Gujarat Local Body Election Results 2026 Live: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીએ (ભાજપ) એકતરફી પ્રભુત્વ જાળવી રાખ્યું
અમદાવાદના ઇસનપુર, ગોતા, જોધપુર, નવા વાડજ, ચાંદખેડા, અમરાઈવાડી, વેજલપુર, ચાંદલોડિયા અને નિકોલ જેવા મહત્વના વિસ્તારોમાં ભાજપની આખેઆખી પેનલનો ભવ્ય વિજય થયો છે. નગરપાલિકાઓ અને ભુજનું પરિણામ નગરપાલિકાની ચૂંટણીઓમાં પણ ભાજપનો વિજય રથ આગળ વધી રહ્યો છે. ભુજ નગરપાલિકાની વાત કરીએ તો, કુલ ૪૪ બેઠકોમાંથી ૨૮ બેઠકો જીતીને ભાજપે સ્પષ્ટ બહુમતી સાથે પાલિકા પર કબજો મેળવ્યો છે. જ્યારે કોંગ્રેસના ફાળે ૧૩ બેઠકો અને AIMIM ને ૩ બેઠકો મળી છે. વોર્ડ નંબર ૬ માં ભાજપની પેનલ વિજેતા જાહેર થઈ છે. સમગ્ર રાજ્યની ૧૫ નગરપાલિકાઓની ૩૪૮ બેઠકોમાંથી ૩૨૯ બેઠકો પર ભાજપે જીત મેળવી કોંગ્રેસને માત્ર ૧૫ બેઠકો પર સીમિત કરી દીધી છે. રાજકોટ જિલ્લા પંચાયતની રસાકસી રાજકોટ જિલ્લા પંચાયતની ૩૬ બેઠકો માટે થયેલી મતગણતરીમાં ભાજપ અને વિરોધ પક્ષો વચ્ચે રસાકસી જોવા મળી છે. ૨૭ બેઠકોના પરિણામ જાહેર થયા છે, જેમાં ભાજપે ૨૫ બેઠકો પર વિજય મેળવ્યો છે. જોકે, અહીં ભાજપના દિગ્ગજ નેતા અને કારોબારી સમિતિના પૂર્વ ચેરમેન રાજેશ ડાંગરની હાર થતા રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. નવ બેઠકો પર ગણતરી હજુ ચાલુ હોવાથી અંતિમ આંકડા આવવાના બાકી છે, પરંતુ ભાજપ અત્યારે મજબૂત સ્થિતિમાં છે. વિરોધ પક્ષો અને 'આપ' ની એન્ટ્રી આ ચૂંટણીમાં સૌથી નોંધપાત્ર બાબત એ રહી છે કે રાજકોટ જિલ્લા પંચાયતમાં આખરે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) પોતાનું ખાતું ખોલવામાં સફળ રહ્યા છે. રાજકોટની કોલકી બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર વિજયી થયા છે, જ્યારે મોવિયા સીટ પર આમ આદમી પાર્ટીએ જીત મેળવીને જિલ્લા પંચાયતમાં પ્રવેશ કર્યો છે. ભાજપના ભવ્ય વિજય વચ્ચે વિરોધ પક્ષોને મળેલી આ બેઠકો આગામી સમયમાં નવા રાજકીય સમીકરણો તરફ ઈશારો કરે છે. આ પણ વાંચો: Gujarat Local Body Election Results 2026 Live: નવસારી મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી મજબૂત પરંતુ ભરૂચમાં મિશ્ર પરિણામો
Read Full Story arrow_forward