરંતુ કેટલીક બેઠકો પર કોંગ્રેસ અને અપક્ષોએ પણ પોતાની હાજરી પુરાવી છે. આ પણ વાંચો: Gujarat Local Body Election Results 2026 Live: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીએ (ભાજપ) એકતરફી પ્રભુત્વ જાળવી રાખ્યું

Read Full Story arrow_forward
Gujarat Local Body Election Results 2026: જૂનાગઢની ભેંસાણ તાલુકા પંચાયતમાં જીત AAPની થઈ પણ પ્રમુખ ભાજપના બનશે
calendar_today April 28, 2026

Gujarat Local Body Election Results 2026: જૂનાગઢની ભેંસાણ તાલુકા પંચાયતમાં જીત AAPની થઈ પણ પ્રમુખ ભાજપના બનશે

ગુજરાતમાં હાલમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. આ મતગણતરી દરમિયાન મોટા ઉલટફેર સામે આવી રહ્યાં છે. અમરેલીમાં દામનગરમાં મોટો અપસેટ સામે આવ્યો છે. ભાજપની જીતની આંધીમાં પણ કેટલીક પંચાયતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે સત્તા મેળવી છે. ત્યારે જૂનાગઢની ભેંસાણ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીનું ઝાડું ફરી વળ્યું છે. ભેસાણ તાલુકા પંચાયતમાં બનશે ભાજપનો પ્રમુખ જૂનાગઢમાં ભેંસાણ તાલુકા પંચાયતની 16 બેઠકોની ગણતરી પુરી થઈ છે. આ ચૂંટણીમાં ભેંસાણ તાલુકા પંચાયતમાં 16 બેઠકોમાંથી આમ આદમી પાર્ટીને 13 બેઠકો મળી છે જ્યારે ભાજપને માત્ર ત્રણ જ બેઠકો મળી છે. આ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીની બહુમતિ હોવા છતાં પ્રમુખ તો ભાજપના બનશે. ભાજપની જીતની આંધી વચ્ચે કબજે કરેલી તાલુકા પંચાયતની સત્તામાં પ્રમુખ આમ આદમી પાર્ટીના નહીં પણ ભાજપના બનશે.આ પણ વાંચોઃ Gujarat Local Body Election Results 2026: ભાજપ અને કોંગ્રેસના આ દિગ્ગજ નેતાઓ કેમ હારી ગયા

Read Full Story arrow_forward
Gujarat Local Body Election Results 2026: સુરતમાં ભાજપનું વિજયી વાવાઝોડું, સી.આર. પાટીલે કહ્યું , અહંકારી પાર્ટીઓને જનતાએ ઘરભેગી કરી
calendar_today April 28, 2026

Gujarat Local Body Election Results 2026: સુરતમાં ભાજપનું વિજયી વાવાઝોડું, સી.આર. પાટીલે કહ્યું , અહંકારી પાર્ટીઓને જનતાએ ઘરભેગી કરી

ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026 ના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર અજેય દબદબો સાબિત કર્યો છે. ખાસ કરીને સુરત મહાનગરપાલિકામાં ભાજપે તમામ ગણિતો ઉંધા પાડીને અત્યાર સુધી 115 બેઠકો પર જીત મેળવી ઐતિહાસિક સફળતા હાંસલ કરી છે.સી.આર. પાટીલનો વિરોધ પક્ષો પર પ્રહાર ઐતિહાસિક જીત બાદ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલે સુરત અને રાજ્યના મતદારોનો આભાર માનતા જણાવ્યું હતું કે, આજે સુરત અને આખા ગુજરાતની જનતાના આશીર્વાદ ભાજપને મળ્યા છે. કેટલીક પાર્ટીઓ એવું ભ્રમમાં હતી કે જનતા તેમના ખિસ્સામાં છે, પરંતુ આજે પરિણામોએ એ તમામ અહંકારી પાર્ટીઓને ઘરભેગી કરી દીધી છે. 'આપ' હોય કે કોંગ્રેસ, જનતાએ બંનેને સબક શીખવાડ્યો છે. સુરતનું બદલાયેલું સમીકરણ વર્ષ 2021ની ચૂંટણીમાં ભાજપને 93 બેઠકો મળી હતી અને આમ આદમી પાર્ટી 27 બેઠકો સાથે મજબૂત વિપક્ષ તરીકે ઉભરી હતી. જોકે, આ વખતે ચિત્ર બદલાયું છે. 'આપ' માત્ર 4 બેઠકો પર સમેટાઈ ગઈ છે. પાટીલે ઉમેર્યું કે, "આ 4 બેઠકો પણ આવવી જોઈતી નહોતી, છતાં જે મતદારોએ તેમને મત આપ્યા છે અમે તેમની સાથે વાત કરીશું અને તેમના કામ પણ કરીશું." બીજી તરફ કોંગ્રેસે 5 વર્ષના લાંબા વિરામ બાદ માંડ 1 બેઠક પર ખાતું ખોલાવ્યું છે. મિની સૌરાષ્ટ્રમાં કેસરીયો સુરતના મિની સૌરાષ્ટ્ર ગણાતા વિસ્તારોમાં પણ ભાજપનો એકચક્રી શાસન જોવા મળ્યું છે. જનતાના અતૂટ વિશ્વાસ બદલ આભાર માનતા પાટીલે કહ્યું કે, આ મોટી જવાબદારી છે અને જનતાનો ભરોસો અમે ક્યારેય તૂટવા નહીં દઈએ.આ પણ વાંચો----    Bharuch : ઝઘડિયા GIDC આગ દુર્ઘટનામાં કામદારનું મોત, ચૈતર વસાવા અને મૃતકના પરિવારજન વચ્ચે સામ સામે લાફાવાળી

Read Full Story arrow_forward