android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Local Body Election Results 2026: અમદાવાદમાં ભાજપે સૌથી જૂનો ગઢ ગુમાવ્યો, ખાડિયામાં કોંગ્રેસની પેનલ જીતી
calendar_today April 28, 2026

Gujarat Local Body Election Results 2026: અમદાવાદમાં ભાજપે સૌથી જૂનો ગઢ ગુમાવ્યો, ખાડિયામાં કોંગ્રેસની પેનલ જીતી

અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. શહેરમાં 48 વોર્ડમાં 192 બેઠકોમાંથી 162 બેઠકો આસપાસનું પરિણામ જાહેર થઈ ગયું છે. ભાજપને આટલી મોટી જીત મળી છતાં એક કાળી ટીલી લાગી ગઈ છે. 1972થી ભાજપનો ગઢ કહેવાતો ખાડિયા વિસ્તાર આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસના હાથમાં આવ્યો છે. ખાડિયા વોર્ડમાં કોંગ્રેસની પેનલની જીત થઈ છે. સૌથી જૂનો કહેવાતો ગઢ આ વખતે ભાજપે ગુમાવ્યો અમદાવાદનો ખાડિયા વોર્ડ 1972થી ભાજપનો ગઢ કહેવાય છે. અમદાવાદની 150થી વધુ બેઠકો પર જીત મેળવ્યા છતાં ભાજપના કપાળે કાળી ટીલી લાગી છે. શહેરમાં સૌથી જૂનો કહેવાતો ગઢ આ વખતે ભાજપે ગુમાવ્યો છે. ખાડિયા વોર્ડમાં આ વખતે કોંગ્રેસની પેનલનો વિજય થયો છે. આ ઉપરાંત શહેરના અન્ય વોર્ડમાં પણ કોંગ્રેસની જીત થઈ છે. લાંભા, અમરાઈવાડી, ચાંદખેડા સહિતના વિસ્તારોમાં ભાજપને ફાયદો થયો છે.જ્યારે કોંગ્રેસને બાપુનગર, દરિયાપુર, ખાડિયા, જમાલપુર અને મક્તમપુરામાં ફાયદો થયો છે. વર્ષ 2021 માં ભાજપ ને 159 , કોંગ્રેસ ને 24 , 7 AIMIM અને 1 સીટ હતી અપક્ષ ના ફાળે હતી. આ વખતે કોંગ્રેસનો આંક 35 આસપાસ રહેવાની શક્યતાઓ છે. આ પણ વાંચોઃ Gujarat Local Body Election Results 2026: જૂનાગઢની ભેંસાણ તાલુકા પંચાયતમાં જીત AAPની થઈ પણ પ્રમુખ ભાજપના બનશે

Read Full Story arrow_forward
Gujarat Local Body Election Results 2026: ગુજરાતમાં છવાયો કેસરીયો, જાણો કાર્યકર્તાઓ સાથેની એ કઈ સીક્રેટ મંત્રણા હતી જેણે વોટિંગ પેટર્ન જ બદલી નાખી?
calendar_today April 28, 2026

Gujarat Local Body Election Results 2026: ગુજરાતમાં છવાયો કેસરીયો, જાણો કાર્યકર્તાઓ સાથેની એ કઈ સીક્રેટ મંત્રણા હતી જેણે વોટિંગ પેટર્ન જ બદલી નાખી?

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ મોટા ભાગની બેઠકો પર વિજય મેળવીને પોતાનો ગઢ અકબંધ રાખ્યો છે. આ ઐતિહાસિક જીત પાછળ ભાજપનું સચોટ 'માઇક્રો મેનેજમેન્ટ' અને સંગઠન શક્તિ જવાબદાર હોવાનું સામે આવ્યું છે.જગદીશ વિશ્વકર્માની વ્યૂહરચના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ચૂંટણી પહેલા જ તમામ જિલ્લાઓનો સઘન પ્રવાસ કરીને કાર્યકર્તાઓમાં ઉત્સાહ ભર્યો હતો. તેમણે માત્ર રાજકીય નહીં, પણ ધાર્મિક અને સામાજિક સંગઠનોને પણ ભાજપ સાથે જોડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પ્રચાર દરમિયાન એરિયા મુજબ 'રિપોર્ટ કાર્ડ' તૈયાર કરવામાં આવ્યા હતા, જેના આધારે જનતા સુધી વિકાસના કાર્યો પહોંચાડવામાં આવ્યા હતા. ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ વિવિધ સ્થળોએ જિલ્લાઓમાં પ્રચાર કરીને દરેક કાર્યકર્તા સાથે સીધો સંવાદ કર્યો હતો. રેકોર્ડબ્રેક જનસંપર્ક ભાજપે આ વખતે વોટિંગ પેટર્ન બદલવા માટે ગ્રાઉન્ડ લેવલ પર અભૂતપૂર્વ કામગીરી કરી છે અને 1.05 લાખ ગ્રુપ મિટિંગ કરીને બૂથ સ્તરના મતદારો સાથે સીધો સંવાદ કર્યો છે. ઉપરાંત 30 હજાર સામાજિક મીટિંગ કરીને વિવિધ સમાજોના અગ્રણીઓ સાથે બેઠકો યોજી વિશ્વાસ જીત્યો હતો તો સાથે મજબૂત બૂથ મેનેજમેન્ટ કરીને દરેક બૂથ પર પેજ સમિતિ અને કાર્યકર્તાઓની સક્રિયતાએ વિરોધ પક્ષોના સૂપડા સાફ કરી દીધા છે. ભાજપે ફરી વિશ્વાસ હાંસલ કર્યો આ આયોજનબદ્ધ મહેનતને કારણે જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે ફરી એકવાર મજબૂત બહુમતી સાથે સત્તાના સિંહાસન પર બિરાજમાન થયું છે.આ પણ વાંચો----     Bharuch : ઝઘડિયા GIDC આગ દુર્ઘટનામાં કામદારનું મોત, ચૈતર વસાવા અને મૃતકના પરિવારજન વચ્ચે સામ સામે લાફાવાળી

Read Full Story arrow_forward
Gujarat Local Body Election Results 2026 Live : અમદાવાદના ખાડિયામાં કોંગ્રેસની પેનલ જીતી, ભાજપનો વર્ષો જૂનો ગઢ તૂટ્યો
calendar_today April 28, 2026

Gujarat Local Body Election Results 2026 Live : અમદાવાદના ખાડિયામાં કોંગ્રેસની પેનલ જીતી, ભાજપનો વર્ષો જૂનો ગઢ તૂટ્યો

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 28 એપ્રિલના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward