android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Local Body Election Results 2026: અમદાવાદમાં ભાજપનો દબદબો, જોધપુર, ધોળકા અને વિરમગામમાં આખેઆખી પેનલો વિજેતા
calendar_today April 28, 2026

Gujarat Local Body Election Results 2026: અમદાવાદમાં ભાજપનો દબદબો, જોધપુર, ધોળકા અને વિરમગામમાં આખેઆખી પેનલો વિજેતા

અમદાવાદ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ વિરોધ પક્ષોના સૂપડા સાફ કરી નાખ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકા ઉપરાંત જિલ્લાની મહત્વની નગરપાલિકાઓમાં પણ ભાજપે શાનદાર દેખાવ કર્યો છે.અમદાવાદ મનપામાં જોધપુરમાં ભાજપનું ખાતું ખુલ્યુંઅમદાવાદ મહાનગરપાલિકાના 48 વોર્ડની મતગણતરીમાં ભાજપે ધમાકેદાર શરૂઆત કરી છે. પશ્ચિમ વિસ્તારના વોર્ડ નંબર 20 (જોધપુર) માં ભાજપની આખેઆખી પેનલ વિજેતા જાહેર થઈ છે. આ જીત સાથે ભાજપે મનપામાં વિજયી ખાતું ખોલાવ્યું છે અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.ધોળકા અને વિરમગામમાં પણ કેસરીયોઅમદાવાદ જિલ્લાની નગરપાલિકાઓમાં પણ ભાજપનો વિજયી લહેર જોવા મળી છે. ધોળકા નગરપાલિકા અહીંના વોર્ડ નંબર 1 માં ભાજપની આખેઆખી પેનલનો ભવ્ય વિજય થયો છે. વિરમગામમાં પણ ભાજપે મક્કમ પકડ જાળવી રાખી છે. અહીં પણ વોર્ડ નંબર 1 માં ભાજપની પેનલ વિજેતા જાહેર થઈ છે.આ પણ વાંચો: Gujarat Local Body Election Results 2026: દહેગામ નગરપાલિકામાં કોંગ્રેસના વિજયી શ્રીગણેશ, વોર્ડ નંબર 1 માં પેનલના ચારેય ઉમેદવારો વિજેતા જાહેર

Read Full Story arrow_forward
Local Body Election 2026: અંકલેશ્વર તાલુકા પંચાયતની કુલ 26 બેઠકો માટેની પ્રક્રિયામાં ભારતીય જનતા પાર્ટીએ શરૂઆતથી જ મજબૂત પકડ જાળવી
calendar_today April 28, 2026

Local Body Election 2026: અંકલેશ્વર તાલુકા પંચાયતની કુલ 26 બેઠકો માટેની પ્રક્રિયામાં ભારતીય જનતા પાર્ટીએ શરૂઆતથી જ મજબૂત પકડ જાળવી

પરિણામોમાં ભાજપના ઉમેદવારોનો દબદબો જોવા મળ્યો છે, જે સ્થાનિક સ્તરે પક્ષની મજબૂત સંગઠન શક્તિ અને મતદારોના વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે. અંદાડા બેઠકો પર ભાજપની મોટી જીત અંદાડા વિસ્તારની બેઠકો પર ભાજપના ઉમેદવારોએ જંગી બહુમતીથી વિજય મેળવ્યો છે. અંદાડા-1 બેઠક પર કિરીટ માસ્ટરે પોતાના પ્રતિસ્પર્ધીને 2,000 મતોના તફાવતથી પરાજય આપ્યો છે. તેવી જ રીતે, અંદાડા-2 બેઠક પર પણ ભાજપના ઉમેદવાર રાજેશ રમેશ વસાવાએ 2,042 મતોની સરસાઈ સાથે શાનદાર વિજય મેળવીને પક્ષની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવી છે. અમદાવાદ મનપામાં ભાજપની આગેકૂચ અમદાવાદ મહાનગરપાલિકાના 48 વોર્ડની ચૂંટણીમાં પણ ભાજપે આક્રમક શરૂઆત કરી છે. ભાજપે પેનલ સાથે પોતાનું ખાતું ખોલાવીને વિરોધ પક્ષોને મજબૂત લડત આપી છે. ખાસ કરીને વોર્ડ નંબર 20 (જોધપુર) માં ભાજપની આખેઆખી પેનલનો ભવ્ય વિજય થયો છે, જે શહેરના પોશ વિસ્તારોમાં ભાજપની લોકપ્રિયતા અકબંધ હોવાનું સાબિત કરે છે. વડોદરામાં કોંગ્રેસની નબળી સ્થિતિ વડોદરામાં ચૂંટણીના પ્રારંભિક વલણો કોંગ્રેસ માટે ચિંતાજનક રહ્યા છે. વોર્ડ નંબર 1, 4, 7, 10, 13 અને 16 જેવા મહત્વના વિસ્તારોમાં પ્રથમ રાઉન્ડની ગણતરી બાદ કોંગ્રેસ પાછળ ધકેલાઈ ગઈ છે. આ 6 વોર્ડમાં ભાજપે નોંધપાત્ર ગતિ પકડી છે, જેના કારણે કોંગ્રેસ બેકફૂટ પર આવી ગઈ હોય તેવું ચિત્ર સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. આ પણ વાંચો: Local Body Election 2026: પાટણ જિલ્લાની સિદ્ધપુર નગરપાલિકામાં કુલ 9 વોર્ડની 36 બેઠકો માટે રસાકસી જામી

Read Full Story arrow_forward
Gujarat Local Body Election Results 2026 Live:  બનાસકાંઠાથી તાપી સુધી ભાજપનો કેસરીયો, કોંગ્રેસના સુપડા સાફ?
calendar_today April 28, 2026

Gujarat Local Body Election Results 2026 Live: બનાસકાંઠાથી તાપી સુધી ભાજપનો કેસરીયો, કોંગ્રેસના સુપડા સાફ?

ગુજરાત રાજ્યમાં તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની વિવિધ બેઠકો પરની પેટાચૂંટણીના પરિણામો જાહેર થયા છે. ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સુધી ફેલાયેલા આ ચૂંટણી જંગમાં ભારતીય જનતા પાર્ટીએ (BJP) ફરી એકવાર પોતાનો મજબૂત ગઢ સાબિત કર્યો છે, જ્યારે વિપક્ષ કોંગ્રેસને માત્ર અમુક બેઠકોથી સંતોષ માનવો પડ્યો છે. બનાસકાંઠા: પાલનપુર નગરપાલિકામાં ભાજપનું જોર બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરની નગરપાલિકાના વોર્ડ નંબર 7ની પેટાચૂંટણીના પરિણામો સૌથી વધુ ચર્ચામાં રહ્યા છે. આ વોર્ડની કુલ 4 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપે શાનદાર પ્રદર્શન કરતા 3 બેઠકો પર વિજય મેળવ્યો છે. બીજી તરફ, કોંગ્રેસે માત્ર 1 બેઠક પર જીત હાંસલ કરીને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાનો પ્રયાસ કર્યો છે. પાલનપુર જેવા શહેરી વિસ્તારમાં ભાજપના આ પ્રભુત્વને આગામી મોટી ચૂંટણીઓના સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે. બોટાદ: રાણપુર તાલુકા પંચાયતમાં વિજયકુચ સૌરાષ્ટ્રના બોટાદ જિલ્લાની રાણપુર તાલુકા પંચાયતની ખાલી પડેલી બેઠકો પર પણ મતદારોએ ભાજપ પર વિશ્વાસ મૂક્યો છે. રાણપુર તાલુકા પંચાયતની ચંદરવા બેઠક પર ભાજપના ઉમેદવાર જનકબેન માણસુરીયાએ વિજય મેળવ્યો છે. આ વિજય સાથે જ રાણપુર પંથકમાં ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સ્થાનિક સ્તરે જનકબેનની લોકપ્રિયતા અને ભાજપના સંગઠન શક્તિને કારણે આ બેઠક અંકે કરવામાં સફળતા મળી છે. તાપી: ઉચ્છલ તાલુકા પંચાયતમાં ભાજપનો વિજય દક્ષિણ ગુજરાતના આદિવાસી બાહુલ્ય ધરાવતા તાપી જિલ્લામાં પણ ભાજપે સફળતા મેળવી છે. ઉચ્છલ તાલુકા પંચાયતની કરોડ સીટ પર યોજાયેલી ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સંદીપ પાટીલનો ભવ્ય વિજય થયો છે. આદિવાસી પટ્ટામાં ભાજપના ઉમેદવારની જીત એ દર્શાવે છે કે સરકારની યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચી રહી છે અને લોકસંપર્ક મજબૂત થયો છે. આ પણ વાંચોઃ Local Body Election 2026: પાટણ જિલ્લાની સિદ્ધપુર નગરપાલિકામાં કુલ 9 વોર્ડની 36 બેઠકો માટે રસાકસી જામી

Read Full Story arrow_forward